________________
જીવને તે અલ્પ થઈ ગયો હોવાથી પ્રાયઃ ચોથું અનુષ્ઠાન હોવાનું જણાવ્યું. (નહીં કે મોક્ષની જ ઈચ્છા પ્રગટી હોવાથી.)
આ મીમાંસાથી નીચે મુજબ નિષ્કર્ષ ફલિત થાય છે કે
(૧) પાતંજલયોગમતની વિષાદિ પાંચ અનુષ્ઠાનની વિગતો સર્વાશે જૈનશાસનને માન્ય નથી (કારણકે)
(૨) જૈન શાસનમાં માત્ર આશયભેદથી જ નહીં પણ કાળભેદથી ય અનુષ્ઠાન ભેદ છે. (અર્થાતુ વિષાદિ ત્રણ અનુષ્ઠાન અચરમાવવર્તી જીવને હોય અને બાકીના બે તળેતુ અને અમૃત તે પ્રાયઃ ચરમાવર્તવર્તી જીવન હોય.)
(૩)અચરમાવર્તવર્તી જીવને જ મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોવાના કારણે (મુક્તિનો સંપૂર્ણપણે રાગ ન પ્રગટ્યો હોય તો પણ) પ્રાયઃ તળેતુ નામનું ચોથું અનુષ્ઠાન હોય, નહીં કે વિષાદિ, પછી ભલે ક્યારેક સંસારની વસ્તુના આશયથી ય ધર્મક્રિયા કરતો હોય. (ક્યા આશયથી કરે છે તેનું તે દશામાં વધારે પડતું મહત્ત્વ નથી.)
(૪) સાંસારિક વસ્તુના આશયથી ધર્માનુષ્ઠાન કરનાર જીવ અચરમાવર્તવર્તી છે કે ચરમાવર્તવર્ણી તે જાણ્યા વિના તેના અનુષ્ઠાનને પ્રાયઃ વિષાદિ અનુષ્ઠાનમાં ખતવી શકાય નહિ.
અહીં એટલું તો સમજી રાખવાનું છે કે ચરમાવર્તવર્તી જીવનું સાંસારિક વસ્તુના આશયથી પણ થતું ધર્માનુષ્ઠાન તળેતુરૂપ એટલા માટે છે કે તેનો જે તાત્ત્વિક અર્થાત્ કેવલિભાષિત એવો જિનપૂજાદિઆચારનો પરિણામ છે તે મુક્તિના અદ્વેષથી અથવા કંઈક મુક્તિ પ્રત્યે તે જીવને અનુરાગ પ્રગટ્યો હોવાથી શુભભાવથી ગર્ભિત છે તથા કેવલિભાષિત ક્રિયાઓ અને અનુષ્ઠાનો પ્રત્યે (એ અનુષ્ઠાનો કેવલિભાષિત છે કે નહીં તેની એને ખબર ન હોય તો પણ સહજ અલ્પમલતાના કારણે) બહુમાન-આકર્ષણ પ્રગટ થતું હોય છે. અર્થાત્ સાંસારિક પાપક્રિયાઓ કરતાં એમાં એને (મોક્ષની ઈચ્છા હોય કે ન હોય તો પણ) સહજ રુચિ જાગ્રત થઈ હોય છે.
કદાચ અહીં એવી શંકા થાય કે મુક્તિઅદ્દેષ માત્રથી જ ચરમાવર્તવર્તી જીવને તળેતુ અનુષ્ઠાન સંભવિત હોય તો રૈવેયક સુખ પ્રાપ્તિ માટે મુક્તિઅષથી અભવ્ય જે અનુષ્ઠાન કરે છે તે પણ તળેતુ કેમ ન બને ?
એકાન્તવાદીઓની ચિરકાલીન રૂઢ- અરૂઢ આ શંકાનો પ.પૂ. બહુશ્રુત ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજે આજથી ૩૦૦ વર્ષ પૂર્વે સુંદર ખુલાસો કર્યો છે. તે જોઈએ -
મુક્તિ-અષપ્રાધાન્ય નામની ૧૩મી બત્રીશીમાં શ્લોક ૨૦-૨૧ માં તેઓશ્રી જણાવે છે કે – અભવ્યને સ્વર્ગપ્રાપ્તિહેતુ મુક્તિ-અદ્વેષ હોવા છતાં તે સદનુષ્ઠાન-રાગનો (ક્રિયારાગ) પ્રયોજક નથી. બાધ્યફલાપેક્ષારૂપ સહકારી હોય તો જ મુક્તિ-અદ્વેષ સદનુષ્ઠાન રાગ પ્રયોજક બની શકે. અભવ્યની જે ફલાપેક્ષા છે તે બાધ્યકોટિની નહીં કિન્તુ અબાધ્યકોટિની હોય છે.
બાધ્ય સ્વભાવવાળી ફલાપેક્ષા એટલે કે જે સાંસારિક ફલાપેક્ષા આગળ જઈને તત્ત્વોપદેશથી નિવૃત્ત થાય એવી હોય. દા.ત. સૌભાગ્યાદિ ફલની અપેક્ષા હોય તો પણ એ સદનુષ્ઠાનનો રાગ જગાડનારી હોય અને જયારે એ ‘વિષયો ભયંકર છે - ઝેર જેવા છે.” વગેરે ઉપદેશકોનો ઉપદેશ સાંભળે ત્યારે નિવૃત્ત થનારી હોય તે બાધ્ય કહેવાય. વિષયોની નિંદા સાંભળી તરત જ એની ઈચ્છા નાબૂદ થઈ જાય એવું નહીં, પણ ‘વિષયો ભૂંડા છે.” આવું એને વારંવાર સાંભળવા મળે તો ધીમે ધીમે વિષય ફળની આકાંક્ષા ઢીલી પડતી જાય. કોઈકને એક ઝાટકે વિષયકક્ષા નાબૂદ થાય. કોઈકને એક ઉપદેશકથી તો કોઈકને બીજા ઉપદેશથી, કોઈને એક વાર ઉપદેશ સાંભળવાથી તો કોઈકને વારંવાર ઉપદેશ સાંભળવાથી બને; આવો બધો અનેક પ્રકારનો સંભવ છે.પણ અહીં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઉપદેશક વિષયની ભયંકરતા સમજાવીને તેની વિષયાકાંક્ષા નાબૂદ કરવા પ્રયત્ન કરે છે, પણ નહિ કે વિષયકાંક્ષાથી થતાં ધર્માનુષ્ઠાનને ત્યાજ્ય દર્શાવીને કે ધર્માનુષ્ઠાનની ભયંકરતા દેખાડીને - આ ખાસ સમજવાનું છે. આ જ કારણથી પૂજયપાદ ગુરુદેવશ્રીનું કોઈપણ પુસ્તક ખોલીને જોઈશું તો તેમાં વિષયોની ભારે નિંદા ઠેર ઠેર દેખાશે પણ વિષયકાંક્ષાથી થતાં ધર્માનુષ્ઠાનની નહીં – આટલું પ્રાસંગિક.
(૯૩)