________________
વાણી, વ્યવહારમાં.. ના દુભાય. એવા કોડ ફક્ત તીર્થકરોને જ થયેલા હોય.
(૪૧૮)
વાણી, વ્યવહારમાં... બાકી લોક જાણે કે દાદા નિરાંતે ઓરડીમાં જઈને સૂઈ જાય છે. એ વાતમાં માલ નથી. પદ્માસનવાળીને એક કલાક સુધી અને આ સિત્યોતેરમે વર્ષે પદ્માસનવાળીને બેસવું. પગ હઉ વળી જાય અને તેથી કરીને આંખોની શક્તિ, આંખોનો પ્રકાશ, એ બધું જળવાઈ રહેલું.
પ્રશ્નકર્તા : જેને ટેપ જ ના કરવું હોય, તેના માટે શું રસ્તો ?
દાદાશ્રી : શું જ સ્પંદન નહીં કરવાનું. બધું જોયા જ કરવાનું. પણ એવું બને નહીં ને ! આ ય મશીન છે ને પાછું પરાધીન છે. એટલે અમે બીજો રસ્તો બતાવીએ છીએ કે ટેપ થઈ જાય કે તરત ભૂંસી નાખો તો ચાલે. આ પ્રતિક્રમણ એ ભૂંસવાનું સાધન છે. આનાથી એકાદ ભવમાં ફેરફાર થઈને બધું બોલવાનું બંધ થઈ જાય.
(૪૧૮)
કારણ કે પ્રકૃતિને મેં કોઈ દહાડો વગોવી નથી. એનું વગોણું કોઈ દહાડો કર્યું નથી. અપમાન કર્યું નથી. લોકો વગોવીને અપમાન કરે છે. પ્રકૃતિ જીવતી છે, એનું અપમાન કરશો તો એની અસર થશે.(૪૨૪)
૪. વિતાડતી વાણી વખતે, સમાધાન !
આ “સચ્ચિદાનંદ' શબ્દ બોલવાથી ઘણી ઈફેક્ટ થાય છે. સમજ્યા વગર બોલે તો ય ઈફેકટ થાય છે. સમજીને બોલે તો તો ઘણો લાભ થાય. આ શબ્દો બોલવાથી સ્પંદનો થાય છે ને બધું વલોવાય છે. બધું સાયન્ટિફિક છે.
પ્રશ્નકર્તા : કોઈ કંઈ બોલી જાય, એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું ? સમભાવ કેવી રીતે રાખવો ?
પ્રશ્નકર્તા : ‘કામ નથી કરવું” એમ બોલે, તો એમાં શું થઈ જાય ?
દાદાશ્રી : પછી આળસ આવી જાય. એની મેળે જ આળસ આવે અને ‘કરવું છે' કહે તો આળસ બધું ક્યાંય જતું રહે. (૪૨૧)
- દાદાશ્રી : આપણું જ્ઞાન શું કહે છે? કોઈ તમારામાં કંઈ કરી શકે એમ જ નથી. વર્લ્ડમાં કોઈ જભ્યો જ નથી કે જે તમારામાં શું ડખલ કરી શક્યો હોય. કોઈનામાં કોઈ ડખલ કરી શકે એમ છે જ નહીં. તો આ ડખલ કેમ આવે છે ? તમારામાં જે ડખલ કરે છે, એ તમારે માટે નિમિત્ત છે. પણ એમાં મૂળ હિસાબ તમારો જ છે. કોઈ ઊંધું કરે કે છતું કરે, પણ એમાં હિસાબ તમારો જ છે અને એ નિમિત્ત બની જાય છે. એ હિસાબ પૂરો થયો કે ફરી કોઈ ડખલ નહીં કરે. (૪૨૬)
હું ‘જ્ઞાન” થતાં પહેલાંની વાત કહું છું. હું પચ્ચીસ વર્ષનો હતો, ત્યારે મારી તબિયત નરમ હોય ત્યારે કોઈ કહે કે, “કેમ છે તમારી તબિયત ?” હું કહું કે, “બહુ સારી છે. અને બીજાને તબિયત સારી હોય અને આપણે પૂછીએ કે, “કેમ છે તમારી તબિયત ?” ત્યારે એ કહે, ‘ઠીક છે.” મેર અલ્યા, “ઠીક છે' કહે છે, તે આગળ નહીં જાય.
એટલે નિમિત્તની જોડે ઝઘડો કરવો એ નકામો છે. નિમિત્તને બચકાં ભરવાથી ફરી પાછો ગુનો ઊભો થશે. એટલે આમાં કરવાપણું શું રહેતું નથી. આ વિજ્ઞાન છે, એ બધું સમજી લેવાની જરૂર છે.
એટલે પછી મેં “ઠીક’ શબ્દ ઊડાડી દીધો. આ શબ્દ નુકસાન કરે છે. આત્મા “ઠીક થઈ જાય પછી. ‘બહુ સરસ’ કહીએ, તે ઘડીએ આત્મા ‘સર’ થઈ જાય.
(૪૨૨)
પ્રશ્નકર્તા : કોઈ આપણને કંઈ બોલી જાય, એ પણ નૈમિત્તિક જ ને ? આપણો વાંક ના હોય તો પણ બોલે તો ?