________________
ત્રિમંત્ર
ત્રિમંત્ર
૪૧
દાદાશ્રી : પણ આત્માની શુદ્ધિ કરવાની નથી. આત્મા શુદ્ધ જ છે. નવકાર મંત્ર તો તમને સારા માણસોના નામ દર્શન કરવાથી, નમસ્કાર કરવાથી ઊંચે લઈ જાય. પણ સમજીને બોલે તો ! પણ સમજવું પડે. નવકાર મંત્રનો અર્થ સમજવો પડે. એ તો પોપટ “રામ રામ બોલે તેથી કંઈ “રામ” સમજે ખરો ? શું પોપટ બોલતો નથી રામ રામ ? એવી રીતે આ લોકો નવકાર મંત્ર બોલે એનો શો અર્થ ? નવકાર મંત્ર તો જ્ઞાની પુરુષ પાસે સમજવો જોઈએ.
બનાવટી હોય. તમને બનાવટી ગમે કે ચોખ્ખો માલ ગમે?
નવકાર મંત્ર સમજીને બોલવો જોઈએ. સમજીને બોલીએ તો પહોંચે અને આપણું તરત સ્વીકાર થઈ જાય. આ ‘દાદા ભગવાન'ના ધ્રુ બોલ્યા કે પહોંચી જ જાય અને ફળ આવે ! આ તો પહેલી સાલ વેપાર કર્યો તો આટલું ફળ મળે છે, તો દશ વર્ષ સુધી વેપાર ચાલ્યા કરે તો ? એ પેઢી કેવી જામી જાય ?!
કઈ સમજણે તવકાર ભજાય ? નવકારમંત્ર શું છે, એ સમજણવાળા કેટલાં હશે ? નહીં તો આ નવકારમંત્ર તો એવો મંત્ર છે કે એક જ ફેરો નવકાર ગણ્યો હોયને તો એનું ફળ આવતાં કેટલાંય દહાડા સુધી મળ્યા કરે. એટલે રક્ષણ આપે એવું ફળ નવકારનું છે પણ એકુંય નવકાર સાચો સમજીને ગણ્યો નથી કોઈએ. આ તો જાપ જપ જપ કર્યા કરે છે. સાચો જાપ જ થયો નથીને !
વળી, નવકારમંત્ર તો તમને બોલતા આવડે છે જ ક્યાં છે ? અમથા બોલો છો ! નવકારમંત્ર બોલનારાને ચિંતા ના થાય. નવકારમંત્ર એટલો સરસ છે કે ચિંતા એકલી જ નહીં, પણ ક્લેશ પણ જતો રહે એના ઘરમાંથી. પણ બોલતાં આવડતું જ નથીને ! આવડ્યું હોત તો આ બનત નહીં !
ગમે તેણે નવકારમંત્ર આપ્યો ને આપણે બોલીએ એનો અર્થ નહીં. પ્રશ્નકર્તા : એ તો આપની પાસેથી લઈશું.
દાદાશ્રી : લાયસન્સવાળી દુકાન હોય અને ત્યાંથી લીધેલું હોય તો ચાલે. આ લાયસન્સ વગરના લોકો પાસેથી લઈએ તો શું થાય ? એ માલ ખોટો, બનાવટી માલ પેસી જાય. શબ્દો એના એ હોય પણ માલ
‘નમો અરિહંતાણં’ કહેતાંની સાથે સીમંધર સ્વામી દેખાતાં હોવાં જોઈએ. પછી ‘નમો સિદ્ધાણં’ એ દેખાય નહીં પણ લક્ષમાં હોવું જોઈએ કે હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, એ ગુણો લક્ષમાં હોવા જોઈએ. ‘નમો આયરિયાણં’ એ આચાર્ય ભગવાન, પોતે આચાર પાળે ને બીજાને પળાવડાવે. તે આ બધું લક્ષમાં રહેવું જોઈએ.
પમાડે એક્કેક્ટ ફળ ! આ બધા નવકારમંત્ર ભજે તે એક તો એનું ફળ પ્રાકૃતિક આવે, ભૌતિકમાં સુંદર ફળ આવે. પણ હું તો આ બધાને જે પેલું ‘પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા...’ એ બોલાવું છુંને, એ નમસ્કાર એ જ નવકારમંત્રમાં અહીં લીધા છે. એ જે નમસ્કાર બોલાવું છું, એ પેલાં એક્ટ પહોંચે છે અને એ એક્કેક્ટ તરત ફળ આવે છે. અને પેલું તો એનું જ્યારે ફળ આવે ત્યારે સાચું !
લાખો માણસો આ નવકાર મંત્ર બોલે છે, તે કોને પહોંચે છે ? જેનું છે તેને ત્યાં પહોંચે છે. કુદરતનો નિયમ એવો છે પણ સાચા ભાવથી બોલે તો.
ત્યારે નિદિધ્યાસત કરવું કોતું ? પ્રશ્નકર્તા : ત્રિમંત્ર બોલતી વખતે દરેક પંક્તિએ કોનું નિદિધ્યાસન