________________
Costos castwestscostostoestes osastostatsastustustood whebastosowscascosto
મુક્તાવલી : નૈયાયિક : ના, તમસ એ તેજ-અભાવ છે અને તેજ-અભાવથી કામ | પતી જાય તો તેને જુદું દ્રવ્ય માનવાની શી જરૂર ?
પૂર્વપક્ષ : જો તમસ એ તેજ-અભાવ હોય તો શું અભાવમાં નીલરૂપ રહે ?
ઉત્તર : અભાવમાં નીલાદિ રૂપ રહે નહિ, પરંતુ અંધકારમાં જે નીલરૂપ જણાય | છે તે વાસ્તવિક છે જ નહિ પણ ભ્રમ છે. તેવી જ રીતે તેમાં ચલનક્રિયા પણ છે જ| | નહિ, પરંતુ ઉપચાર જ થાય છે. | પૂર્વપક્ષ ઃ તમસ એ તેજ-અભાવ કહો તો તેવી જ રીતે તેને બદલે તેને તમ| | અભાવ કેમ ન કહેવાય ? આ બેમાંથી શું માનવું તેનો કોઈ વિનિગમક છે? જો ના, | તો તમને દસમું દ્રવ્ય જ માનવું જોઈએ.
નૈયાયિક ઃ જો તેજને તમસ-અભાવરૂપ માનીએ તો તેજમાં જે ભાસ્વરશુલ રૂપ | અને ઉષ્ણ સ્પર્શ છે તે તમસ-અભાવરૂપ એ તેજમાં શી રીતે સંભવે ? કેમકે અભાવાત્મક કે | પદાર્થોમાં ભાસ્વરશુક્લ રૂપ કે ઉષ્ણસ્પર્ધાદિ ગુણ રહી શકે નહિ. એટલે તેજસને તો દ્રવ્યાત્મક માનવું આવશ્યક જ છે.
વળી તમને તેજના અભાવરૂપ ન માનીએ અને દસમું અતિરિક્ત દ્રવ્ય માનીએ તો તમસ દ્રવ્યના અનંતા અવયવો, તેના અનન્ત પ્રાગભાવ, (આલોકસંયોગ થતાં) અનંતા ધ્વંસ વગેરે માનવા પડે. તેમાં મહાગૌરવ છે. માટે તમને તેજ-અભાવરૂપ જ માનવું જોઈએ.
પૂર્વપક્ષ : ભલે તમન્સ એ તેજ-અભાવરૂપ હોય, પણ સુવર્ણને તો નવ દ્રવ્યથી અતિરિક્ત દશમા દ્રવ્ય તરીકે માનવું જોઈએ ને ?
નૈયિકઃ સુવર્ણ એક પ્રકારનું તેજ દ્રવ્ય છે તે વાત મુક્તાવલીમાં આગળ કહેવામાં આવશે.
TET
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૪૫) ESSES