________________
*•*•*•*•
વ્યાપ્તિપ્રકા૨ક જ્ઞાન છે અને ‘આતો વાન્ પર્વતઃ' એ પક્ષધર્મતાનું જ્ઞાન છે. આમ બે ય જ્ઞાન સ્વતંત્ર રીતે ઉપસ્થિત થયા માટે અનુમિતિ-કાર્ય થવું જ જોઈએ. વસ્તુતઃ અનુમતિ થતી નથી એટલે ારાસત્ત્વ ા/સત્ત્વમ્ સ્વરૂપ અન્વય-વ્યભિચાર દોષ તમને લાગુ થાય છે. પણ અમને અહીં કોઈ દોષ આવે તેમ નથી, કેમકે અમે તો વ્યાપ્તિપ્રકા૨કપક્ષધર્મતાના જ્ઞાનને અનુમિતિ પ્રત્યે કારણ કહીએ છીએ. અહીં તો બે જુદા જ્ઞાનો છે, અર્થાત્ વ્યાપ્તિવિશિષ્ટવૈશિષ્ટ્યાવગાહિ એક જ્ઞાન (પરામર્શરૂપ) નથી માટે અનુમિતિ થશે જ નહિ.
મીમાંસક : સારું, ભલે તમે આ રીતે પરામર્શને જ અનુમિતિ પ્રત્યે કારણ માનો, પણ અમે સૌપ્રથમ જે વાત કહી કે જ્યાં વહ્રિવ્યાપ્યો ધૂમ: અને ધૂમવાન્ પર્વત: એવા બે જ્ઞાન છે ત્યાં પણ અનુમિતિ તો થાય જ છે, તો અહીં પરામર્શ વિના જ અનુમિતિ થઈ તેનું શું ?
નૈયાયિક : એ વાતનો અમે ત્યાં જ ઉત્તર આપી દીધો છે કે જ્યાં તેવા બે જ્ઞાન થાય ત્યાં પણ તે જ્ઞાન થયા પછી વહ્રિવ્યાપ્યધૂમવાન્ પર્વતઃ એવા પરામર્શાત્મક જ્ઞાનની કલ્પના કરવી જ પડે. આમાં તમે ગૌરવ દોષ આપ્યો પરન્તુ ફલમુખગૌરવ એ દુષ્ટ મનાતું નથી.
ગાય દૂધ દઈ દે અને પછી બે લાત મારે તો તેની લાત ખાવામાં જે ગૌરવ આવ્યું તે દૂધ-ફળની પ્રાપ્તિ થયા પછીનું ગૌરવ છે માટે તેમાં કોઈ દોષ નથી. એ જ રીતે પ્રસ્તુતમાં પણ પરામર્શ-અનુમિતિનો કાર્યકારણભાવ નક્કી થઈ ગયા બાદ જે ગૌરવ આવે તે કાંઈ કાર્યકારણભાવનું પ્રતિબંધક બની શકે નહિ.
આમ પરામર્શ જ અનુમિતિનો જનક છે એ વાત નૈયાયિકોએ સ્થિર કરી, અર્થાત્ વ્યાપ્યતાવચ્છેદકપ્રકા૨કપક્ષધર્મતા-જ્ઞાન એ અનુમિતિનું હેતુ નથી કિન્તુ વ્યાપ્તિપ્રકા૨કપક્ષધર્મતા-જ્ઞાન (પરામર્શ) એ જ અનુમિતિ-જનક છે એ વાત સ્થિર થઈ.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૧૦)