________________
પ્રત્યક્ષ-નિરૂપણ
कारिकावली : घ्राणजादिप्रभेदेन प्रत्यक्षं षड्विधं मतम् ॥५२॥
मुक्तावली : जन्यप्रत्यक्षं विभजते- घ्राणजादीति । घ्राणजं रासनं चाक्षुषं स्पार्शनं श्रोत्रं मानसमिति षड्विधं प्रत्यक्षम् । न चेश्वरप्रत्यक्षस्याविभजनान्यूनत्वं, जन्यप्रत्यक्षस्यैव निरूपणीयत्वादुक्तसूत्रानुसारात् ॥
મુક્તાવલી : હવે મુક્તાવલીકાર પ્રત્યક્ષનિરૂપણ વિસ્તારથી કરે છે. પ્રત્યક્ષ બે જાતના છે : (૧) લૌકિકસંનિકર્ષજન્ય, (૨) અલૌકિકસંનિકર્ષજન્ય. લૌકિકસંનિકર્ષજન્ય પ્રત્યક્ષ ઘ્રાણજાદિ ભેદથી છ પ્રકારનું છે, જયા૨ે અલૌકિકસંનિકર્ષજન્ય પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું છે.
લૌકિકસંનિકર્ષજન્ય ષવિધ પ્રત્યક્ષ :
૧. ઘ્રાણેન્દ્રિયથી થતું પ્રત્યક્ષ ઘ્રાણજ પ્રત્યક્ષ કહેવાય. ૨. રસનેન્દ્રિયથી થતું પ્રત્યક્ષ રાસન પ્રત્યક્ષ કહેવાય. ૩. ચક્ષુરિન્દ્રિયથી થતું પ્રત્યક્ષ ચાક્ષુષ પ્રત્યક્ષ કહેવાય. ૪. સ્પર્શેન્દ્રિયથી થતું પ્રત્યક્ષ સ્પાર્શન પ્રત્યક્ષ કહેવાય.
૫. શ્રોત્રેન્દ્રિયથી થતું પ્રત્યક્ષ શ્રૌત્ર પ્રત્યક્ષ કહેવાય.
૬. મન ઇન્દ્રિયથી થતું પ્રત્યક્ષ માનસ પ્રત્યક્ષ કહેવાય.
પ્રશ્ન : આ ૬ પ્રકારના જ પ્રત્યક્ષ કેમ કહ્યા ? ઈશ્વરનું નિત્ય પ્રમાત્મક પ્રત્યક્ષ આ ૬માં ક્યાંય સમાય નહિ, એટલે તેને સાતમા પ્રકારનું પ્રત્યક્ષ કહેવું જોઈએ ને ?
:
ઉત્તર ઃ અહીં અનિત્ય પ્રત્યક્ષ જ અમારૂં લક્ષ્ય છે. એટલે અનિત્ય પ્રત્યક્ષનું જ અમે વિભાજન કર્યું છે. માટે અમારા આ નિરૂપણમાં કશી ન્યૂનતા નથી. ગૌતમીય પ્રત્યક્ષસૂત્રમાં પણ જન્ય પ્રત્યક્ષને જ લક્ષ્ય કરવામાં આવ્યું છે એ વાત પૂર્વે કહેવાઈ ગઈ છે.
कारिकावली : घ्राणस्य गोचरो गन्धो गन्धत्वादिरपि स्मृतः ।
तथा रसो रसज्ञायाः तथा शब्दोऽपि च श्रुतेः ॥ ५३ ॥ મુક્તાવલી : ગોવર કૃતિ | ગ્રાહ્ય કૃત્યર્થ:। વ્યવાદ્વિિિત। આવિપવાત્
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૨૨)