________________
इत्यन्ये । तन्न, ज्ञानातिरिक्तं प्रत्येवाकारणताया आचार्यैरुक्तत्वात् ।
મુક્તાવલી : હવે અહીં પરમમહરિમાણને અકારણ કહ્યું છે પણ તેમાં આત્માના પરમમરિમાણને અકારણ સમજવું નહિ પરંતુ કાલ વગેરેનું પરમમહત્પરિમાણ અકારણ સમજવું, કેમકે આત્માના માનસપ્રત્યક્ષમાં આત્માનું પરમમહત્પરિમાણ કારણ બને જ છે. આત્માનું માનસપ્રત્યક્ષ આપણને પણ થાય છે. (અમસ્મિ, અહં મુવી) તો તે પ્રત્યક્ષ કાર્યમાં તેનું પરમ મહરિમાણ કારણ બની જાય છે, કેમકે નિયમ છે કે વસ્તુના પ્રત્યક્ષમાં તે વસ્તુનું મહત્ત્પરિમાણ એ કારણ છે.
અહીં વર્ધમાનાચાર્યનું મન્તવ્ય વિરુદ્ધમાં પડે છે. તેમનું કહેવું એ છે કે ઉદયનાચાર્યે જે કહ્યું છે કે પરમ મહત્ પરિમાણ કોઈનું કારણ ન બને તે ‘આત્માદિ બધા યના પરમ મહત્પરિમાણ કોઈના કારણ નથી' એ જ હેતુથી કહ્યું છે, પછી આત્માના પરમ મહત્પરિમાણને એમાંથી બાદ કેમ કરાય ?
આના ઉત્તરમાં મુક્તાવલીકાર કહે છે કે નહિ, વર્ધમાનાચાર્યની તે વાત બરાબર નથી, કેમકે ઉદયનાચાર્યને જે વાત સંમત છે તે જ અમે કહી છે. ઉદયનાચાર્યે ત્યાં કહ્યું જ છે જ્ઞાનાતિરિક્ત કાર્યો પ્રત્યે પરમમહત્પરિમાણાદિ કારણ નથી. આનો અર્થ એ જ થયો કે આત્માના માનસજ્ઞાન(પ્રત્યક્ષ)માં તો એનું પરમમહત્પરિમાણ જરૂર કારણ બની શકે છે. એટલે હવે કાળ, દિશા વગેરેના જ પરમમહત્પરિમાણ અકારણ છે પણ આત્માના પરમમહરિમાણની અકારણતા છે નહિ.
પ્રાચીનો તો જ્ઞાયમાન સામાન્યને અલૌકિક પ્રત્યક્ષમાં અને જ્ઞાયમાન લિંગ (હેતુ)ને અનુમિતિમાં કારણ માને છે. આવું નવ્યો માનતા નથી. તેમના મતે તો સામાન્યનું જ્ઞાન અને લિંગનું જ્ઞાન જ અલૌકિક પ્રત્યક્ષમાં કે અનુમિતિમાં હેતુ છે. એમના અભિપ્રાયને કબૂલ કરીને જ આ સાધર્મ કહેવામાં આવ્યું કે પારિમાંડલ્યાદિથી ભિન્ન પદાર્થોનું કારણત્વ એ સાધર્મ છે. (અર્થાત્ પારિમાંડલ્યાદિમાં અકારણત્વ છે.) कारिकावली : अन्यथासिद्धिशून्यस्य नियता पूर्ववर्तिता ।
कारणत्वं भवेत्तस्य त्रैविध्यं परिकीर्तितम् ॥१६॥ समवायिकारणत्वं ज्ञेयमथाप्यसमवायिहेतुत्वम् । एवं न्यायनयज्ञैस्तृतीयमुक्तं निमित्तहेतुत्वम् ॥१७॥
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૭ (૦૬)