________________
નૈયાયિક : આટલું કરો તો ય તમારો નિસ્તાર નથી. સાંભળો, મહાનસમાં ચૈત્ર એવું જ્ઞાન કરે છે કે ઘૂમો વહ્રિવ્યાપ્યઃ । આમ અહીં ધૂમમાં વહ્નિની વ્યાપ્યતા ગૃહ્યમાણ બની. હવે ઉત્તરક્ષણમાં જ પર્વતમાં પ્રત્યક્ષથી ધૂમ જોઈને ચૈત્ર ઘૂમવાન્ પર્વત: એવું જ્ઞાન કરે છે. હવે મૈત્રને પર્વતો વહ્વિાન્ એવી અનુમિતિ થઈ જવાની આપત્તિ આવશે, કેમકે ચૈત્ર વડે ગૃહ્યમાણ જે વ્યાપ્યતા, તેનો અવચ્છેદક જે ધૂમત્વ, તત્વકા૨ક ઘૂમવાન્ પર્વતઃ એવું પક્ષધર્મતાનું જ્ઞાન મૈત્રને થયું જ છે. આમ કારણ હાજર થતાં અનુમિતિ-કાર્ય થવું જ જોઈએ ને ? વસ્તુતઃ તે થતું નથી.
મીમાંસક : સારું, તો હજી અમે સુધારો કરીને કહીશું કે જે પુરૂષને પક્ષધર્મતાનું જ્ઞાન થાય તેને જ વ્યાપ્યતા ગૃહ્યમાણ હોવી જોઈએ. હવે ચૈત્રને વ્યાપ્યતા ગૃહ્યમાણ હોય અને મૈત્રને તે વ્યાપ્યતા ગૃહ્યમાણ ન હોય તો મૈત્રને જે ઘૂમવાન્ પર્વતઃ એવું પક્ષધર્મતાનું જ્ઞાન થયું તેનાથી અનુમિતિ થશે નહિ, કેમકે હવે તો અમે કહીએ છીએ ॐ तत्पुरुषीयगृह्यमाणव्याप्यतावच्छेदकप्रकारकं तत्पुरुषीयपक्षधर्मताज्ञानं તત્પુરુષીયાનુમિતી વારગમ્ । ચૈત્ર વડે ગૃહ્યમાણ જે વ્યાપ્યતાવચ્છેદક ધૂમત્વ એ મૈત્રને જ થતાં પક્ષધર્મતાના જ્ઞાનમાં પ્રકાર બને તો તાદશપ્રકારકપક્ષધર્મતા-જ્ઞાન મૈત્રની જ અનુમિતિનું જનક બને.
નૈયાયિક : ઓહો, હવે તો ભયંકર આપત્તિ આવી. અલબત્ત, પૂર્વોક્ત વ્યતિરેકવ્યભિચાર દોષ તો દૂર થયો, પરન્તુ આ તો અનન્ત કાર્ય-કારણભાવ થઈ ગયા. પ્રત્યેક વ્યક્તિનું તેવું જ્ઞાન પ્રત્યેક વ્યક્તિની જ અનુમિતિમાં કારણ બન્યું એટલે વ્યક્તિ અનંત હોવાથી કાર્ય-કારણભાવ પણ અનંત થયા.
અમારા મતે તો આવો ‘તત્પુરૂષીયત્વ’ - નિવેશ છે જ નહિ. અમે તો એટલું જ કહીએ છીએ કે જ્યાં સમવાયેન વ્યાપ્તિપ્રકારકપક્ષધર્મતા-જ્ઞાન હોય ત્યાં (આત્મામાં) સમવાયેન અનુમિતિ-કાર્ય થાય. એટલે અમારે અનંત કાર્યકારણભાવ માનવા પડતા નથી.
मुक्तावली : यदि तु व्याप्तिप्रकारकं पक्षधर्मताज्ञानं च स्वतन्त्रं कारण - मित्युच्यते, तदा कार्यकारणभावद्वयम् । 'वह्निव्याप्यो धूम आलोकवांश्च पर्वत' इति ज्ञानादप्यनुमितिः स्यात् । इत्थं च यत्र ज्ञानद्वयं तत्राऽपि विशिष्टज्ञानं कल्पनीयं, फलमुखगौरवस्यादोषत्वात् ॥
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૧૫)