________________
૨૮
ત્રિમંત્ર
ત્રિમંત્ર
બળરામ કહેવાય. લક્ષ્મણ એ વાસુદેવ કહેવાય અને રાવણ પ્રતિવાસુદેવ કહેવાય. રાવણ પૂજય છે. ખાસ પૂજા કરવા જેવાં રાવણ છે. તેનાં આપણા લોકો પૂતળાં બાળે છે, ભયંકર રીતે બાળે છેને ! જુઓને ! આ દેશનું શી રીતે ભલું થાય તે ?! આવું જ્ઞાન જ્યાં ઊંધું ફેલાયેલું છે, ત્યાં એ દેશનું શી રીતે ભલું થાય તે ?! રાવણના પૂતળાં બળાતાં હશે ?! કોણ રાવણ ?!
આ કાળના વાસુદેવ એટલે કોણ ? કૃષ્ણ ભગવાન. એટલે આ નમસ્કાર કૃષ્ણ ભગવાનને પહોંચે છે. એમના જે શાસનદેવો હોયને, તેમને પહોંચી જાય !
વાસુદેવ પદ અલૌકિ ! એ વાસુદેવ તો કેવો હોય ? એક આંખથી લાખ માણસ ભડકી જાય એવી તો આંખ હોય, વાસુદેવની. વાસુદેવ બીજ પડે ક્યારે ? એની આમ આંખ દેખીને જ ભડકીને મરી જાય. તે વાસુદેવ થવાના હોય તે કેટલાંય અવતાર પહેલેથી આવું હોય. એ વાસુદેવ તો ચાલતો હોય તો ધરતી ખખડે ! હા, ધરતી નીચે અવાજ કરે. કેટલાંય અવતાર પહેલાં ! એટલે એ બીજ જ જુદી જાતનું હોય. એની હાજરીથી જ લોક આઘું પાછું થઈ જાય, એ વાત જ જુદી છે ! વાસુદેવ તો મૂળ જન્મથી જ ઓળખાય કે વાસુદેવ થવાનો છે. કેટલાંય અવતાર પછી વાસુદેવ થવાનાં હોય તે આજથી જ ઓળખાય. તીર્થંકર ના ઓળખાય પણ વાસુદેવ ઓળખાય, એનાં લક્ષણ જ જુદી જાતના હોય ! એ પ્રતિવાસુદેવેય એવાં જ હોય.
પ્રશ્નકર્તા : તો તીર્થકર એ આગલા અવતારોમાં કેવી રીતે ઓળખાય ?
દાદાશ્રી : તીર્થંકર તો સાદા હોય. એમની લાઈન જ સીધી હોય. એને વાંક જ ના આવે, એમની લાઈનમાં વાંક જ ના આવે અને વાંક
આવે તો ગડમથલ થઈને પણ પાછાં ત્યાં ને ત્યાં આવી જાય. એ લાઈન જુદી છે. અને આ વાસુદેવ ને પ્રતિવાસુદેવ તો કેટલાંય અવતાર પહેલાં ય એવાં ગુણ હોય. અને વાસુદેવ થવું એટલે નરના નારાયણ કહેવાય ! નરના નારાયણ એટલે કયા ફેઝથી કે જેમ આ પડવો થાય છેને, ત્યાંથી પૂનમ સુધી થાય. એટલે પડવો થાય ત્યારથી ખબર ના પડે કે આ પુનમ થવાની છે. એવું એના કેટલાય અવતાર પહેલાં ખબર પડે કે આ વાસુદેવ થવાનાં છે.
ન બોલાય અવળું કૃષ્ણ કે રાવણતું ! આ ત્રેસઠ શલાકા પુરુષ કહેવાય. જેને ભગવાને મહોર મારી કે ભગવાન થવાને લાયક છે. આ બધા. એટલે આપણે એકલા અરિહંતને ભજીએ અને આ વાસુદેવને ના ભજીએ તો વાસુદેવ ભવિષ્યમાં અરિહંત થવાના છે. આ વાસુદેવનું અવળું બોલીએ તો આપણું શું થાય ? લોક કહે છેને, “કૃષ્ણ ભગવાનને આમ થયું છે, તેમ થયું છે...” અલ્યા, ના બોલાય. કશું બોલીશ નહીં. એમની વાત જુદી છે અને તું સાંભળી લાવ્યો એ વાત જુદી છે. જોખમદારી શું કરવા વહોરે છે ? જે કૃષ્ણ ભગવાન આવતી ચોવીશીમાં તીર્થંકર થવાના છે, જે રાવણ આવતી ચોવીશીમાં તીર્થકર થવાનાં છે, તેમની જોખમદારી શું કરવા વહોરો છો ?
ટેસઠ શલાકા પુરુષો ! શલાકા પુરુષ એટલે મોક્ષે જવા લાયક શ્રેષ્ઠ પુરુષો. મોક્ષમાં તો બીજા પણ જવાનાં પણ આ શ્રેષ્ઠ પુરુષો ! એટલે ખ્યાતિ સહિત છે. સંપૂર્ણ ખ્યાતનામ થઈને મોક્ષે જાય. હા, તેમાં ચોવીસ તીર્થંકરો હોય અને બાર ચક્રવર્તી હોય. પછી વાસુદેવ હોય, પ્રતિવાસુદેવ હોય અને બળરામ હોય. વાસુદેવના મોટાભાઈ ! તે પાછાં હંમેશાં મહીં હોય જ. નેચરલ એડજસ્ટમેન્ટ છે આ ! એમાં ચાલે નહીં. નેચરલમાં કશું ફેરફાર ના થાય. 2H ને જ જોઈએ. એના જેવી વસ્તુ છે આ.