________________
ત્રિમંત્ર
ત્રિમંત્ર
અને કામ લેવું પડશે, તો જ નમસ્કાર મંત્ર પૂર્ણ થાય. ચોવીસ તીર્થંકરો તો સિદ્ધ થઈ ગયા, તે બધાં ‘નમો સિદ્ધાણં’માં આવી જાય છે. જેમ કોઈ કલેક્ટર હોય અને તે ગવર્નર થયા પછી આપણે કહીએ કે “એય, કલેક્ટર અહીં આવો.' તો કેટલું બધું ખરાબ લાગે, નહીં ?
પ્રશ્નકર્તા : લાગે જ.
દાદાશ્રી : એવી રીતે આમને અરિહંત માનીએ તો બહુ જ મોટું નુકસાન થાય છે. એમને નુક્સાન થતું નથી, કારણ કે એ તો વીતરાગ છે. પણ આપણને બહુ જ નુકસાન થાય છે, જબરજસ્ત નુકસાન થાય છે.
પહોંચે પ્રત્યક્ષ તીર્થકરને જ ! મહાવીર ભગવાન ને એ બધાં તીર્થંકરો મોક્ષે લઈ જવા કામ નહીં આવે, એ તો મોક્ષે ગયા અને આ આપણે “નમો અરિહંતાણં' બોલીએ છીએ, તે એમને લાગતું નથી. એમને તો “નમો સિદ્ધાણં લાગે. આ ‘નમો અરિહંતાણં' ક્યાં પહોંચે છે. આપણે બોલીએ છીએ તે ? જ્યાં બીજા ક્ષેત્રોમાં અરિહંતો છે, જ્યાં જ્યાં છે, ત્યાં એમને પહોંચે છે. હંમેશાં પોસ્ટ તો એની જગ્યાએ જ પહોંચવાની. કંઈ ત્યાં આગળ મહાવીર ભગવાનને પહોંચવાની નહીં. ત્યારે લોકો શું સમજે છે, આ ‘નમો અરિહંતાણં' બોલીને આપણે મહાવીર ભગવાનને નમસ્કાર પહોંચાડીએ છીએ. એ ચોવીસ તીર્થંકરો તો મોક્ષમાં જઈને બેઠાં છે, એ તો “નમો સિદ્ધાણં' થયા, એ ભૂત તીર્થંકર કહેવાય. એટલે આજે સિદ્ધ ભગવાન કહેવાય. અને વર્તમાન તીર્થંકર હોય, તેને અરિહંત કહ્યા !
બુદ્ધિથી ય સમજાય તેવી આ વાત ! પ્રશ્નકર્તા : વાત સમજમાં બેઠી આજે. અરિહંતાણં બોલીએ છીએ, પણ અરિહંત તો આ સીમંધર સ્વામી જ છે, એ હવે સમજાયું.
દાદાશ્રી : આખુંય કોળું શાકમાં ગયું ! દૂધીનું શાક સમાયું ને તેની મહીં આખું કોળું ગયું ! ચાલ્યા જ કરે છે.... પછી શું કરે ?
તમને, એક વકીલ તરીકે કેમ લાગ્યું ?
પ્રશ્નકર્તા: આ વાત બેસી ગઈ, દાદા. વકીલ તરીકે ઠીક છે પણ હું જૈનધર્મનો ચુસ્ત અનુયાયી એટલે મને બેસી ગઈ વાત. આપે જે વાત કીધી તેના પરથી જો જૈન હોય ને બરોબર સમજતો હોય, તેને બેસી જાય કે વર્તમાનમાં જે વિચરતા હોય તેને જ તીર્થંકર કહેવાય. એટલા માટે તો સિદ્ધ કરતાં અરિહંતને પહેલા મૂક્યા.
એ ગમે ત્યાં, છતાં પ્રત્યક્ષ જ ! પ્રશ્નકર્તા : એ લોકો સીમંધર સ્વામી પરદેશમાં છે એવું માનતા હશેને ?
દાદાશ્રી : એ જોવાનું નહીં. વર્તમાન તીર્થંકર ક્યાં છે ? વર્તમાન તીર્થકર ! એ પરદેશમાં હોય કે ગમે ત્યાં હોય ! એમ જુઓ તો પહેલાં બિહારમાં હતા, તેમાં આ ચરોતરવાળાને શું લેવાદેવા ? ગાડીઓ નહીં, કશું નહીં તો શું લેવાદેવા ? પણ ના, અહીં બેઠાં બેઠાં નામ ભજ્યા કરે. ખબર મળી હોય. હવે એ આટલું છેટું અને આ આટલું છેટું પણ વર્તમાનમાં છે ખરાં કે નહીં ? કોઈ જગ્યાએ અત્યારે છે ? ત્યારે કહે, ‘હા, છે.’ તો એ વર્તમાન તીર્થકર કહેવાય.
આપણે અરિહંતને ન જોયા હોય, મહાવીર ભગવાનના વખતમાં આપણે એમને જોયા ના હોય, ભગવાન મહાવીર એ બાજુ જ હોય અને આપણે આ બાજુ હોઈએ, પણ એ અરિહંત કહેવાય. આપણે જોયાં ના હોય માટે કંઈ બગડી નથી જતું. એટલે અરિહંતને અરિહંત માનીએ તો બહુ ફળ મળશે. નહીં તો પેલું તો ફળ નકામાં જાય છે, મહેનત નકામી જાય છે. નવકાર મંત્ર ફળતો નથી. એનું કારણ જ આ બધું છે.