________________
વાણી, વ્યવહારમાં.
૫૧
વાણી, વ્યવહારમાં...
કરવાનો છે. જ્ઞાન મળ્યા પછી આ તો નાટક છે.
(૪૮૦).
ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કર કર કરશો એટલે છ મહિને, બાર મહિને વાણી એવી નીકળશે કે સામાને મીઠી લાગે. (૪૭૯)
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનાં હોય, તે મનથી કરવાં કે વાંચીને અથવા બોલીને ?
પ્રશ્નકર્તા : આપણે કેટલીક વખતે સામાના હિત માટે એને ટોકવું પડે, અટકાવવા પડે. તો તે વખતે એને દુ:ખ પહોંચે તો ?
દાદાશ્રી : હા. કહેવાનો અધિકાર છે. પણ કહેતાં આવડવું જોઈએ. આ તો ભાઈ આવે, તેને જોતાં જ કહે કે ‘તું આવો છું ને તું તેવો છું.’ તે ત્યાં અતિક્રમણ થયું કહેવાય. સામાને દુઃખ થાય એવું હોય તો આપણે કહેવું, ‘હે ચંદુભાઈ પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું ? ફરી આવું નહીં બોલું અને આ બોલ્યો તેનો પશ્ચાત્તાપ કરું છું.' એટલું જ પ્રતિક્રમણ કરવું પડે.
(૪૮૦)
દાદાશ્રી : ના. મનથી જ. મનથી કરીએ, બોલીને કરીએ, ગમે તેનાથી કે મારો એના પ્રત્યે જે દોષ થયો છે, તેની ક્ષમા માગું છું. તે મનમાં બોલીએ તો ય ચાલે. માનસિક એટેક થયો એટલે એનાં પ્રતિક્રમણ કરવાનાં બસ.
પ્રશ્નકર્તા : પણ એ ખોટું બોલતાં હોય કે ખોટું કરતાં હોય તો ય આપણે બોલવું નહીં ?
પ્રશ્નકર્તા : એક ખરાબ પ્રસંગ આવ્યો હોય, સામેની વ્યક્તિ તમારા માટે ખરાબ બોલતી હોય કે કરતી હોય, તો એના રીએકશનથી અંદર આપણને જે ગુસ્સો આવે છે, એ જીભથી શબ્દો કાઢી નાખે છે, પણ મન અંદરથી કહે છે કે, આ ખોટું છે. તો બોલે છે એના દોષ વધારે કે મનથી, કરેલા તેના દોષ વધારે ?
દાદાશ્રી : બોલવાનું. એવું કહેવાય, “આમ ન થાય તો સારું, આવું ન થાય તો સારું.’ આપણે એવું કહેવાય. પણ આપણે એમના બૉસ (ઉપરી) હોય, એવી રીતે વાત કરીએ છીએને, તેથી ખોટું લાગે છે. ખરાબ શબ્દ હોય, એને વિનયથી કહેવા જોઈએ.
દાદાશ્રી : જીભથી કરે ને, એ ઝઘડો અત્યારે ને અત્યારે હિસાબ આપીને જતો રહે છે અને મનથી કરેલો ઝઘડો આગળ વધશે. જીભથી કરે ને, તે તો આપણે સામાને કહ્યું એટલે આપી દે. તરત એનું ફળ મળી જાય. અને મનથી કરે તો એનું ફળ તો એ ફળ પાકશે, એ અત્યારે બીજ રોપ્યું. એટલે કોઝીઝ કહેવાય. એટલે કોઝીઝ ના પડે એટલા માટે મનથી થઈ ગયું હોય તો મનથી પ્રતિક્રમણ કરવું. | (૪૮૨)
પ્રશ્નકર્તા : ખરાબ શબ્દ બોલતાં વિનય જળવાઈ શકે ?
૯. વિગ્રહ, પતિ - પત્નીમાં !
દાદાશ્રી : એ જળવાય, એનું નામ જ વિજ્ઞાન કહેવાય. કારણ કે ‘ડ્રામેટિક’ (નાટકીય) છે ને ! હોય છે લક્ષ્મીચંદ અને કહે છે, “હું ભર્તુહરી રાજા છું, આ રાણીનો ધણી થઉં, પછી ભિક્ષા દેને મૈયા પીંગળા.” કહીને આંખમાંથી પાણી કાઢે છે. ત્યારે ‘અલ્યા, તું તો લક્ષ્મીચંદ છેને ? તું સાચું રડે છે ?” ત્યારે કહેશે, “હું શું કરવા સાચું રડું ? આ તો મારે અભિનય કરવો જ પડે. નહીં તો મારો પગાર કાપી લે.” એવી રીતે અભિનય
મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે, તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં ડખલ જ કર્યા કરે છે. જાગ્યો ત્યારથી જ ડખલ.