________________
hoorstwachochotroscoobscuchadowboobwowotwcbcbcbcbcbcbcbcwcoon
मुक्तावली : उद्भूतरूपमिति । ग्रीष्मोष्मादावनुद्भूतरूपमिति न तत्प्रत्यक्षम् । तद्वन्ति उद्भूतरूपवन्ति । योग्येति । पृथक्त्वादिकमपि योग्यव्यक्तिवृत्तितया बोध्यम् । तादृशः योग्यव्यक्तिवृत्तिरित्यर्थः । चक्षुर्योग्यत्वमेव कथं तदाह - गृह्णातीति । आलोकसंयोग उद्भूतरूपं च चाक्षुषप्रत्यक्षे कारणम् ।
મુક્તાવલી : (૪) ચક્ષુરિન્દ્રિય : વિષય : (૧) ઉદ્ભત રૂપ, રૂપવ, રૂપાભાવ, Jરૂપસ્વાભાવ (૨) ઉદ્ભૂત રૂપવાળા દ્રવ્યો (પૃથ્વી, જલ, તેજ) (૩) પૃથકૃત્વ, સંખ્યા, વિભાગ, સંયોગ, પરત્વ, અપરત્વ, સ્નેહ, દ્રવત્વ, પરિમાણ, ક્રિયા, સમવાય તથા આ બધામાં રહેતી પૃથફલ્વાદિ જાતિઓ, પૃથકતાદિના અભાવ.
આ બધાનું ચક્ષુરિન્દ્રિયથી ત્યારે જ પ્રત્યક્ષ થાય જ્યારે એ બધા એવા અધિકરણમાં રહેતા હોય કે જે અધિકરણનું ચક્ષુથી પ્રત્યક્ષ થઈ શકતું હોય. ઘટાદિમાં આ બધા હોય તો જરૂર એમનું પ્રત્યક્ષ થાય, કેમકે ઘટસ્વરૂપ અધિકરણનું ચાક્ષુષ પ્રત્યક્ષ થઈ શકે છે. પણ પરમાણમાં રહેલા પૃથકુવાદિનું પ્રત્યક્ષ ન થાય, કેમકે ચક્ષુથી પરમાણુનું પ્રત્યક્ષ | થઈ શકતું નથી. ટૂંકમાં, યોગ્ય (ચ પ્રત્યક્ષ યોગ્ય)માં વૃત્તિ એવા પૃથક્વાદિનું ચક્ષુથી પ્રત્યક્ષ થાય.
પ્રશ્ન ઃ ઘટ એ યોગ્ય વ્યક્તિ હોવા છતાં અંધકારમાં ઘટમાં રહેલા રૂપાદિનું ચક્ષુથી | ક્યાં પ્રત્યક્ષ થાય છે ? તમે તો કહો છો કે યોગ્યમાં રહેલા રૂપાદિનું ચક્ષુથી પ્રત્યક્ષ થાય ?
ઉત્તર : તો એટલું ઉમેરો કે વ્યક્તિ યોગ્ય હોય અને જેનું પ્રત્યક્ષ કરવું હોય ત્યાં | આલોકસંયોગ હોય તો જ તેનું ચક્ષુથી પ્રત્યક્ષ થાય.
પ્રશ્ન : સારું, તો ગ્રીષ્મોખાનું તથા તેના પૃથફત્વાદિનું ચક્ષુથી પ્રત્યક્ષ કેમ થતું નથી ? ત્યાં આલોકસંયોગ તો છે જ.
ઉત્તર : તો વળી એટલું ઉમેરો કે જેનું ચક્ષુથી પ્રત્યક્ષ કરવું હોય ત્યાં આલોકસંયોગ અને ઉદ્ભૂતરૂપ બે ય હોવા જોઈએ. ગ્રીખોખામાં ઉદ્ભૂતરૂપ નથી માટે તેનું ચાલુષ પ્રત્યક્ષ ન થાય.
આમ હવે એ નિયમ થયો કે ચક્ષુથી તેનું જ પ્રત્યક્ષ થઈ શકે જે વસ્તુ : (૧) યોગ્ય (ઘટ) હોય અથવા યોગ્યવૃત્તિ (પૃથફત્વાદિ) હોય. (૨) સાક્ષાત કે પરંપરા સંબંધથી આલોકસંયોગવાળી હોય અને
ન્યાચસિદ્ધાન્તસુક્તાવલી ભાગ-૧૦ (૨૨)