________________
નૈયાયિક : જ્યાં બે જ્ઞાનથી અનુમિતિ થવાનું તમે કહ્યું ત્યાં પણ પરામર્શાત્મક જ્ઞાન તો થાય જ છે એમ અમે કહીશું. વહ્રિવ્યાપ્યો ધૂમઃ અને ધૂમવાન્ પર્વતઃ એવા બે જ્ઞાન થયા પછી અવશ્ય વહ્નિવ્યાધૂમવાન્ પર્વત: એવું પરામર્શાત્મક જ્ઞાન થાય અને પછી જ પર્વતો વૃદ્ઘિમાન્ અનુમિતિ થાય એમ અમારું કહેવું છે. એટલે હવે ‘જ્ઞાનદ્રયથી જ્યાં અનુમિતિ થઈ ત્યાં પરામર્શ વિના થઈ' એમ કહીને તમે અમને જે વ્યતિરેક-વ્યભિચાર દોષ આપ્યો તે દૂર થઈ જાય છે.
મીમાંસક : પહેલાં જ્ઞાનન્દ્વય થયા, ત્યારપછી પરામર્શ થયો. આમ પરામર્શની ઉપસ્થિતિ પછીથી થવાથી તેની કલ્પના કરવામાં ઉપસ્થિતિકૃત ગૌરવ છે, જ્યારે જ્ઞાનન્દ્વયની કલ્પનામાં પ્રથમોપસ્થિતિકૃત લાઘવ છે. માટે આ રીતે ગુરૂભૂત કલ્પના કરીને વ્યતિરેક-વ્યભિચાર દૂર કરી શકાતો નથી.
मुक्तावली : न, व्याप्यतावच्छेदकाज्ञानेऽपि 'वह्निव्याप्यवान्' इति ज्ञानादनुमित्युत्पत्तेर्लाघवाच्च व्याप्तिप्रकारकपक्षधर्मताज्ञानत्वेन हेतुत्वम् । किञ्च 'धूमवान् पर्वत' इति ज्ञानादनुमित्यापत्तिः, व्याप्यतावच्छेदकीभूतधूमत्वप्रकारकस्य पक्षधर्मताज्ञानस्य सत्त्वात् ।
મુક્તાવલી : નૈયાયિક ઃ સારું, તમને પણ વ્યતિરેક-વ્યભિચાર દોષ આવે છે.
(૧) પર્વત તરફ દૂરથી જોતાં એક માણસને સંદેહ પડ્યો કે પર્વતમાં જે કાંઈક દેખાય છે તે ધૂમ છે કે આલોક છે ? સયમાતોજો ધૂમો વા ? હવે આવા સ્થાને પર્વતો વૃદ્ઘિમાન્ એવી અનુમિતિ તો થવાની જ, કેમકે ધૂમ અને આલોક બે ય વહ્નિના અનુમાપક તો છે જ. હવે તમારા મતે તો વ્યાપ્યતાવચ્છેદકપ્રકારકપક્ષધર્મતાનિશ્ચયત્વેન નિશ્ચય (જ્ઞાન) એ અનુમિતિનો જનક છે. હવે અહીં તો વ્યાપ્યતાવચ્છેદક ધૂમત્વ છે કે આલોકત્વ છે એવો સંદેહ છે, એટલે કે વ્યાપ્યતાવચ્છેદકપ્રકા૨કપક્ષધર્મતાનો નિશ્ચય નથી. માટે કારણ વિના પણ અનુમિતિરૂપ કાર્ય થઈ જવાથી વ્યતિરેક-વ્યભિચાર દોષ આવ્યો. માટે વ્યાપ્યતાવચ્છેદકપ્રકારકપક્ષધર્મતા-જ્ઞાનને અનુમિતિ પ્રત્યે કારણ કહી શકાય નહિ.
(૨) વળી વ્યાપ્યતાવચ્છેદકપ્રકા૨કપક્ષધર્મતા-જ્ઞાનને અનુમિતિ પ્રત્યે કારણ માનવામાં કા૨ણતાની કુક્ષિમાં ‘અવચ્છેદકત્વ'નો જે પ્રવેશ થયો છે તત્પ્રયુક્ત શરીરકૃત ગૌરવ પણ છે જ. જ્યારે અમારે તો વહ્રિવ્યાધૂમવાન્ પર્વતઃ એવું પરામર્શાત્મક જ્ઞાન ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૧૩)