________________
| ટીકા વગેરે ગ્રંથો રચાયા છે. આ બધા ય ગ્રથો પ્રાચીન ન્યાયના કહેવાય છે.
મધ્યન્યાય : પ્રાચીન ન્યાય અને નવ્ય ન્યાયની રચનાકાળની વચ્ચેના કાળમાં ખાસ | કરીને જૈન અને બૌદ્ધ દાર્શનિકોએ જે ન્યાયગ્રન્થોની રચના કરી તે મધ્યન્યાય કહેવાય છે, જેમાં મુખ્યત્વે જૈનોમાં સિદ્ધસેનદિવાકરસૂરિ તથા બૌદ્ધોમાં આચાર્ય દિનાગ એ બે | મધ્યન્યાયના પ્રવર્તક કહેવાય છે. - નવ્ય ન્યાય : બૌદ્ધધર્મના પતન પછી બારમી સદીમાં રચાયેલા ન્યાયગ્રન્થો નબન્યાયના કહેવાય છે જેના આદ્યપ્રણેતા ગંગેશ ઉપાધ્યાય છે. આ ન્યાયમાં જ માત્ર અવચ્છેદક ની ભાષા જોવા મળે છે. પૂર્વે કહ્યા મુજબ અહીં સૂત્ર આદિનું અવલંબન લેવામાં આવ્યું નથી.
નવ્ય ન્યાયના ગ્રન્થોમાં મુખ્ય ગ્રન્થ ગંગેશ ઉપાધ્યાય રચિત તત્ત્વચિંતામણિ ગણાય ઠા છે, જેના ઉપર વર્ધમાન ઉપાધ્યાયની તત્ત્વચિંતામણી પ્રકાશ ટીકા, રઘુનાથ શિરોમણિની |
દીધિતિ, જગદીશની જાગદીશી, ગદાધરની ગાદાધરી વગેરે ટીકા-પ્રટીકાઓ રચાયેલી મળે છે.
તાત્પર્ય એ છે કે જેમાં પ્રમેય એવા આત્મારૂપ સાધ્યને અનુલક્ષીને સૂત્રાદિની રચનાપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તેને સાધ્યપ્રતિપાદક પ્રાચીન ન્યાય કહેવાય અને જેમાં પ્રમાણ આદિ સોળ પદાર્થરૂપ સાધનને અનુલક્ષીને સૂત્રાદિની ઉપેક્ષા કરવાપૂર્વક સ્વતંત્ર શૈલીએ પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તે શાસ્ત્ર નવ્ય ન્યાય કહેવાય.
આ હિસાબે પ્રસ્તુત મુક્તાવલી ગ્રન્થ કે જે વિશ્વનાથ પંચાનનકૃત છે તે નબન્યાય કહેવાય, કેમકે અહીં સૂત્રાદિ ક્રમની ઉપેક્ષા છે તેમજ પ્રમાણ આદિ સાધનોની પ્રધાનતા છે. ન્યાય અને વૈશેષિક દર્શન-એ બેમાં ઘણી સમાનતા હોવાથી એમને સમાનતંત્ર કહેવામાં આવે છે. એથી જ ન્યાયગ્રન્થમાં વૈશેષિક દર્શનની માન્યતાઓનો પણ પ્રધાનપણે નિર્દેશ જોવામાં આવે છે. ન્યાયદષ્ટિએ પ્રમાણાદિ સોળ પદાર્થો છે, જ્યારે વૈશેષિક દૃષ્ટિએ દ્રવ્યાદિ છ પદાર્થો છે. ન્યાયના પ્રધાન ગ્રન્થોમાં પ્રમાણ આદિ સોળ પદાર્થોનું પ્રતિપાદન મુખ્ય હોય છે, જ્યારે વૈશેષિકપ્રધાન ન્યાયગ્રન્થોમાં દ્રવ્યાદિ છ પદાર્થોનું પ્રતિપાદન મુખ્ય હોય છે. આ હિસાબે પ્રસ્તુત મુક્તાવલી વૈશેષિકપ્રધાન ન્યાયગ્રન્થ કહેવાય, કેમકે તેમાં દ્રવ્યાદિ છ પદાર્થોનું પ્રતિપાદન મુખ્ય છે.
વિશ્વનાથ પંચાનને કારિકાવલી નામનો ૧૬૮ શ્લોકનો ગ્રન્થ રચ્યો છે. તેની ઉપર
છે 999 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ ગીરી ગયા