________________
આ કર્મ નથી. . (૨) વયકર્મક વિભાગ : બે પાડા અથડાઈને છૂટા પડે ત્યારે તેમનો થયેલો વિભાગ યકર્મજન્ય કહેવાય, કેમકે બંને પાડામાં કર્મ ઉત્પન્ન થવાથી આ વિભાગ ઉત્પન્ન થયો
(૩) વિભાગજન્ય વિભાગ : પાટ ઉપર પુસ્તક છે અને પુસ્તક ઉપર હાથ છે. હવે આ છે જયારે પુસ્તક ઉપરથી હાથને ઉઠાવી લેવામાં આવે ત્યારે પુસ્તક અને હાથનો જે વિભાગ
થયો તે એકકર્મજ વિભાગ કહેવાય, કેમકે હાથમાં કર્મ ઉત્પન્ન થવાથી આ વિભાગ . છે ઉત્પન્ન થયો છે. પરંતુ આ વિભાગ થતાં જ હાથ અને પાટનો પણ વિભાગ થઈ જાય છે છે છે. તે વિભાગ ઉત્પન્ન થવાનું કારણ હાથ અને પુસ્તકનો વિભાગ છે, તેથી હાથ અને છે
પાટનો થયેલો આ વિભાગ વિભાગજન્ય વિભાગ કહેવાય. જ આ વિભાગજન્ય વિભાગ બે પ્રકારનો છે : (i) કારણમાત્ર વિભાગજન્ય વિભાગ છે છે અને (ii) કારણકારણ વિભાગજન્ય વિભાગ.
(i) કારણ માત્ર વિભાગજન્ય વિભાગ ઃ બે કારણોનો (કપાલોનો) વિભાગ થવાથી તેનો આકાશ સાથેનો જે વિભાગ થાય છે કારણ માત્ર વિભાગજન્ય વિભાગ કહેવાય છે. આ ઘટના બે કપાલનો વિભાગ થયા પછી તે વિભાગ વડે કપાલનો આકાશ-પ્રદેશો
સાથે જે વિભાગ થાય છે તે હેતુમાત્ર વિભાગજન્ય વિભાગ કહેવાય છે, કેમકે ઘટના છે છે કારણ કપાલોનો વિભાગ થવાથી આ વિભાગ ઉત્પન્ન થયો છે.
પ્રથમ ક્ષણે : કપાલમાં કર્મ ઉત્પન્ન થયું. બીજી ક્ષણે : તેનાથી એક કપાલમાં બીજા કપાલનો વિભાગ થયો. ત્રીજી ક્ષણે : પૂર્વસંયોગનો-કપાલલયસંયોગનો-નાશ થયો. ચોથી ક્ષણે : કપાલદ્રયસંયોગનાશે ઘટનાશ થયો. પાંચમી ક્ષણે : કર્મયુક્ત કપાલનો આકાશથી વિભાગ (વિભાગજન્ય વિભાગ). છઠ્ઠી ક્ષણે : કર્મયુક્ત કપાલનો આકાશ સાથેનો સંયોગ નાશ થયો. સાતમી ક્ષણે : કર્મયુક્ત કપાલનો ઉત્તરદેશસંયોગ થયો આઠમી ક્ષણે : કપાલમાં કર્મનો નાશ.
અહીં પાંચમી ક્ષણે કપાલનો આકાશપ્રદેશથી જે વિભાગ થાય છે તે બીજી ક્ષણે ઉત્પન્ન થયેલા કપાલયના વિભાગથી જન્ય છે તેથી તે કારણમાત્ર વિભાગજન્ય વિભાગ કહેવાય છે.
િ
વ્યાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૦૦) િ