________________
************
નિમિત્તકારણ
નિમિત્તકારણ
૧૦ સમવાયના પ્રત્યક્ષમાં
સમવાય
૧૧ અભાવના પ્રત્યક્ષમાં
અભાવ
કોઈપણ વિષયનું પ્રત્યક્ષ કરવું હોય તો તેમાં તે વિષય નિમિત્તકા૨ણ બને છે. એ જ રીતે કોઈપણ દ્રવ્યાદિનો ધ્વંસ થાય તો તે ધ્વંસ પ્રત્યે તે દ્રવ્યાદિ પ્રતિયોગીઓ કારણ બને, કેમકે દ્રવ્યાદિ વિના દ્રવ્યાદિનો ધ્વંસ થઈ શકે જ નહિ. ધ્વંસં પ્રતિ પ્રતિયોનિઃ कारणत्वम् । घटध्वंसं प्रति घटः कारणम् । कर्मध्वंसं प्रति कर्म कारणम् । नीलरूपध्वंसं प्रति नीलरूपं कारणम् ।
આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે દ્રવ્યાદિ સાતેય પદાર્થો વિષયરૂપે નિમિત્તકારણ બની શકે છે. કેટલાક ધ્વંસ પ્રત્યે નિમિત્તકારણ બની શકે છે. (ઘટધ્વંસ પ્રત્યે ઘટ) કેટલાક વળી અસમવાયિકારણ પણ બની શકે છે. (પટ પ્રત્યે તન્દુસંયોગ) પણ સમવાયિકારણ તો માત્ર પૃથ્યાદિ નવ દ્રવ્યો જ બની શકે છે, અર્થાત્ દ્રવ્ય સિવાયના બાકીના ગુણાદિ છ પદાર્થો કોઈપણ કાર્યનું સમવાયિકારણ તો ન જ બની શકે, અર્થાત્ સમવાયસંબંધથી ગુણાદિમાં કોઈ કાર્ય ઉત્પન્ન થઈ શકે જ નહિ. જો સમવાય સંબંધથી કોઈ કાર્ય ક્યાંક થાય તો તે દ્રવ્યમાં જ થાય. માટે પૃથ્યાદિ નવ દ્રવ્ય જ કાર્યનું સમવાયિકારણ બની શકે.
ઘટરૂપાદિ ઘટદ્રવ્યમાં સમવાયસંબંધથી ઉત્પન્ન થાય છે માટે પૃથ્વીરૂપી ઘટદ્રવ્ય એ ઘટરૂપાદિનું સમવાયિકારણ કહેવાય. એ રીતે જલાદિ પણ પોતાના રૂપાદિનું સમવાયિકારણ બને છે. આકાશમાં પણ સમવાયસંબંધથી શબ્દ ઉત્પન્ન થાય છે માટે શબ્દનું સમવાયિકારણ આકાશ દ્રવ્ય બને. તેમ કાળ, દિશા સંયોગાદિનું સમવાયિકારણ બને, કેમકે કાળ, દિશામાં પણ સંયોગાદિ ગુણો સમવાયસંબંધથી ઉત્પન્ન થાય છે. આત્મામાં સુખાદિ સમવાયસંબંધથી ઉત્પન્ન થાય છે માટે આત્મા પણ સુખાદિનું સમવાયિકારણ બને અને મનમાં પણ સંયોગાદિ ગુણો સમવાયસંબંધથી ઉત્પન્ન થાય છે માટે મન એ સંયોગાદિનું સમવાયિકારણ બને. આમ નવેય દ્રવ્યો સમવાયિકારણ બને છે માટે નવેયમાં સમવાયિકારણતા રહી.
અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યાદિ સાતેય પદાર્થમાં સમવાયિકારણતા ન રહી અને દ્રવ્યરૂપ એક પદાર્થના પૃથ્યાદિ નવેય વિભાગમાં સમવાયિકારણતા રહી તેનું શું કારણ? પૃથ્યાદિ નવમાં એવી કોઈ સમાનતા હોવી જોઈએ જેથી તે પૃથ્યાદિ નવેયમાં સમવાયિકારણતા આવી, અર્થાત્ પૃથ્યાદિ નવેયમાં બધે રહેનારો અને તેની બહાર ગુણાદિમાં ક્યાંય નહિ રહેનારો એવો કોઈ સમવાયિકારણતાનો અવચ્છેદક ધર્મ હોવો ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૦ (૩૮)