________________
त्वेकस्मिन्नपि धर्मिणि पाकवशेन नानारूपसंभवात् । न च यत्र नानारूपं नोत्पन्नं तत्राव्याप्तिरिति वाच्यम्, रूपद्वयववृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात् रूपनाशववृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वस्य वा वाच्यत्वात् । वैशेषिकनये पृथिवीपरमाणौ रूपनाशस्य रूपान्तरस्य च सत्त्वात्, न्यायनये घटादावपि तत्सत्त्वाल्लक्षणसमन्वयः ।
મુક્તાવલી : (૧) પૃથ્વીનું રૂપ: હવે મુક્તાવલીકાર પૃથ્વીના રૂપનો વિચાર કરે છે.
પૃથ્વીમાં શુકલ-નીલાદિ રૂપ છે માટે નાનાવિન્દ્ર પૃથ્વીત્વમ્ એ પૃથ્વીનું લક્ષણ થાય.
પ્રશ્ન : જલાદિમાં પણ અનેક જાતના શુક્લરૂપ હોય છે, તો પછી અનેકરૂપવત્ત્વ (નાનારુપવ7) પૃથ્વીનું લક્ષણ જલાદિમાં અતિવ્યાપ્ત થશે ને ?
ઉત્તર : ના, જલાદિમાં જે અનેક શુક્લરૂપ છે તે એક જ ધર્મીમાં નથી પણ જુદા જુદા જલાદિ ધર્મીમાં છે, જયારે પૃથ્વીમાં જે અનેકરૂપવત્ત્વ છે તે તો એક જ ધર્મીમાં (ઘટમાં) પશિવશાત્ મળે છે તેમ કહ્યું છે. એક જ ઘટમાં રક્ત, શ્યામાદિ અનેક રૂપ જોવા મળે છે. આવું એકધર્મિક અનેકરૂપવત્ત્વ તો પૃથ્વીમાં જ છે, જલાદિમાં નહિ. જલાદિમાં તો અનેકધર્મિક અનેકરૂપવત્ત્વ છે, માટે અતિવ્યાપ્તિ નહિ આવે.
આથી જ મુક્તાવલીકારે નાનાજાતીય (શુક્લ-નીલાદિ નાનાજાતીય) રૂપ પૃથ્વીમાં કહ્યું છે. જલમાં તો એક શુક્લ જાતીય જ અનેક શુક્લરૂપ છે.
પ્રશ્ન : જે ઘટાદિ પૃથ્વીમાં નાનારૂપ ઉત્પન્ન થયા નથી તે ઘટાદિમાં નાનારૂપવત્ત્વ લક્ષણ અવ્યાપ્ત થશે.
ઉત્તર : રૂપવિવૃત્તિવ્યત્વવ્યાપ્યાતિમત્ત્વમ્ કહીશું. જે રૂપષ્ક્રયવદ્રવૃત્તિ એવી દ્રવ્યત્વવ્યાપ્યજાતિ પૃથ્વીત્વ છે, તે વાળો રૂપષ્ક્રય વિનાનો ઘટ પણ છે જ.
પ્રશ્ન : આ સાધર્મમાં રહેલા (ઘટકીભૂત) “રૂપદ્રયવદ્ પદનો પરિષ્કાર કરવો પડે | તેમ છે, અને તેમ કરતાં આ સાધર્મ ગૌરવગ્રસ્ત થઈ જાય છે. તો ‘રૂપદ્રયવદ્ના નિવેશ | વિનાનું લઘુભૂત સાધર્મ ન થઈ શકે ?
ઉત્તર : જરૂર થઈ શકે. રૂપનાવવૃત્તિવ્યત્વવ્યાવ્યનાતિત્ત્વ પૃથ્વીત્વમ્ કહી | શકાય. પૃથ્વીમાં રૂપનાશ થાય છે.
ન્યાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૧૮) ELECT