________________
heest
w
oodcastw
o wscascostos estos custos estos casos concurs customers to
૨
જ
બાલ્યકાલીન અનુભવોનું સ્મરણ સ્થવિરાદિ કાળમાં થાય જ છે. એટલે માનવું જ પડે કે શરીર એ જ આત્મા નથી કિન્તુ તદતિરિક્ત શરીરાન્તર્ગત આત્મા છે. તે તે અનુભવોથી જન્ય સંસ્કારોનો આશ્રય છે. मुक्तावली : न च पूर्वशरीरोत्पन्नसंस्कारेण द्वितीयशरीरे संस्कार उत्पाद्यत इति वाच्यम्, अनन्तसंस्कारकल्पने गौरवात् । एवं शरीरस्य चैतन्ये बालकस्य | स्तन्यपाने प्रवृत्तिर्न स्यात्, इष्टसाधनताज्ञानस्य तद्धेतुत्वात् तदानीमिष्ट साधनतास्मारकाभावात् । मन्मते तु जन्मान्तरानुभूतेष्टसाधनत्वस्य तदानीं स्मरणादेव प्रवृत्तिः । न च जन्मान्तरानुभूतमन्यदपि स्मर्यतामिति वाच्यम्, उद्बोधकाभावात् । अत्र त्वनायत्या जीवनादृष्टमेवोद्बोधकं कल्प्यते । इत्थं च संसारस्यानादितया आत्मनोऽनादित्वसिद्धावनादिभावस्य नाशासम्भवा| नित्यत्वं सम्भवतीति बोध्यम् । - મુક્તાવલી : ચાર્વાક : પૂર્વપૂર્વના જે શરીરો નષ્ટ થતાં જાય છે તે ઉત્તરોત્તર ઉત્પન્ન થતાં નવા શરીરમાં પોતાનો સંસ્કાર મૂકતાં જાય છે. એટલે બાલ્ય શરીરાત્મામાં રહેલા સંસ્કારો યુવાદિ શરીરાત્મામાં ઉત્પન્ન થઈ જતાં હોવાથી બાલ્યકાલીન અનુભવોનું યુવાદિ કાળમાં સ્મરણ ઉત્પન્ન થઈ જશે. એટલે હવે શરીરને જ આત્મા માનવો જોઈએ.
નૈયાયિક : આવી રીતે એક એક પૂર્વપૂર્વ શરીરના અનંત સંસ્કારોની ઉત્તરોત્તર ઉત્પન્ન થતાં પ્રત્યેક શરીરમાં ઉત્પત્તિ માનવી અને પૂર્વપૂર્વ શરીરના અનંત સંસ્કારોનો નાશ માનવો એમાં મહાગૌરવ છે. એના કરતાં એક જ સ્થાયી આત્મામાં અનન્ત સંસ્કાર માનવામાં લાઘવ છે.
વળી જો શરીર જ આત્મા હોય તો બાળકની સ્તન્ય પાનમાં જે પ્રવૃત્તિ થાય છે તે હવે નહિ થાય. તે આ રીતે :
બાળક સ્તન્ય પાનમાં પ્રવૃત્તિ કરે છે તેમાં ફર્વ સુથપાન વિષ્ટય નીવની સાથનમ્” એવું સ્મરણાત્મક જ્ઞાન કારણ છે. હવે સ્મરણ તો અનુભવપૂર્વક હોય. બાળકને જન્મતાંની સાથે જ આ સ્મરણ થયું અને સ્તન્યપાનમાં પ્રવૃત્તિ થઈ છે એટલે એ વાત તો નક્કી છે કે આ સ્મરણ પૂર્વે તેણે સ્તન્યપાનનો અનુભવ તો નથી જ કર્યો. હવે જો બાળકને સ્તન્યપાનનો અનુભવ નથી તો પછી તેવા અનુભવ વિના તેનું સ્મરણ
વુિં
ચાયસિદ્ધાન્તમતાવલી ભાગ-૧૦ (૧૭૨