________________
આત્માને શૈવેયક સુધી ઉંચે લઈ જાય છે તે પણ સુવિહિત મુનિલિંગને આદર કરવાથી, સુવિહિત ક્રિયાઓને નિરતિચારપણે અનુસરવાથી, ચકખું સંયમ પાળવાથી, અને શાસ્ત્રોક્ત શુદ્ધ દેશના દેવાથી જ, નહિ કે કુલિંગ ગ્રહણ કરવાથી, મનસ્વીકિયાએ કરવાથી, અથવા ક્રિયાઓને ઉંચી મૂકવાથી, કંચન અને કામિનીના સંસર્ગથી, ચારિત્રને મલિન કરવાથી, કદીગ્રહ અને કુશીલને આધીન થવાથી, તેમજ શાસ્ત્રથી વિપરીત અને અર્થ કામાદિકની દેશનાઓ આપવાથી !
જેન નામ ધરાવનાર સૌ કોઈ આજે પિતાના આત્મહિતાર્થે આટલું સમજી લે એ ખાસ જરૂરી છે.
આજે જે એમ કહેવાય છે કે “જે શ્રદ્ધા વગેરે શુભ ભાવ ન હોય તે જિનપૂજન, ગુરુવંદન, વ્યાખ્યાનશ્રવણ વગેરે શુભ ક્રિયાઓ શું કામ કરે ?” તે તદ્દન ગેરવ્યાજબી છે, તે આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાશે. ચારિત્ર સુધીની ક્રિયાઓ પણ જ્યારે અન્ય ઈરછાએથી ઉપર મુજબ કરનાર કરી શકે છે, તે પછી સાધારણ ક્રિયાઓ માટે પૂછવું જ શું ? એક વાત, બીજું–જેઓ ક્રિયાઓને દંભ તરીકે ગણી ‘બધા જ દેખાવ ખાતર ક્રિયાઓ કરે છે,’ એમ માને છે તેઓનું માનવું પણ ગેરવ્યાજબી છે. કારણ કે સધળો એ પ્રમાણે કરનારા નથી હોતા, પરંતુ અવિ અને અભવિ તુલ્ય બીજા જેઓ ભવાકાંક્ષી તથા ચારિત્રાદિક પામીને પણ સિદ્ધાંત માર્ગને આઘે મૂકી મનસ્વીપણે લૌકિક ઓઘમાગનું સેવન કરનારા હોય છે, તેઓ એ પ્રમાણે શ્રદ્ધા વગેરે નહિ હોવા છતાં દેખાવ વગેરે ખાતર ક્રિયાઓ કરનારા હોય છે. ત્રીજુ “ભાવ વિના ક્રિયા કરવી નકામી છે, મેરુ સમ એઘા મુહપત્તિ થયા, મન મુંડાવ્યા વિના માથું મુંડાવ્યું શું કામનું.' વગેરે બાલી જેએ શુભક્રિયાઓને તથા સંયમના વિશિષ્ટ લિંગ અને આચારોને વખોડે છે, તેઓ પણ ભયંકર ભૂલ કરે છે, કારણ કે દ્રવ્યક્રિયાઓ પણ ભાવનું કારણ છે. ઘણા તે રીતે પામેલા પણ છે. તથા દ્રવ્ય ચારિત્ર તે અભવિ જેવાને પણ નવમાં રૈવેયક સુધી લઈ જાય છે. શુભ ભાવ લાવવા માટે યત્ન કરવો જોઈએ, પરંતુ તે વિના આ ક્રિયાએને વાડવામાં તે તેના ઉપરોક્ત અચિત્નમહિમા પ્રત્યે કેવલ અખાડા જ કરવામાં આવે છે, કે જે વિદ્વાનો માટે લેશ પણ પસંદ કરવા ચગ્ય ગણી શકાશે નહિ. આ ઉપરાંત ચોથી વસ્તુ એમાંથી સમજવાની છે તે એ કે અભવિ સંયમ લઈને જે એટલું પણ દ્રવ્ય-શ્રત પામે છે. તથા પોતાના
૯૮. ધર્મરત્ન પ્ર.ટીકા ભાગ રજો Pg.156 શ્લો.૫૩ નંદશ્રેષ્ઠિ કથાનકે પૂ.આ.શ્રી દેવેન્દ્રસૂરિજી કૃત ટીકામાં જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા મુદ્રિત.
तो पडिभणेइ सिट्ठी, धणत्थिणो जइ तुमे तहावि इमं धम्मं करेह जं एस देहिणं कामधेणुसमो.
ત્યારે શેઠે જવાબ દીધો- યદ્યપિ તમે ધનના અર્થી છો છતાં પણ આ ધર્મ જ કરો કારણ કે ધર્મ જીવોને માટે કામધેનુમાન છે.
- (ધર્મરત્નપ્રકરણ ટીકા ભાગ-૨)
(૫૦)