________________
૧૦
વાણી, વ્યવહારમાં...
વાણી, વ્યવહારમાં.. છે. એટલે એને ‘ફોન’ પહોંચી જાય. ‘રાવણ આવો હતો ને તેવો હતો” બોલે, તે તેને પહોંચી જાય.
હમણે કો'ક આવે કહેશે, ‘બધા અક્કલ વગરનાં અહીં બેસી રહ્યા છો ? ઊઠો, જમવા.” ત્યારે પેલાં કહેશે, ‘અલ્યા, જમી રહ્યા અમે. હવે આ તે અહીં જમાડ્યા, તે ઓછું છે આ ?!” એને દુઃસ્વર કહેવાય.
તે વખતે પહેલાંના ‘ઓપીનિયન’થી આ બોલાઈ જવાય. તે આ કલમ બોલતા જાવ, તો પેલી વાત બોલાય તો દોષ ના બેસે. (૩૯૫)
કેટલાક ખીચડી ખવડાવે, તે એવું મીઠું બોલે કે ‘ભાઈ, જરા જમવા પધારોને.' તે આપણને ખીચડી એવી સુંદર લાગે. ભલેને ખીચડી એકલી હોય, પણ એ સુસ્વર.
એક શબ્દ કડવો ના બોલાય. કડવા બોલવાથી તો બધાં બહુ તોફાન જાગ્યા છે. એક જ શબ્દ ‘આંધળાના આંધળા” આ શબ્દ તો આખું મહાભારત ઊભું થયું. બીજું તો કોઈ ખાસ કારણ નહોતું. આ જ મુખ્ય કારણ ! દ્રૌપદીએ કહ્યું હતું ને ? ટકોર મારી હતી ને ? હવે એનું ફળ એ દ્રિૌપદીને મળ્યું. હંમેશાં એક શબ્દ કડવો બોલેલો ફળ મળ્યા વગર રહે છે ?
એક ભાઈ મને પૂછે કે, ‘તમારા જેવી મીઠી વાણી ક્યારે થશે ?” ત્યારે મેં કહ્યું કે “આ નેગેટીવ શબ્દો બધા જે છે તમારા, એ બોલવાના બંધ થશે ત્યારે.... કારણ કે દરેક શબ્દ એના ગુણ-પર્યાય સહિત હોય છે.
પ્રશ્નકર્તા : વાણીમાંથી કઠોરતા કેવી રીતે જાય ?
દાદાશ્રી : એ તો આપણે વાણીને વાળીએ એટલે જેવી વાળીએ એવી વળી જાય પછી. પણ અત્યાર સુધી કઠોર આપણે કરી હતી. લોકોને બીવડાવવા માટે, ફફડાવવા માટે.
(૩૯૬)
હંમેશાં પોઝિટીવ બોલો. મહીં આત્મા છે, આત્માની હાજરી છે. માટે પોઝિટીવ બોલો. પોઝિટીવમાં નેગેટીવ ના બોલાય. પોઝિટીવ થયું, એમાં નેગેટીવ બોલીએ એ ગુનો છે અને પોઝિટીવમાં નેગેટીવ બોલે છે, એટલે આ બધી મુશ્કેલી ઊભી થાય છે. “કાંઈ જ બગડ્યું નથી’ એમ બોલતાંની સાથે મહીં કેટલો ય ફેરફાર થઈ જાય. માટે પોઝિટીવ બોલો.
સામો કઠોર બોલે તો આપણે મૃદુ બોલવું જોઈએ. કારણ કે આપણે છૂટવું છે.
હે દાદા, કંઠે બિરાજો. એટલે વાણી સુધરી જાય. અહીં ગળે દાદાનું નિદિધ્યાસન કરીએ તો ય વાણી સુધરી જાય.
(૩૯૭)
મન છે તે વર્ષોનાં વર્ષો ગયા, પણ એક સહેજે ય નેગેટીવ થયું નથી મારે. સહેજે ય, કોઈપણ સંજોગોમાં નેગેટીવ થયું નથી. આ મન જો પોઝિટીવ થઈ જાય લોકોને, તો ભગવાન જ થઈ જાય. એટલે લોકોને શું કહું છું કે આ નેગેટીવપણું છોડતા જાવ, સમભાવે નિકાલ કરીને. પોઝિટીવ તો એની મેળે રહેશે પછી. વ્યવહારમાં પોઝિટીવ અને નિશ્ચયમાં પોઝિટીવ નહીં ને નેગેટીવ ય નહીં ! (૩૯૯)
પ્રશ્નકર્તા : તંતીલી ભાષા એટલે શું?
૨. વાણીથી તરછોડો-અંતરાયો !
દાદાશ્રી : રાતે તમારે વાઈફ જોડે ભાંજગડ થઈ હોય ને, તે સવારમાં ચા મૂકતી વખતે આમ ટકોરો મારે. એટલે આપણે સમજી ગયા કે “ઓહોહો, રાત્રે બન્યું તે ભૂલ્યા નથી !” એ તાંતો. (૩૯૮)
પ્રશ્નકર્તા કેટલાંક ઘર એવાં હોય છે કે જ્યાં વાણીથી બોલાચાલી