________________
**************************
ત્યાં જ ભૂતને ઘટો નાસ્તિ એવી અત્યન્નાભાવની પણ પ્રતીતિ થાય છે. એની સામે અમે કહીશું કે તેવા સ્થાને ભૂતને ઘટો નાસ્તિ એવી જે પ્રતીતિ થાય છે તે વસ્તુતઃ ધ્વંસની જ પ્રતીતિ છે, અત્યન્તાભાવની નહિ.
ઉત્તર : જો એમ જ હોય તો ભૂતલ ઉપર બે ઘટ પડ્યા છે ત્યાં એક ઘટનો ધ્વંસ થાય ત્યારે જેમ ભૂતને ઘટો ધ્વસ્ત: એમ બોલાય છે તેમ ભૂતને પટો નાસ્તિ એમ બોલવાની પણ આપત્તિ આવશે, કેમકે ધ્વંસની પ્રતીતિને જ તમે અત્યંતાભાવની પ્રતીતિ કહો છો, અર્થાત્ ભૂતને પટો ધ્વસ્ત: - ભૂતને ઘટો નાસ્તિ થાય. પણ આમ તો બનતું નથી, કેમકે ભૂતલ ઉ૫૨ હજી એક ઘટ પડ્યો છે માટે ત્યાં ભૂતને ઘટો નાસ્તિ કહી શકાય નહિ.
તે
એથી હવે સાબિત થયું કે : (૧) ધ્વંસ અને અત્યંતાભાવની પ્રતીતિ જુદી છે. (૨) જ્યાં ધ્વંસની પ્રતીતિ થાય ત્યાં અત્યંતાભાવની જુદી પ્રતીતિ થઈ શકે છે. (૩) તેથી જે આત્મામાં વિઘ્નધ્વંસ થયો તે આત્મામાં વિઘ્નાત્યન્નાભાવ પણ કહી શકાય છે.
આ વિઘ્નાત્યન્નાભાવ યત્કિંચિત્સંબંધાવચ્છિન્ન છે માટે તેને લઈને સમાપ્તિ અને
વિઘ્નસંસર્ગાભાવનો કાર્ય-કારણભાવ સ્થિર થશે. એટલે સમાપ્તિ પ્રત્યે વિઘ્નસંસર્ગભાવને જે કારણ કહ્યું ત્યાં ‘વિઘ્નસંસર્ગાભાવ’ પદથી ધ્વંસ અને પ્રાગભાવરૂપ બે ય સંસર્ગભાવ ન લેવા, પરંતુ સંસર્ગ(સંબન્ધ)અવચ્છિન્ન અભાવ= અત્યન્તાભાવ લેવો, અર્થાત્ સમાપ્તિ પ્રત્યે સમવાયસંબન્ધાવચ્છિન્ન- પ્રતિયોગિતાક વિઘ્નાત્યન્નાભાવરૂપ સંસર્ગભાવ કારણ છે.
मुक्तावली : इत्थं च नास्तिकादीनां ग्रन्थेषु जन्मान्तरीयमङ्गलजन्यदुरितध्वंसः स्वतःसिद्धविघ्नात्यन्ताभावो वाऽस्तीति न व्यभिचार इत्याहुः ।
મુક્તાવલી : હવે જે નાસ્તિકના ગ્રન્થોને લઈને વ્યતિરેકવ્યભિચાર દોષ આવતો હતો તે નહિ આવે, કેમકે તેઓએ જન્માંતરમાં જે મંગલ કર્યું હતું તેનાથી વિઘ્નનો ધ્વંસ થયો તેવી કલ્પના કરી શકાય છે અથવા તો આ કલ્પનાથી સર્યું, કેમકે અહીં મંગલની તથા વિઘ્નોના ધ્વંસની કલ્પના કરવી પડે છે કે જે ગૌરવગ્રસ્ત છે. એના કરતાં નાયવાત્ એમ કહી શકાય કે નાસ્તિકના ગ્રન્થમાં વિઘ્નનો અત્યંતાભાવ હતો, અર્થાત્ વિઘ્નો જ ન હતા, અને તેથી ત્યાં વિઘ્નાત્યન્નાભાવાત્મક સંસર્ગભાવ હાજર હોવાથી જ સમાપ્તિકાર્ય થયેલ છે, માટે વ્યભિચાર દોષ ન આવે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ (૨૨)