________________
૨૭
વાણી, વ્યવહારમાં...
વાણી, વ્યવહારમાં.. એની જોડે પ્રતિક્રમણ કરો, નહીં તો વેર બંધાશે.
(૪૩૨)
જ તમારું મન બહુ સારું રહેશે. હા, ઉપકાર નહીં માનો તો એમાં આખો તમારો અહંકાર ઊભો થઈને દ્વેષ પરિણામ પામશે. એને શું નુકસાન જવાનું છે ? તમે નાદારી કરાવી.
(૪૩૫)
તમને અત્યારે રસ્તામાં જતાં કોઈ કહે કે “તમે નાલાયક છો, ચોર છો, બદમાશ છો’ એવી તેવી ગાળો ભાંડી દે, ને તમને વીતરાગતા રહે તો જાણવું કે આ બાબતમાં તમે આટલા ભગવાન થઈ ગયા. જેટલી બાબતમાં તમે જીત્યા એટલી બાબતમાં તમે ભગવાન થયા. અને તમે જગતથી જીતી ગયા એટલે પછી આખા ય-પૂર્ણ ભગવાન થઈ ગયા. પછી કોઈની ય જોડે મતભેદ પડે નહીં.
(૪૩૩)
૫. વાણી, છે જ ટેપરેકર્ડ !
વાણીની ઉપર તો બધી ભાંજગડ છે. વાણીને લીધે જ તો આ બધી ભ્રાંતિ જતી નથી. કહેશે કે ‘આ મને ગાળો દે છે.' અને એટલે પછી વેર જાય જ નહીં ને !
પ્રશ્નકર્તા : આટલાં બધા ઝઘડા થાય, ગાળો ભાંડે તો ય લોક મોહને લઈને બધું ભૂલી જાય છે અને મને તો દસ વરસ પહેલાં કહેલું હોય તો ય લક્ષમાં રહે. અને પછી હું એની જોડે કટ કરી નાખું.
અથડામણ થઈ એટલે આપણે જાણવું કે ‘એવું કેવું હું બોલી ગયો કે આ અથડામણ થઈ !' એટલે થઈ ગયો ઊકેલ, પછી પઝલ સોલ્વ થઈ ગયું. નહીં તો જ્યાં સુધી આપણે ‘સામાની ભૂલ છે” એવું ખોળવા જઈશું તો કોઈ દહાડો ય આ પઝલ સોલ્વ નહીં થાય. ‘આપણી ભૂલ છે' એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે. બીજો કોઈ ઉપાય નથી. બીજા બધા ઉપાયો ગુંચવનારા છે. અને ઉપાયો કરવા એ આપણો અંદરખાને છૂપો અહંકાર છે. ઉપાયો શાને માટે ખોળો છો ? સામો આપણી ભૂલ કાઢે તો આપણે એમ કહેવું કે ‘હું તો પહેલેથી જ વાંકો
(૪૩૫)
દાદાશ્રી : પણ હું કંઈ જુદું ના કરી નાખ્યું. અમે જાણીએ કે આની નોંધ રાખવા જેવી નથી. રેડિયો વાગતો હોય એવું મને લાગ્યા કરે. ઊલટું મહીં મનમાં હસવું આવે.
પ્રશ્નકર્તા: ‘આપ્તવાણી’માં એમ લખ્યું છે કે ‘દાદા ચોર છે' એવું કોઈ કહે તો મહાન ઉપકાર માનવો.
તેથી મેં ખુલ્લે છોગે આખા વર્લ્ડને કહ્યું છે કે આ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. આ બધા ય રેડિયા છે. કોઈ મને સાબિત કરી આપે કે “આ ટેપરેકર્ડ નથી” તો આ આખું જ્ઞાન જ ખોટું છે. (૪૩૭)
દાદાશ્રી : એનો શા બદલ ઉપકાર માનવો ? કારણ કે કોઈ કહે નહીં આવું. આ પડઘો છે ક્શાકનો. તે આ મારો પોતાનો જ પડઘો છે. માટે ઉપકાર માનું.
કરુણા કોને કહેવાય ? સામાની મૂર્ખાઈ પર પ્રેમ રાખવો, તેને. મૂર્ખાઈ પર વેર રાખે, તે જગત આખું ય રાખે છે.
પ્રશ્નકર્તા : બોલતાં હોય છે, ત્યારે એવું લાગે નહીં કે આ મૂર્ખાઈ
આ જગત પડઘા સ્વરૂપે છે. કંઈ પણ આવે તો એ તમારું જ પરિણામ છે, એની હંડ્રેડ પરસેન્ટ ગેરેન્ટી લખી આપું છું. એટલે અમે ઉપકાર જ માનીએ. તો તમારે ય ઉપકાર માનવો જોઈએ ને ?! અને તો
દાદાશ્રી : એ બિચારાના હાથમાં સત્તા જ નહીં. ટેપરેકર્ડ ગાયા કરે.