________________
વાણી, વ્યવહારમાં..
૩૯
૪૦
વાણી, વ્યવહારમાં પ્રશ્નકર્તા : મનુષ્ય વિના કારણ જૂઠું બોલવા પ્રેરાય છે. આની પાછળ કયું કારણ કામ કરતું હશે ?
એટલાથી ય ના ચાલે. હું સત્ય, પ્રિય અને હિતકારી ય બોલું, તો ય હું વધારે બોલ બોલ કરું ને, તો તમે કહો કે ‘હવે કાકા બંધ થઈ જાવ. હવે મને જમવા ઉઠવા દો ને.' એટલે તે મિત જોઈએ, પ્રમાણ જોઈએ. આ કંઈ રેડિયો નથી કે બોલ બોલ કરે શું ? એટલે આવું સત્ય-પ્રિય-હિતકર ને મિત, ચાર ગુણાકાર થાય તો જ સત્ય કહેવાય. નહીં તો સત્ય એકલું નારું બોલે તો એને અસત્ય કહેવાય.
દાદાશ્રી : ક્રોધ-માન-માયા-લોભને લીધે કરે છે એ. કોઈ પણ વસ્તુ મેળવવી છે. કાં તો માન મેળવવું છે, લક્ષ્મી મેળવવી છે, કંઈ પણ જોઈએ છે. એટલા સારું જૂઠું બોલે છે અગર તો ભય છે, ભયનાં માર્યો જઠું બોલે છે. અંદર છૂપો છૂપો ભય છે કે કોઈ મને શું કહેશે ?” એવું કંઈ પણ ભય હોય. પછી ધીમે ધીમે જૂઠાની ટેવે ય પડી જાય. પછી ભય ના હોય તો ય બોલી જાય.
વાણી કેવી હોવી જોઈએ ? હિત-મિત-પ્રિય ને સત્ય, આ ચાર ગુણાકારવાળી હોવી જોઈએ. ને બીજી બધી અસત્ય છે. વ્યવહાર વાણીમાં આ નિયમ લાગુ પડે છે. આમાં તો જ્ઞાનીનું જ કામ. ચારે ય ગુણાકારવાળી વાણી એક ‘જ્ઞાની પુરુષ'ની પાસે જ હોય, સામાનાં હિત માટે જ હોય, સહેજ પણ પોતાનાં હિત માટે વાણી ના હોય. ‘જ્ઞાની’ને ‘પોતાપણું’ હોય જ નહીં, જો ‘પોતાપણું હોય તો તે જ્ઞાની ના હોય.
(૪૬૧)
પ્રશ્નકર્તા : આ સમાજમાં ઘણાં લોકો જૂઠું બોલે છે અને ચોરીલબાડી બધું કરે છે, ને બહુ સારી રીતે રહે છે, સાચું બોલે છે, એને બધી તકલીફો આવે છે. તો હવે કઈ લાઈન પકડવી ? જૂઠું બોલીને પોતાને થોડી શાંતિ રહે એવું કરવું કે પછી સાચું બોલવું ?
સત્ય કોને કહેવાય ? કોઈ જીવને વાણીથી દુઃખ ના થાય, વર્તનથી દુઃખ ના થાય અને મનથી પણ એને માટે ખરાબ વિચાર ના કરાય. એ મોટામાં મોટું સત્ય છે. મોટામાં મોટો સિદ્ધાંત છે. આ રીયલ સત્ય નથી. આ છેલ્લામાં છેલ્લું વ્યવહાર સત્ય છે.
દાદાશ્રી : એવું છેને, પહેલા જૂઠું બોલ્યા હતા તેનું તો ફળ આવ્યું છે, અહીં ચાખો છો નિરાંતે(!) પેલો થોડું સાચું બોલ્યો હતો, તેનું ફળ એને આવ્યું છે. હવે અત્યારે જૂઠું બોલે છે, તો એનું ફળ એને આવશે. તમે સાચું બોલશો તો એનું ફળ આવશે. આ તો ફળ ચાખે છે. ન્યાય છે, બિલકુલ ન્યાય છે.
પ્રશ્નકર્તા : માણસ જૂઠું શું કામ બોલે ?
દાદાશ્રી : મારી પાસે કોઈ જૂઠું નથી બોલતું. મારી પાસે તો એટલે સુધી બોલે છે કે, દસ-બાર વર્ષની ઉંમરની છોકરી હોય અને તે પચાસ વર્ષની ઉંમરની આજે થયેલી હોય, તે પચાસ વર્ષ સુધી મેં શું શું કર્યું બાર વર્ષથી તે બધું મને ખુલ્લું લખી આપે છે, નહીં તો આ દુનિયામાં બન્યું નથી, એવું. કોઈ સ્ત્રી પોતાનું ખુલ્લું કરે એવું બનેલું નહીં. એવી હજારો સ્ત્રીઓ મારી પાસે છે અને તે એમને પાપ ધોઈ આપું છું. (૪૬૩)
એક માણસને આજે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ને એ પાસ થયો. અને આપણે નાપાસ થયા. પાસ થનારો માણસ આજે રખડે રખડ કરતો હોય, પણ પરીક્ષા આપતી વખતે કરેક્ટ આપી હોય. એટલે આ બધું જે આવે છે, એ ફળ આવે છે. તે ફળને શાંતિપૂર્વક ભોગવી લેવું, એનું નામ પુરુષાર્થ.
(૪૬૪).
પ્રશ્નકર્તા : કેટલાક જૂઠું બોલે તો પણ સત્યમાં ખપી જાય છે અને