________________
koostacoubadoras
cosastos costoso
wowowowowowscom
હવે આ અનુપલબ્ધિ શું છે ? અને શા માટે તેને નૈયાયિકો અભાવપ્રત્યક્ષ પ્રત્યે . સહકારિકરણ તરીકે માને છે ? તે પંક્તિપૂર્વક વિચારીએ.
“ભૂતલ ઉપર ઘટ છે” એવું જ્ઞાન જ્યાં સુધી રહે ત્યાં સુધી ભૂતલ ઉપર ઘટાભાવનું પ્રત્યક્ષ ચક્ષુરિન્દ્રિયથી થઈ શકતું નથી. એટલે અભાવપ્રત્યક્ષમાં જો માત્ર ચક્ષુરિન્દ્રિય કારણ હોત તો ભૂતલઘટનું જ્ઞાન હોવા છતાં ભૂતલ ઉપર ઘટાભાવનું પ્રત્યક્ષ થઈ જાત. પણ તેમ નથી, કેમકે ઈન્દ્રિય અને તેના ભૂતલ સાથેના સંબંધ માત્રથી ઘટાભાવનું પ્રત્યક્ષ થતું નથી એ બતાવી આપે છે કે ઘટાભાવનું પ્રત્યક્ષ થવામાં હજી કોઈ સામગ્રી ખૂટે | | છે. તે સામગ્રી છે; ઘટાનુપલબ્ધિ. તે આ રીતે
“ભૂતલ ઉપર ઘટ છે” એવું જ્ઞાન હોય તો ભૂતલ ઉપર ઘટાભાવનું પ્રત્યક્ષ થતું | નથી, માટે માનવું જોઈએ કે મનમાં ઘટજ્ઞાનાભાવ હોય તો જ ઘટાભાવનું પ્રત્યક્ષ થાય. | ઘટજ્ઞાનાભાવ એટલે ઘટના ઉપલંભ(જ્ઞાન)નો અભાવ, એટલે ઘટાનુપલબ્ધિ.
જે વ્યક્તિને ભૂતલ ઉપર ઘટજ્ઞાનાભાવ=ઘટાનુપલબ્ધિ =ઘટોપલંભાભાવ હોય તેને અવશ્ય ભૂતલ ઉપર ઘટાભાવનું પ્રત્યક્ષ થાય. આ ઉપરથી સાબિત થયું કે ઘટાભાવના પ્રત્યક્ષમાં ઘટોપલંભાભાવ=ઘટાનુપલબ્ધિ એ સહકારિકારણ છે.
અહીં આપણે એ વાતને બરોબર ખ્યાલમાં લઈ લઈએ કે જે કાર્ય છે તે ઘટાભાવના પ્રત્યક્ષરૂપ છે અને જે કારણ છે તે ઘટના ઉપલંભના અભાવરૂપ છે, એટલે કે કાર્યગત ઘટાભાવનો પ્રતિયોગી ઘટ છે અને કારણરૂપ અભાવનો પ્રતિયોગી ઉપલંભ છે.
ઘટાભાવ-પ્રત્યક્ષ = ઘટપ્રતિયોગિક અભાવ પ્રત્યક્ષ = કાર્ય. ઘટોપલંભાભાવ = ઘટોપલંભપ્રતિયોગિક અભાવ = કારણ.
આમ પહેલા અભાવનો પ્રતિયોગી ઘટ છે, જયારે બીજા કારણભૂત અભાવનો પ્રતિયોગી ઘટોપલંભ છે.
અભાવના પ્રત્યક્ષમાં અભાવ કારણ છે. ઘટાભાવ
ઘટોપલંભાભાવ પ્રતિયોગી = ઘટ પ્રતિયોગી = ઘટોપલંભ. હવે આપણે આગળ ચાલીએ.
આપણે એ વાત નક્કી કરી કે જેના જ્ઞાનનો અભાવ હોય તેના અભાવનું પ્રત્યક્ષ થઈ શકે. ભૂતલ ઉપર જો ઘટજ્ઞાનનો અભાવ ઘટાનુપલબ્ધિ) હોય તો ભૂતલ ઉપર ઘટાભાવનું પ્રત્યક્ષ થઈ શકે. જો ભૂતલ ઉપર ઘટનું જ્ઞાન હોત (ભૂતલ ઉપર ઘટ છે | | ઇત્યાકારક.) તો ભૂતલ ઉપર ઘટાભાવનું પ્રત્યક્ષ ન થાત.
cottsdထtttttttttttttttttttttttttttttttton
来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
YYYYષ ચાચસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૫૫)
E
q 'દીકરી