________________
પુરુષ કોઇક ઔષધિના ભક્ષણથી પુરુષમાંથી બળદ બન્યો છે અને ઘાસચારો ખાઇને દિન વ્યતીત કરે છે, પણ સંજીવની નામની ઔષધિ ચરતો નથી, તે પુરુષની પત્ની તેને સંજીવની ઔષધિવાળા ક્ષેત્રમાં લઇ જાય છે. ત્યાં અનેક જાતની ઔષધિ ઊગેલી છે. એમાંથી સંજીવની કઇ એની એને ખબર નથી, પણ બીજી બધી ચારિ ચરતાં ચરતાં પેલી સંજીવની પણ એના ચરવામાં આવી જવાથી તે બળદ મટીને પુરુષ બની ગયો.
આ રીતે ભાવનાજ્ઞાની મહાપુરુષો સમજે છે કે - ઉત્તમ પુરુષો સહજ રીતે મોક્ષની અભિલાષાથી ધર્મપ્રવૃત્તિ કરે છે, પરંતુ બાળ અને મધ્યમ જીવો એટલી કક્ષાએ નહિ પહોંચ્યા હોવાથી સાંસારિક વસ્તુના આશયથી પણ ધર્મનો આશરો લે છે. એવા જીવોને જો એમ કહીયે કે “ધર્મ મોક્ષ માટે જ થાય, ને મોક્ષની અપેક્ષાના બદલે આ લોકના પદાર્થની અપેક્ષાથી ધર્મ કરવામાં આવે તો એમાં ભાવ મલિન બને છે; અને મલિન ભાવથી ધર્મ કરાય તો દુર્ગતિ થાય અને ભવના ફેરા વધે” તો આવા ઉપદેશથી એ બાળમધ્યમ જીવો સહેજે ભડકે અને દુર્ગતિથી ભડકીને ધર્મ છોડી દે એવું બને, “ધર્મ કરીએ અને ભવના ફેરા વધે એના કરતા ધર્મ ન કરવો સારો. સાંસારિક વસ્તુની કોઇ જ ઈચ્છા મમતા નહિ હોય ત્યારે ભાવ ચોખા થશે, અને ત્યારે ધર્મ કરીશું બાકી અત્યારે તો ધર્મ કરવામાં જોખમ છે.” - એમ એના મનને થાય એ સંભવિત છે. આમ એ થોડો ઘણો ધર્મ કરતો હોય એ છોડી દે એમ બને. એનું પરિણામ એ આવે કે એ પાછો અર્થ-કામના પુરુષાર્થમાં ગળાબૂડ ડુબ્યો રહેવાનો !
આ ભયસ્થાનને લીધે એ ભાવનાજ્ઞાની મહાત્માઓ સમજે છે કે ‘એવા બાળ-મધ્યમ જીવોને ધર્મના ઉશની શુદ્ધિ પર એકાત્તવાદ જકાર ગર્ભિત વધુ પડતો ભાર મૂકવાને બદલે પ્રારંભમાં ધર્મની પ્રવૃત્તિ પર ભાર મૂકવો અત્યંત જરૂરી છે. કેમકે જો એ ખાસ ધર્મ જ નહિ કરતા હોય તો એમને ઉદેશની શુદ્ધિ ગોખાવાનો શો અર્થ રહેવાનો ? જીવનમાં સારી રીતે ધર્મ કરતો થાય, સર્વત્ર ધર્મને મુખ્ય બનાવે, તો હવે એને ઉદેશની શુદ્ધિ કરવાની ભૂમિકા ગણાય. જીવનમાં જો ધર્મને એવું સ્થાન જ નથી તો એવાને “ધર્મ કરતાં જો મોક્ષ સિવાયનો બીજો આશય રાખશો તો ભવમાં ભટકતા થઇ જશો એવું કહેવાનો શો અર્થ રહે?
એવા ભાષણકારોએ આ શાસનમાં ભારે ગરબડ ઊભી કરી છે એમ આજે ઘણા સુવિહિત આચાર્યોને લાગી રહ્યું છે. જો એ લોકો કોઇ એકાદ પૂર્વાચાર્યની દેશનાને એકાન્ત નહીં પકડતાં, પ્રાચીન અનેક ધર્મશાસ્ત્રોમાં આવતી બધી ધર્મદેશનાઓ સંગૃહીત કરીને એની સાથે પોતાની દેશનાને સરખાવી જોશે તો જરૂર તેમને ઉપર કહેલી વાતની પ્રતીતિ થશે, ખાતરી થશે.
અમારો તો કોઈ પણ બાબતમાં વધારે પડતો બિનજરૂરી અતિઆગ્રહ નથી. ફકત એકાન્તવાદગર્ભિત ભારપૂર્વકના જકારગર્ભિત પ્રતિપાદનોની સામે જ અમારી લાલબત્તી છે. એ આ તકે ફરીથી સ્પષ્ટ કરીએ છીએ. કોઇ લાખો પ્રયત્ન કરે તો પણ અનેકાન્ત-પ્રતિપાદક શ્રી જિનવચન અન્યથા થવાનાં નથી. એક શંકા કરાય છે કે --
પ્ર0 - તો પછી શાસ્ત્ર ઈહલોક પરલોકની આશંસાથી થતા ધર્માનુષ્ઠાનને વિષ-ગરલ અનુષ્ઠાન કેમ કહ્યા?
ઉ0- ભલભલાને આવી શંકા થાય એમાં નવાઈ નથી, વળી વર્ષોથી એની એ વાત એકની એક જ રીતે ઉપર ઉપરથી વાંચી કે સાંભળી હોય એટલે એવો પાકો નિર્ણય પણ કોઇને થઈ ગયો હોય તો આશ્ચર્ય નથી, ખરી વાત એ છે કે દરેક શાસ્ત્રવાક્ય ખૂબ ઉંડાણથી આજુ-બાજુનો સંદર્ભ તપાસીને, તથા શાંતિથી બીજા ગ્રન્થકારો એ અંગે શું જણાવે છે એ બધાને ન્યાય આપીને, વિચારવું જોઈએ. એ રીતે જો વિચારાય તો કદાગ્રહમાં તણાવાનું નહીં થાય. બાકી એ રીતે વિચાર્યા વિના કદાગ્રહ પકડી રખાતો હોય અને પાછું મનાતું હોય કે ‘વર્ષોથી મારી પાછળ ગ્રહ પડ્યો છે, જે શાસ્ત્રના નામે વાતો કરે છે, પણ તે મેં ઘોળી પીધો છે,’ તો ઘોળી પીધાનો અર્થ એ કે મારે કદાગ્રહ મૂકવાનો છે જ નહિ, સંસારમાં પણ આવું બનતું હોય છે કે જો કોઈ ખોટી મમતવાળાની પાછળ એનો કદાગ્રહ મૂકાવવા કોઈ હિતૈષી દા.ત. નાદાન કદાગ્રહી દીકરા પાછળ બાપ પૂંઠે પડી જાય, તો એ કદાગ્રહી દીકરાને એ હિતૈષી બાપ ગ્રહરૂપ લાગે છે. એવું અહીં પણ લાગે એ બનવાજોગ છે. વધારે દુઃખની વાત તો એ છે, કે જો આવો કોઈ ગ્રહ લાગુ પડ્યો લાગતો હોય તો શાસ્ત્રો જોવા વિચારવા
(૧૭)
(૧૨૬)