SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વાણી, વ્યવહારમાં. ૫૯ E0 વાણી, વ્યવહારમાં.... પ્રશ્નકર્તા : ના, પણ ધણીપણું ત્યાં જતું રહેને ! એમ જાણીને બંધ કરી દેવું આપણે. એને એવું કંઈક ઊંધું જ્ઞાન થઈ ગયું હોય કે ‘બહુત નમે નાદાન” ત્યાં પછી છેટા રહેવું. પછી જે હિસાબ થાય તે ખરો. પણ જેટલાં સરળ હોયને ત્યાં તો ઉકેલ લાવી નાખવો. આપણે ઘરમાં કોણ કોણ સરળ છે અને કોણ કોણ વાંકું છે, એ ના સમજીએ ? (૪૮૮) દાદાશ્રી : ધણીપણું જતું રહે છે, ધણીપણું !! ઓહોહો ! મોટો ધણી થઈ બેઠો !! અને અનુસર્ટિફાઈડ ધણી પાછો જો સર્ટિફિકેટ લઈને આયો હોત તો ઠીક છે !! પ્રશ્નકર્તા : સામો સરળ ના હોય તો એની સાથે આપણે વ્યવહાર તોડી નાખવો ? દાદાશ્રી : ના તોડવો. વ્યવહાર તોડવાથી તુટતો નથી. વ્યવહાર તોડવાથી તૂટે એવો છે કે નહીં. એટલે આપણે ત્યાં મૌન રહેવું કે કોક દહાડો ચીઢાશે એટલે આપણો હિસાબ પતી જશે, આપણે મૌન રાખીએ એટલે કો'ક દહાડો એ ચિઢાય ને જાતે જ બોલે કે ‘તમે બોલતા નથી, કેટલા દહાડાથી મુંગા ફરો છો !' આમ ચિઢાય એટલે આપણું પતી જશે. ત્યારે શું થાય તે ? આ તો જાતજાતનું લોખંડ હોય છે. અમને બધાં ઓળખાય. કેટલાંકને બહુ ગરમ કરીએ તો વળી જાય. કેટલાકને ભઠ્ઠીમાં મૂકવું પડે, પછી ઝટ બે હથોડા માર્યા કે સીધું થઈ જાય. આ તો જાત જાતનાં લોખંડ છે ! આમાં આત્મા એ આત્મા છે, પરમાત્મા છે અને લોખંડ એ લોખંડ છે, આ બધી બીજી ધાતુ છે. (૪૮૯) બૈરી ને એનો ધણી, બેઉ પાડોશી જોડે લઢે ત્યારે કેવાં અભેદ થઈને લઢે છે ? બેઉ જણ આમ હાથ કરીને કે તમે આવાં ને તમે તેવાં.. બેઉ જણ આમ હાથ કરે. એટલે આપણે જાણીએ કે ઓહોહો ! આ બેમાં આટલી બધી એકતા !! આ કોર્પોરેશન અભેદ છે, એવું આપણને લાગે. અને પછી ઘરમાં પેસીને બેઉ વઢે ત્યારે શું કહેશે ? ઘેર પેલા વઢે કે ના વઢે ? કો'ક દહાડો તો વઢે ને ? એ કોર્પોરેશન માંહયો-માહીં જ્યારે ઝઘડે ને, ‘તું આવી ને તમે આવા, તું આવી ને તમે આવા.... .....પછી ઘરમાં જામે ને, ત્યારે કહે, ‘તું જતી રહે, અહીંથી ઘેર જતી રહે, મારે જોઈએ જ નહીં, કહેશે ! હવે આ અણસમજણ નહીં ? તમને કેમ લાગે છે ? તે અભેદ હતાં તે તૂટી ગયો અને ભેદ ઉત્પન્ન થયો. એટલે વાઈફ જોડે ય ‘મારી તારી’ થઈ જાય. ‘તું આવી છું ને તું આવી છું !” ત્યારે એ કહેશે, ‘તમે ક્યાં પાંસરા છો ?” એટલે ઘરમાં ય હું ને તું થઈ જાય. (૪૯૦) આપણે એક દા'ડો તો કહી જુઓ કે “દેવી” આજ તો તમે બહુ સરસ રસોઈ જમાડો, એટલું બોલી તો જુઓ. પ્રશ્નકર્તા : ખુશ, ખુશ ! ફેમિલીના માણસનો આમ હાથ અથાડે તો આપણે એની જોડે લઢીએ ? ના. એક ફેમિલી રીતે રહેવું. બનાવટ નહીં કરવાની. આ તો લોક બનાવટ કરે છે, એવું નહીં. એક ફેમિલી... તારા વગર મને ગમતું નથી એમ કહેવું, એ વઢેને આપણને, ત્યાર પછી થોડીવાર પછી કહી દેવું ‘તું ગમે તે વટું, તો ય પણ તારા વગર મને ગમતું નથી.’ એમ કહી દેવું. આટલો ગુરુ મંત્ર કહી દેવો. એવું કોઈ દહાડો બોલતા જ નથી, તમને બોલવામાં વાંધો શું ? મનમાં રાખીને પ્રેમ ખરો, પણ થોડું ખુલ્લું કરવું. (૪૯૧) દાદાશ્રી : ખુશ ખુશ થઈ જાય. પણ આ તો બોલતાં ય નથી. વાણીમાં ય જાણે કે મફતની વેચાતી લાવવી પડતી હોયને વાણી ! વાણી વેચાતી લાવવી પડે છે ?
SR No.008875
Book TitleVaani Vyavahar Ma
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages49
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size93 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy