SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ उपशमः- कषायानुदयः, तत्सारं तत्प्रधानं विचारयति धर्मादिस्वरूपं यः स ‘उपशमसारविचार:' भावश्रावको भवति । कथं पुनरेवंविधः स्यात् ? इत्याह-यतो વિચાર ર્વન્ ‘વાધ્યતે’ - મિમૂયતે નૈવ રાગ-દ્વેષામ્યામ્ । તથા દિ‘મયાયં’ पक्षः कक्षीकृतो बहुलोकसमक्षं, बहुभिश्च लोकैः प्रमाणीकृतः तत्कथमिदानीमप्रमाणीकरोमि' इत्यादिभावनया स्वपक्षानुरागेण न जीयते । तथा ममैष प्रत्यनीको मदीयपक्षदूषकत्वात् । तदेनं जनमध्ये धर्षयामीति सदसदूषणोद्धट्टनाक्रोशदानादिप्रवृत्तिहेतुना द्वेषेणाऽपि नाभिभूयते, किं तु 'मध्यस्थः' - सर्वत्र तुल्यचित्तो ‘हितकामी’ - हिताभिलाषी, स्वस्य परस्य चोपकारमिच्छन् 'असद्ग्राहं' - अशोभनाभिनिवेशं सर्वथा ‘त्यजति' - मुञ्चति मध्यस्थगीतार्थगुरुवचनेन । અર્થ :- (ભાવશ્રાવકનું એક લક્ષણ) ઉપશમ એટલે કષાયનો ઉદય ન હોવો તે. તેને મુખ્ય કરીને ધર્માદિનું સ્વરૂપ વિચારે તે ‘ઉપશમસાર વિચારવાળો' ભાવશ્રાવક હોય છે. કઈ રીતે એ આવો હોય ? તો કહે છે કે વિચાર કરતી વખતે રાગદ્વેષથી પીડાય નહિ. તે આ રીતે કે “મેં અમુક પક્ષ ઘણા લોકોની સમક્ષ માન્યો છે. ઘણા લોકોએ એને પ્રમાણભૂત ગણ્યો છે. હવે હું મારી જાતને અપ્રમાણભૂત શેનો ઠરાવું ?’ ઇત્યાદિ ભાવનાવાળા સ્વપક્ષના અનુરાગથી અભિભૂત ન થાય. તથા - ‘આ તો મારો દુશ્મન છે કારણ કે એ મારા પક્ષને દોષિત ઠરાવી રહ્યો છે, માટે એને લોકોની વચ્ચે હલકો પાડું’ એવા છતાં-અછતાં દૂષણો પ્રગટ કરીને આક્રોશ વરસાવવાની પ્રવૃત્તિ કરાવે એવા દ્વેષથી પણ (ભાવશ્રાવક) પીડાય નહીં. પણ સર્વત્ર સમાન ચિત્તવાળો હિતને ઇચ્છતો એટલે પોતાનું અને બીજાનું ભલું ઇચ્છતો તે મધ્યસ્થગીતાર્થ ગુરુના વચનથી ખોટા કદાગ્રહનો સર્વથા ત્યાગ કરે છે. જ્ઞાનસાર (ટબો) – માધ્યસ્થાષ્ટક શ્લો. ૨ मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानुधावति । तामाकर्षति पुच्छेन तुच्छाग्रहमनः कपिः ||२|| અર્થ :- મધ્યસ્થ પુરુષનો મનરૂપ વાછરડો યુક્તિરૂપ ગાયની પાછળ દોડે છે. તુચ્છ આગ્રહવાળા પુરુષનો મનરૂપ વાંદરો તેને પૂંછડા વડે ખેંચે છે. જ્યાં (૧૧૫) યુક્તિ હોય ત્યાં મધ્યસ્થનું ચિત્ત આવે અને કદાગ્રહીનું ચિત્ત યુક્તિની કદર્થના કરે - એ અર્થ છે. (આપણા ઘણા શાસ્ત્રોમાં નીચેનો એક શ્લોક આવે છે.) आग्रही बत निनीषति युक्तिं यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ।। અર્થ :- આગ્રહી પુરુષ જ્યાં પોતાની મતિ ખુંચેલી હોય ત્યાં યુક્તિને તાણી જવા ઝંખે છે. પક્ષપાતવગરના પુરુષની મતિ ત્યાં ઠરે છે જ્યાં યુક્તિ હાજર હોય છે. आगमेनानुमानेन योगाभ्यासरसेन च । ત્રિધા પ્રવક્ત્વયન પ્રજ્ઞાં નમતે તત્ત્વમુત્તમમ્ II?શા યોગદૃષ્ટિસમુચ્ચય શ્લો. ૧૦૧ અર્થ:- આગમ, અનુમાન અને વિહિતાનુષ્ઠાનાસેવનરૂપ યોગાભ્યાસરસ એમ ત્રણ પ્રકારે બુદ્ધિને વાપરવાથી ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. आदर करणे प्रीतिरविघ्नः सम्पदागमः । जिज्ञासा तन्निसेवा च सदनुष्ठानलक्षणम् ॥ યોગદષ્ટિ. શ્લોક. ૧૨૩ અર્થ :- ઇષ્ટકૃત્યમાં આદર, તેના આચરણમાં પ્રેમ, નિર્વિઘ્નપણું, તે આચરવાથી પુણ્યના પ્રભાવે સમ્પત્તિનું આગમન, ઇષ્ટકૃત્યસંબંધી જિજ્ઞાસા અને ઇષ્ટોદિત સેવા, આ બધા સદનુષ્ઠાનના લક્ષણ છે. (કદાગ્રહમુક્ત ઉપદેશકોને શાસ્ત્રાભ્યાસ કરતાં કરતાં આવા અનેક આપ્તવચનો મળી આવશે) સુખમાં કે દુઃખમાં ધર્મ જ કરાય (૧૧૬) પાપ ન કરો ધર્મ જ કરો.
SR No.008878
Book TitleIshtafal Siddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy