________________
*•*•*•*•*•***
નૈયાયિક : જો જન્ય પદનો નિવેશ ન કરીએ તો ઈશ્વરને તો સુખનો સદા સાક્ષાત્કાર હોય છે. વળી તે નિત્ય હોય છે પણ જન્ય નહીં, તેથી ઈશ્વરના સુખ-સાક્ષાત્કારને પણ મનથી ઉત્પન્ન થયેલો માનવાની આપત્તિ આવે. પણ ઈશ્વરને તો મન જ નથી તેથી ઈશ્વરના નિત્ય સુખ-સાક્ષાત્કારમાં વ્યભિચાર આવી જતો હોવાથી તેના નિવારણ માટે ‘જન્મ’ પદનું ઉપાદાન કર્યું છે. હવે ઈશ્વરના નિત્ય સુખમાં હેતુ ન જવાથી વ્યભિચાર દોષ આવશે નહીં. તેથી અમે મૂકેલું ‘જન્મ’ પદ નિરર્થક છે જ નહીં માટે અમારે ગૌરવ પણ નથી.
मुक्तावली : न चैवं दुःखादिसाक्षात्काराणामपि करणान्तराणि स्युरिति वाच्यम्, लाघवादेकस्यैव तादृशसकलसाक्षात्कारकरणतया सिद्धेः । एवं सुखादीनामसमवायिकारणसंयोगाश्रयतया मनसः सिद्धिर्बोद्धव्या ।
મુક્તાવલી : શંકાકાર : આ રીતે સુખના સાક્ષાત્કારના કરણ તરીકે મનોદ્રવ્યની અનુમાનથી જ સિદ્ધિ કરશો તો તો તમારે અનેક મનો માનવાની આપત્તિ આવશે, કેમકે જુદા જુદા અનેક અનુમાન દ્વારા મનોની સિદ્ધિ થાય છે. જેમકે :
दुःखसाक्षात्कारः सकरणकः, जन्यसाक्षात्कारत्वात् । इच्छासाक्षात्कारः सकरणकः, जन्यसाक्षात्कारत्वात् । द्वेषसाक्षात्कारः सकरणकः, जन्यसाक्षात्कारत्वात् ।
આમ પ્રત્યેક આત્મગુણના સાક્ષાત્કાર માટે નવા નવા મનોદ્રવ્યો માનશો તો કેટલું બધું મોટું ગૌરવ થઈ જશે ?
નૈયાયિક : ના, તેવું ગૌરવ અમે થવા જ નહીં દઈએ. અમે તો કહીશું કે જે મનોદ્રવ્ય સુખનો સાક્ષાત્કાર કરાવે છે તે જ મનોદ્રવ્ય દુઃખ, પ્રયત્ન, ઈચ્છા, દ્વેષ વગેરે ગુણોનો સાક્ષાત્કાર કરાવે છે. આમ એક જ મનોદ્રવ્યથી જ્યારે સુખાદિ ગુણોના સાક્ષાત્કાર કરાવવાનું કાર્ય નિષ્પન્ન થઈ જતું હોય ત્યાં અનેક મનોદ્રવ્યો માનવાનું ગૌરવ શા માટે કરવું ? તેથી લાધવાત્ અમે તો એક જ મનોદ્રવ્ય માનીશું.
જેમ સુખાદિના સાક્ષાત્કારના કરણ તરીકે મનોદ્રવ્યની સિદ્ધિ થાય છે તેમ સુખાદિના અસમવાયિકારણના આશ્રય તરીકે પણ મનોદ્રવ્યની સિદ્ધિ થાય છે.
જે જે ભાવાત્મક કાર્ય હોય તે દરેકના સમવાયિકારણ અને અસમવાયિકારણ હોય જ તેવો નિયમ છે. સુખ, દુ:ખ વગેરે ગુણો હોવાથી ભાવાત્મક પદાર્થો છે, તેથી તેમનું
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૯૧)