________________
testostustoodstotasovostosovesoxoxstustasoxtasaustaustoestanstesoxsus xsoxsaxstownsous
wedbodstawowowowote
| લીધે છે તેમ તમે પૂર્વે કહી ચૂક્યા છો. વળી સુવર્ણ એ તૈજસ છે એટલે તૈજસનું તો વજન પણ ન જ હોય. છતાં સુવર્ણનું જે ગુરૂત્વ જણાય છે તે પણ તેમાં મિશ્રિત થયેલા પાર્થિવાંશનું જ ગુરૂત્વ માનવું રહ્યું. હવે જયારે સુવર્ણને અત્યન્તાનલસંયોગ આપવામાં આવે છે ત્યારે જેમ સુવર્ણ દ્રવિત થાય છે તેમ તેમાં મિશ્રિત રહેલા પીતિમા અને | ગુરૂત્વના આશ્રયભૂત પાર્થિવાંશ પણ દ્રવિત થાય જ છે. અને તે પાર્થિવાંશનું દ્રવત્વનું | ઉચ્છિન્ન થઈ જતું નથી. આમ અત્યનારત્નસંયોડનુંછિદ્યાનગચવત્વ રૂપ હેતુ તે | પાર્થિવાંશમાં ગયો અને ત્યાં તૈજસત્વ તો નથી. આમ હેતુ વ્યભિચારી બન્યો.
ઉત્તર : ના, પાર્થિવાંશોનું અગ્નિસંયોગથી દ્રવણ થાય છે એ વાત જ ખોટી છે, અર્થાત્ સુવર્ણગત પાર્થિવાંશ તો પીગળતા જ નથી. જેમ પાણીમાં સહીની ભૂકી નાંખવામાં આવે તો તે ભૂકી પાણીમાં ગમે તેટલું ઉકળે છતાં પીગળતી નથી તેમ સુવર્ણગત પાર્થિવોશનું પણ સમજી લેવું. | मुक्तावली : अपरे तु पीतिमाश्रयस्यात्यन्ताग्निसंयोगेऽपि पूर्वरूपापरावृत्ति| दर्शनात्तत्प्रतिबन्धकं विजातीयद्रवद्रव्यं कल्प्यते । तथाहि-अत्यन्ताग्निसंयोगी पीतिमगुरुत्वाश्रयः विजातीयरूपप्रतिबन्धकद्रवद्रव्यसंयुक्तः, अत्यन्ताग्निसंयोगे सत्यपि पूर्वरूपविजातीयरूपानधिकरणत्वात्, जलमध्यस्थपीतपटवत्। | तस्य च पृथिवीजलभिन्नस्य तेजस्त्वनियमात् ।।
મુક્તાવલી : પ્રકારાન્તરણ સુવર્ણની તેજસ્વ-સિદ્ધિઃ સુવર્ણમાં જે પાર્થિવાંશ છે તેનું ! પીળું રૂપ પરાવર્તન પામતું નથી. સામાન્ય રીતે તો ઘટાદિને અગ્નિસંયોગ આપતાં તેનું શ્યામ રૂપ નષ્ટ થઈને રક્ત રૂપ ઉત્પન્ન થાય છે, પણ સુવર્ણને અગ્નિસંયોગ આપવા સાથે તેમાં રહેલા પીતિમાના આશ્રયભૂત પાર્થિવ દ્રવ્યોને પણ અગ્નિસંયોગ થઈ જાય છે છતાં તેમનું રૂપ પરાવર્તન પામતું નથી એ હકીકત છે. એટલે હવે અહીં કોઈ | વિજાતીય દ્રવદ્રવ્ય હોવું જોઈએ કે જે પાર્થિવાંશનું રૂપ પરાવર્તન થવામાં પ્રતિબંધક બને છે. અહીં અનુમાન આવું થાય :
अत्यन्ताग्निसंयोगे पीतिमगुरुत्वाश्रयः विजातीयरूपप्रतिबन्धकद्रवद्रव्यसंयुक्तः, | अत्यन्ताग्निसंयोगेऽपि पूर्वरूपविजातीयरूपानधिकरणत्वात्, जलमध्यस्थपीतपटवत् ।
જેમ જલની વચ્ચે રહેલો પીળો પટ અત્યન્ત અગ્નિસંયોગ આપવા છતાં પૂર્વરૂપ
-
ચાચસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૧૦ (૧૫૧