________________
दुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मभावनाशब्दा इत्यर्थः । अकारणेति । कारणगुणेन कार्ये ये गुणा उत्पाद्यन्ते ते कारणगुणपूर्वका रूपादयो वक्ष्यन्ते, बुद्ध्यादयस्तु न तादृशाः, आत्मादेः कारणाभावात् ॥
મુક્તાવલી : વિશેષગુણો : બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સ્નેહ, સાંસિદ્ધિક દ્રવત્વ, અદૃષ્ટ, ભાવના અને શબ્દ એ પંદર વિશેષગુણો કહેવાય છે. (સાંસિદ્ધિક સ્વાભાવિક)
=
સામાન્યગુણો : વિશેષગુણો સિવાયના સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, અસાંસિદ્ધિક દ્રવત્વ, ગુરૂત્વ, વેગ (સ્થિતિસ્થાપક) વગેરે સામાન્યગુણો છે. દ્વીન્દ્રિયગ્રાહ્ય ગુણો : સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, દ્રવત્વ અને સ્નેહ (‘ચ' શબ્દથી વેગ લેવો) બે ઈન્દ્રિયથી = સ્પર્શેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયથી ગ્રાહ્ય છે.
=
એક એક ઇન્દ્રિયથી ગ્રાહ્ય ગુણો : શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ અનુક્રમે કર્ણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય રૂપ એકેક ઈન્દ્રિયથી ગ્રાહ્ય છે.
અતીન્દ્રિય ગુણો : ગુરૂત્વ, ભાવના (સ્થિતિસ્થાપક અને અણુ-પરિમાણ) તથા અદષ્ટ (ધર્મ અને અધર્મ) અતીન્દ્રિય છે, ઈન્દ્રિયથી અગ્રાહ્ય છે.
અકારણગુણપૂર્વક ગુણો (વિભુ દ્રવ્યોના વિશેષ ગુણો) : બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, ‹ દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, ભાવના, શબ્દ; એ દસ ગુણો અકારણગુણપૂર્વક છે. કાર્યના સમવાયિકારણમાં રહેલા ગુણોના કારણે કાર્યમાં જે ગુણો ઉત્પન્ન થયા હોય તે કારણગુણપૂર્વક કહેવાય. પણ કાર્યના સમવાયિકારણાનુસાર કાર્યમાં ગુણ ઉત્પન્ન થયેલા ન હોય પણ તે સિવાયના અન્ય ગુણો ઉત્પન્ન થયા હોય તો તે અકારણગુણપૂર્વક કહેવાય.
આકાશનો ગુણ શબ્દ છે અને તે સિવાયના ઉપરોક્ત નવ વિશેષગુણો માત્ર આત્માના જ છે. હવે આકાશ અને આત્મા નિત્ય હોવાથી કાર્ય જ નથી, તેથી તેમના સમવાયિકારણ પણ ન જ હોય. તેથી બુદ્ધિ વગેરે ગુણો, આત્મા કે આકાશના સમવાયિકારણ જ ન હોવાથી કારણના ગુણના કારણે ઉત્પન્ન થયેલા નથી, અર્થાત્ કારણગુણપૂર્વક નથી, તેથી તેમને અકારણગુણપૂર્વક કહેવાય છે.
જ્યારે પટમાં રહેલું રૂપ કારણગુણપૂર્વક કહેવાય, કેમકે પટના સમવાયિકારણ તંતુમાં જે રૂપ રહ્યું છે તેના કારણે પટમાં પણ રૂપ ઉત્પન્ન થાય છે. આમ પટનું રૂપ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૨૦૬)