________________
સંયોગ ત્રણ પ્રકારનો છે : જ (૧) અન્યતરકર્મજ સંયોગ : બે વસ્તુમાંથી કોઈપણ એક વસ્તુમાં કર્મ ઉત્પન્ન
થવાથી જે બે વસ્તુનો સંયોગ થાય તે અન્યતરકર્મજ (જન્ય) સંયોગ કહેવાય. પર્વત તો એ આ સ્થિર છે. પક્ષી ઊડતું ઊડતું આવીને પર્વત ઉપર બેસે તો તે પર્વત અને પક્ષીનો સંયોગ અન્યતરકમજ સંયોગ કહેવાય, કેમકે માત્ર પક્ષીમાં જ કર્મ છે.
(૨) ઉભયકર્મજ સંયોગ : બંને વસ્તુમાં કર્મ ઉત્પન્ન થવાથી જે સંયોગ થાય તે છે ઉભયકર્મજ સંયોગ કહેવાય. બે પાડા સામસામા અથડાય તો ત્યાં બંનેમાં કર્મ હોવાથી જ છે તેમનો થયેલો સંયોગ ઉભયકર્મજ સંયોગ કહેવાય.
(૩) સંયોગજન્ય સંયોગ : વૃક્ષ સાથે ઘટના અવયવ કપાલયનો અન્યતરકમજ આ સંયોગ થાય છે. પણ તે વૃક્ષ-કપાલનો સંયોગ થતાં જ વૃક્ષ-ઘટનો પણ સંયોગ થઈ જાય છે
છે. આ વૃક્ષ-ઘટનો જે સંયોગ છે તે સંયોગજન્ય સંયોગ છે, કેમકે કપાલ-વૃક્ષનો સંયોગ જ એ વૃક્ષ-ઘટના સંયોગનું કારણ છે. - અન્યતરકર્મક અને ઉભયકર્મજ સંયોગો કર્મથી જન્ય સંયોગો છે. તેમાં જે સંયોગ
થતાં શબ્દની ઉત્પત્તિ થાય છે તે શબ્દના કારણરૂપ સંયોગને “અભિઘાત' કહેવાય છે છે અને જે સંયોગ થતાં શબ્દની ઉત્પત્તિ થતી નથી તે શબ્દના અકારણ સંયોગને “નોદન” નો કો સંયોગ કહેવાય છે.
છે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૮) િ