________________
વાણી, વ્યવહારમાં..
૩૧
વાણી, વ્યવહારમાં...
ના પડીએ. નહીં તો તન્મયાકાર થઈએ તો શું થાય ?
દાદાશ્રી : પુરુષાર્થ શો ય કરવાનો નથી. આમાં તો ‘દાદાજીની આ વાત તદન સાચી છે ને એના પર ઉલ્લાસ જેમ જેમ આવે તેમ તેમ મહીં ફીટ થતું જાય.
આપણા જ્ઞાનમાં આ ‘વાણી એ રેકર્ડ છે? એ એક કૂંચી છે અને એમાં આપણે ગડું મારવાનું નથી. એ છે જ રેકર્ડ. અને રેકર્ડ માનીને જો આજથી આરંભ કરે તો ? તો પછી છે શું દુ:ખ ? આપણી ઊંચી નાતોમાં લાકડી લઈને મારમારા નથી કરતાં. અહીં તો બધાં વાણીના જ ધડાકા ! હવે એને જીતી ગયા પછી રહ્યું શું ? વાણી એ રેકર્ડ છે, તેથી મેં એ બહાર પાડેલું. આ બહાર ખુલ્લું પાડવાનું કારણ શું ? તેને લીધે તમારા મનમાંથી પાણીની કિંમત જતી રહે. અમને તો કોઈ ગમે તેવું બોલેને તો ય એની અક્ષરે ય કિંમત નથી. હું જાણું કે એ શી રીતે બિચારો બોલવાનો છે ? એ જ ભમરડો છે ને ! અને આ તો રેકર્ડ બોલી રહી છે. એ તો ભમરડો છે, દયા ખાવા જેવો !
એટલે હવે એવું નક્કી કરી નાખો કે દાદાએ કહ્યું છે એમ જ છે કે આ વાણી એ ટેપરેકર્ડ જ છે. હવે એને અનુભવમાં લો. એ ટૈડકાવતો હોય તો તે ઘડીએ આપણે મનમાં હસવા લાગીએ એવું કંઈક કરો. કારણ કે ખરેખર વાણી એ ટેપરેકર્ડ જ છે અને એવી તમને સમજણ પડી ગઈ છે. કારણ કે ના બોલવું હોય તો ય બોલી જવાય છે, તો પછી “આ ટેપરેકર્ડ જ છે' એ જ્ઞાન ફીટ કરી નાખો.
પ્રશ્નકર્તા : ધારો કે સામાની રેકર્ડ વાગતી હોય ને તે વખતે આપણે કહીએ કે આ રેકર્ડ વાગી રહી છે. પણ અંદર પાછું ‘આ કહે છે તે ખોટું છે, આ બરોબર નથી, આવું કેમ બોલે છે ?” એવું રીએક્શન પણ થઈ જાય છે.
પ્રશ્નકર્તા: ‘આ ભમરડો છે' એટલું તે વખતે લક્ષમાં નથી રહેતું.
દાદાશ્રી : ના, પણ એવું શેને માટે થવું જોઈએ ? જો એ રેકર્ડ જ બોલે છે, તમે જો જાણી ગયા છો કે આ રેકર્ડ જ બોલે છે, તો પછી એની અસર જ ના હોયને ?!
દાદાશ્રી : ના, પહેલું તો ‘વાણી એ રેકર્ડ છે” એવું નક્કી કરો. પછી ‘આ બોલે છે એ વ્યવસ્થિત છે. આ ફાઈલ છે, એનો સમભાવે નિકાલ કરવાનો છે.” આ બધું જ્ઞાન જોડે જોડે હાજર રહે ને, તો આપણને શું અસર ના થાય. જે બોલે છે એ ‘વ્યવસ્થિત છે ને? અને રેકર્ડ જ બોલે છે ને ? એ પોતે નથી બોલતાને આજે ? એટલે કોઈ માણસ જોખમદાર છે જ નહીં અને ભગવાનને એવું દેખાયું છે કે કોઈ જીવ કોઈ જાતનો જોખમદાર છે જ નહીં. એટલે કોઈ ગુનેગાર છે જ નહીં, એ ભગવાને જોયેલું. એ દ્રષ્ટિથી ભગવાન મોક્ષે ગયા. અને જગતે ગુનેગાર છે એમ જોયું, તેથી જગતમાં અથડાય છે. બસ, આટલી જ દ્રષ્ટિનો ફેર છે !
(૪૪૧)
પ્રશ્નકર્તા : પણ પોતે નિશ્ચિત રૂપે માને છે, સો એ સો ટકા માને છે કે આ રેકર્ડ જ છે, છતાં એ રીએક્શન કેમ આવે છે ?
દાદાશ્રી : એવું છે કે એ રેકર્ડ જ છે, એવું રેકર્ડ તરીકે તો બધું તમે નક્કી કરેલું છે, પણ ‘રેકર્ડ છે' એવું એકઝેકટ જ્ઞાન તે ઘડીએ રહેવું જોઈએ. પણ તે એકદમ રેકર્ડ પ્રમાણે રહી ના શકે. કારણ કે આપણો અહંકાર તે ઘડીએ કૂદે છે. એટલે પછી ‘એને “આપણે” સમજાવવાનું કે ‘ભઈ, આ રેકર્ડ વાગે છે, તું શું કામ બૂમાબૂમ કરે છે ?” એવું આપણે કહીએ ત્યારે પાછું મહીં ટાઢું પડે.
(૪૪૨),
પ્રશ્નકર્તા : હા, પણ આ જે દ્રષ્ટિ છે એ મહીં ફીટ થઈ જાય, એના માટે શું પુરુષાર્થ કરવો ?