________________
વાણી, વ્યવહારમાં.
‘ફલાણી જગ્યાએ મૂકો.’ તે આપણે ત્યાં મૂકી દેવા. તેને બદલે એ કહે કે, ‘તને અક્કલ નથી, અહીં પાછું ક્યાં મૂકવાનું તું કહે છે ?’ એટલે બઈ કહે કે, “અક્કલ નથી ત્યારે તો મેં તમને આવું કહ્યું, હવે તમારી અક્કલથી મૂકો.’ આનો ક્યારે પાર આવે ? આ સંયોગોની અથડામણ છે ખાલી !
(૪૮૫)
પ૬
વાણી, વ્યવહારમાં... પોતે વાંકો મૂઓ છે. હવે રસ્તામાં જરા છાપરા ઉપરથી એક આવડો પથ્થરનો ટુકડો પડે. લોહી નીકળે ત્યાં કેમ નથી બોલતો ? આ તો જાણી જોઈને એની ઉપર રોફ મારવો છે. એમ ધણીપણું બતાવવું છે. પછી પૈડપણમાં તમને સારું (!) આપે. પેલો કશુંક માંગે તો, ‘આમ શું કચકચ કર્યા કરો છો, સૂઈ પડી રહોને અમથા.” કહેશે. એટલે જાણી જોઈને પડી રહેવું પડે. એટલે આબરુ જ જાયને. એનાં કરતાં મર્યાદામાં રહો. ઘેર ઝઘડો બગડો કેમ કરો છો. લોકોને કહો, સમજણ પાડજો કે ઘરમાં ઝઘડા ના કરશો. બહાર જઈને કરજો અને બહેનો તમે ય કરો નહીં હો !
પ્રશ્નકર્તા : પણ બધાની બુદ્ધિ થોડી સરખી હોય, દાદા ! વિચારો સરખા ના હોય. આપણે સારું કરીએ તો ય કોઈ સમજે નહીં. એનું શું કરવાનું ?
પ્રશ્નકર્તા : વાણીથી કશો ય કલેશ ના હોય. પણ મનમાં કલેશ ઉત્પન્ન થયો હોય, વાણીથી કહ્યું ના હોય, પણ મનમાં હોય બહું. તો એ કલેશ વગરનું ઘર કહેવું ?
દાદાશ્રી : એવું કશું ય નથી. વિચાર સમજણ પડે છે બધાં ય. પણ બધા પોતાની જાતને એમ માને છે કે મારા વિચાર સાચાં છે એવું. તેમ બધાના વિચાર ખોટા છે. વિચાર કરતાં આવડતું નથી. ભાન જ નથી ત્યાં. માણસ તરીકે ય ભાન નથી બળ્યાં. આ તો મનમાં બેઠાં છે કે હું બી.એ. અને ગ્રેજ્યુએટ થયો. પણ માણસ તરીકે ભાન હોય તો કલેશ જ ના થાય. પોતે એડજસ્ટેબલ હોય બધે. આ બારણાં ખખડે તો ય ગમતું નથી આપણને, બારણું હવામાં ઠોકાઠોક થાય, તો તમને ગમે ?
દાદાશ્રી : એ વધારે કલેશ કહેવાય. મન બેચેની અનુભવે તે ઘડીએ કલેશ હોય જ અને પછી આપણને કહે, “મને ચેન પડતું નથી.” તે કલેશની નિશાની. હલકા પ્રકારનું હોય કે ભારે પ્રકારનું હોય. ભારે પ્રકારના કલેશ તો એવા હોય છે કે હાર્ટ હઉ ફેઈલ થઈ જાય. કેટલાક તો એવું બોલ બોલે છે ને હાર્ટ તરત ખાલી થઈ જાય. પેલાને ઘર ખાલી જ કરવું પડે, ઘરધણી આવે પછી !!
(૪૮૬)
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે ? કૂતરાં વઢતાં હોય તો ય ના ગમ આપણને.
પ્રશ્નકર્તા : કોઈએ જોઈને આ વસ્તુ ફેંકી દીધી તો ત્યાં આગળ ક્યું ‘એડજસ્ટમેન્ટ’ લેવું ?
આ તો કર્મના ઉદયથી ઝઘડા ચાલ્યા કરે, પણ જીભથી અવળું બોલવાનું બંધ કરો. વાત પેટમાં ને પેટમાં જ રાખો, ઘરમાં કે બહાર બોલવાનું બંધ કરો. ઘણી સ્ત્રીઓ કહે છે, બે ધોલો મારો તો સારું. પણ આ તમે જે બોલો છોને તે મારી છાતીએ ઘા વાગે છે ! હવે લ્યો અડતું નથી અને કેવાં ઘા વાગે છે !
(૪૮૬).
દાદાશ્રી : આ તો ફેંકી દીધું, પણ છોકરો ફેંકી દે તો ય આપણે ‘જોયા કરવાનું. બાપ છોકરાને ફેંકી દે તો આપણે જોયા કરવાનું. ત્યારે શું આપણે ધણીને ફેંકી દેવાનો ? એકને તો દવાખાનું ભેગું થયું. હવે પાછા બે દવાખાના ઊભાં કરવાં ?! અને પછી જ્યારે એને લાગ આવે