________________
વાણી, વ્યવહારમાં...
૪૮
વાણી, વ્યવહારમાં...
થઈ ગયું કહેવાયને ?
દાદાશ્રી : એક તો, એને ગરજ હોય, ગરજવાળો સહન કરે. બીજું, કકળાટ ના કરવા હારું સહન કરે. ત્રીજું, આબરૂ ના જાય તેટલા હારું સહન કરી લે. કૂતરું ભસે પણ આપણે નથી ભસવું, એવા ગમે તે રસ્તે ચલાવી લે, નભાવી લે લોકો.
(૪૭૦)
દાદાશ્રી : હા, એ દુઃખ તો આપણી ઈચ્છા વિરુદ્ધ થયું છે ને, માટે આપણે પ્રતિક્રમણ કરવું. આ જ એનો હિસાબ હશે, તે ચૂકવાઈ ગયો.
૮. દુ:ખદાયી વાણીતાં ખપે પ્રતિક્રમણો !
પ્રશ્નકર્તા : આપણે કશુંક કહીએ તો એને મનમાં ખરાબ પણ બહુ લાગે ને ?
દાદાશ્રી : હા. એ તો બધું ખરાબ લાગે. ખોટું થયું હોય તો ખોટું લાગેને. હિસાબ ચૂકવવો પડે, તે તો ચૂકવવો જ પડેને. એમાં છૂટકો જ ના થાય.
ભગવાનને ત્યાં સત્ય અને અસત્ય, બેઉ હોતું જ નથી. આ તો અહીં સમાજ વ્યવસ્થા છે. હિન્દુઓનું સત્ય, મુસ્લિમોનું અસત્ય થાય ને મુસલમાનોનું સત્ય, તે હિન્દુઓને અસત્ય થાય. આ બધી સમાજ વ્યવસ્થા છે. ભગવાનને ત્યાં સાચું-ખોટું કશું હોતું જ નથી. ભગવાન તો એટલું કહે છે કે, કોઈને દુઃખ થાય તો આપણે પ્રતિક્રમણ કરવું. દુઃખ ના થવું જોઈએ આપણાથી. તમે ‘ચંદુભાઈ હતા, એ અહીંયા દુનિયામાં સાચા. બાકી ભગવાનને ત્યાં તો એ ‘ચંદુભાઈ ય નહીં. આ સત્ય ભગવાનને ત્યાં અસત્ય છે.
પ્રશ્નકર્તા : અંકુશ નથી રહેતો એટલે વાણી દ્વારા નીકળી જાય છે.
દાદાશ્રી : હા. એ તો નીકળી જાય. પણ નીકળી જાય તેની પર આપણે પ્રતિક્રમણ કરવાનું, બસ બીજું કશું નહીં. પશ્ચાત્તાપ કરી અને એવું ફરી નહીં કરવું. એવું નક્કી કરવું જોઈએ.
સંસાર ચાલે, સંસાર અડે નહીં, નડે નહીં ને કામ થાય એવું છે. ફક્ત અમારી આજ્ઞાનું આરાધન કરવાનું છે. ‘ચંદુભાઈ’ જૂઠું બોલે, તે ય આપણે ત્યાં વાંધો નથી. જૂઠું બોલે તો સામાને નુકસાન થયું. તે આપણે ચંદુભાઈને કહીએ, ‘પ્રતિક્રમણ કરી લો.’ જૂઠું બોલવાનો પ્રકૃતિ ગુણ છે. એટલે બોલ્યા વગર રહે નહીં. જૂઠું બોલવાને માટે હું વાંધો ઉઠાવતો નથી. હું જૂઠું બોલ્યા પછી પ્રતિક્રમણ ના કરવાનો વાંધો ઉઠાવું છું. જૂઠું બોલીએ અને પ્રતિક્રમણના ભાવ થાય, તે વખતે ધ્યાન જે વર્તે છે તે ધર્મધ્યાન હોય છે. લોક ધર્મધ્યાન શું છે એને ખોળે છે. જૂઠું બોલાય, ત્યારે ‘દાદા’ પાસે માફી માગવી અને ફરી જૂઠું બોલાય જ નહિ તેવી શક્તિઓ માગવી.
પછી નવરાં પડીએ એટલે એનાં પ્રતિક્રમણ કર કર કર્યા જ કરવાનાં. એટલે બધું નરમ થઈ જાય. જે જે કઠણ ફાઈલ છે એટલી જ નરમ કરવાની છે, તે બે-ચાર ફાઈલ કઠણ હોય, વધારે ના હોય !
(૪૭૫).
પ્રશ્નકર્તા : આપણી ઇચ્છા ના હોય છતાં ક્લેશ થઈ જાય, વાણી ખરાબ નીકળે તો શું કરવું ?
દાદાશ્રી : એ છેલ્લાં સ્ટેસ પર છે. એ રસ્તો પૂરો થવા આવ્યો હોયને, ત્યારે આપણને ભાવ હોય નહીં છતાં ય ખોટું થાય. તો આપણે ત્યાં શું કરવાનું કે પશ્ચાત્તાપ લઈએ તો ભૂંસાઈ જાય બસ. ખોટું થાય તો આટલો
પ્રશ્નકર્તા : ધારો કે જીભથી કહ્યું, તો એને મારા તરફથી તો દુઃખ