________________
ત્રિમંત્ર
ત્રિમંત્ર
નાખ્યા છે. વઢવાડો કરીને કે “આ અમારું ને આ તમારું.’ જૈનોએ નવકાર મંત્ર એકલો જ રાખ્યો અને પેલા બધા કાઢી નાખ્યા. પેલા વૈષ્ણવોએ નવકાર મંત્ર કાઢી નાખ્યો અને એમનો રાખ્યો. એટલે મંત્રો બધાએ વહેંચી લીધા છે. અરે, આ લોકોએ ભેદ પાડવામાં કંઈ બાકી નથી રાખ્યું. અને તેથી આ દશા હિન્દુસ્તાનની થઈ, ભેદ પાડી પાડીને. જો દેશની વેરણ-છેરણ સ્થિતિ થઈ ગઈ છે ને ! અને આ ભેદ જે પાડ્યા છે તે અજ્ઞાનીઓએ પાડ્યા છે, પોતાનો કક્કો ખરો દેખાડવા માટે. જ્યારે જ્ઞાની હોય ત્યારે બધું પાછું ભેગું કરી આપે, નિષ્પક્ષપાતી બનાવે. તેથી તો અમે ત્રણ મંત્રો ભેગા લખેલા છે. એટલે એ બધા મંત્રો ભેગા બોલેને, તો કલ્યાણ થાય માણસનું.
પક્ષાપક્ષીથી જ અકલ્યાણ ! પ્રશ્નકર્તા : આ ત્રિમંત્રો કયા સંજોગોમાં વહેંચાઈ ગયા હશે ?
દાદાશ્રી : પોતાના વાડા વાળવા(બાંધવા) માટે. આ અમારું સાચું! અને જે પોતાનું સાચું કહે છેને એ સામાને ખોટું કહે છે. એ વાત ભગવાનને સાચી લાગે ખરી ? ભગવાનને બેઉ સરખાંને ? એટલે ના પોતાનું કલ્યાણ થયું, ને ના સામાનું કલ્યાણ થયું. બધાનું અકલ્યાણ કર્યું આ લોકોએ ! આ વાડાવાળાઓએ બધા લોકોનું અકલ્યાણ કર્યું.
છતાં આ વાડા તોડવાની જરૂર નથી, વાડા રાખવાની જરૂર છે. કારણ કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી મેટ્રિક સુધી જુદા જુદા ધર્મો જોઈએ, જુદા જુદા માસ્તરો જોઈએ. પણ એનો અર્થ એવો નહીં કે આ ખોટું છે કે આ સેકન્ડ સ્ટાન્ડર્ડ ના જોઈએ. મેટ્રિકમાં આવ્યો એટલે એ માણસ ‘ફસ્ટ સ્ટાન્ડર્ડ ખોટું છે' એમ કહે તો કેટલું ગેરવ્યાજબી કહેવાય. બધાં સ્ટાન્ડર્ડ સાચા છે, પણ સરખાં નથી !
ત્રિમંત્રો, પોતાને જ હિતકારી ! આ તો એક જણ કહેશે, “આ અમારો વૈષ્ણવ મત છે”. ત્યારે બીજો
કહે કે, “અમારો આ મત છે.” એટલે આ મતવાળાએ લોકોને ગૂંચવી નાખ્યા છે. તે આ ત્રિમંત્રો એ નિષ્પક્ષપાતી મંત્રો છે. એટલે આમાં છે કશું જૈનોનું કે વૈષ્ણવનું ? ના. હિન્દુસ્તાનનાં તમામ લોકો માટે છે આ. એટલે આ ત્રિમંત્ર બોલશો તો ઘણો ફાયદો થશે. કારણ કે આમાં સારા સારા મનુષ્યો, ઊંચામાં ઊંચી કોટિના જીવો હોયને, તેમને નમસ્કાર કરવાનું શીખવાડેલું છે. આપને સમજાયું કે શું શીખવાડેલું છે ?
પ્રશ્નકર્તા : નમસ્કાર કરવાનું.
દાદાશ્રી : તે એમને આપણે નમસ્કાર કરીએ તો આપણને ફાયદો થાય, ખાલી નમસ્કાર બોલવાથી જ ફાયદો થાય. ત્યારે ખબર પડે કે, “આ તો મારા પોતાના હિતનું છેને ! આમાં પોતાના હિતનું હોય, એને જૈનનો મંત્ર શી રીતે કહેવાય ?!” પણ મતાર્થનો રોગ હોયને, તે લોકો શું કહે ? આ આપણું હોય”. અલ્યા, શાથી આપણું હોય ? ભાષા આપણી છે. બધું આપણું જ છેને ?! શું આપણું નથી ? પણ આ તો ભાન વગરની વાતો છે. એ તો જ્યારે આ એનો અર્થ સમજણ પાડીએને, ત્યારે ભાનમાં આવે.
આ છે ત્રિમંત્રો ! તેથી અમે આ જોશથી બોલાવીએને,
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણે એસો પંચ નમુક્કારો, સવ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલમ્ ||૧|| ૐ નમો ભગવતે વાસુદેવાય ll
ૐ નમઃ શિવાય III જય સચ્ચિદાનંદ