________________
ત્રિમંત્ર
ત્રિમંત્ર
થઈ ગઈ, એ તમને ખબર ના પડે. એની અમને ખબર પડે.
નવકાર એટલે નમસ્કાર ! પ્રશ્નકર્તા : કેટલાંક લોકો નમો લોએ સવ્વસાહૂણં સુધી જ બોલે છે અને બીજાં કેટલાંક એસો પંચ નમુક્કારો ને ઠેઠ બધું જ બોલે છે. એ ચાલે ?
દાદાશ્રી : પાછળના ચાર ના બોલે તો વાંધો નથી. મંત્રો તો પાંચ જ છે અને પાછળના ચાર તો એનું માહાસ્ય સમજવા માટે લખ્યું છે.
પ્રશ્નકર્તા : આ નવ પદને હિસાબે નવકાર મંત્ર કહેવાય ?
દાદાશ્રી : ના, ના, એવું નથી. આ નવ પદ જ નથીને ! આ નમસ્કાર મંત્ર છે, તેને બદલે નવકાર થઈ ગયો. આ મૂળ શબ્દ નમસ્કાર મંત્ર છે, તેને બદલે માગધિ ભાષામાં નવકાર બોલાય, એટલે નમસ્કારને જ આ નવકાર બોલાય છે. એટલે નવ પદને આ લેવા-દેવા નથી. આ પાંચ જ નમસ્કાર છે.
ૐ નમો ભગવતે વાસુદેવાય... પ્રશ્નકર્તા : પછી ‘ૐ નમો ભગવતે વાસુદેવાય” સમજાવો.
દાદાશ્રી : વાસુદેવ ભગવાન ! એટલે જે વાસુદેવ ભગવાન નરનાં નારાયણ થયા, તેમને હું નમસ્કાર કરું છું. નારાયણ થાય ત્યારે વાસુદેવ કહેવાય.
પ્રશ્નકર્તા : શ્રીકૃષ્ણ, મહાવીર સ્વામી એ બધાં શું છે ?
દાદાશ્રી : એ તો બધાં ભગવાન છે. એ દેહધારી રૂપે ભગવાન કહેવાય છે. એ ભગવાન શાથી કહેવાય છે કે મહીં સંપૂર્ણ ભગવાન પ્રગટ થયા છે. માટે દેહ સાથે આપણે એમને ભગવાન કહીએ છીએ.
કૃષ્ણ ભગવાનને વાસુદેવ ભગવાન પ્રગટ થયા હતા, એમાં તો બેમત નહીંને ? વાસુદેવ એટલે તો નારાયણ કહેવાય. નરમાંથી જે નારાયણ થયેલા એવાં ભગવાન પ્રગટ થયેલા. અને આપણે ભગવાન કહીએ છીએ.
અને જે મહાવીર ભગવાન થયા, ઋષભદેવ ભગવાન થયા એ પૂર્ણ ભગવાન કહેવાય. કૃષ્ણ ભગવાન એ વાસુદેવ ભગવાન કહેવાય. એમને હજુ એક અવતાર રહ્યો. પણ એ ભગવાન જ કહેવાય.
વાસુદેવ એ ભગવાનમાં ગણાય. શિવ એ ભગવાનમાં ગણાય ને સચ્ચિદાનંદ એ પણ ભગવાનમાં ગણાય. અને આ પાંચેય પરમેષ્ટિઓ ભગવાનમાં જ ગણાય. કારણ કે આ સાચા સાધક હોય, એ બધા ભગવાનમાં ગણાય ! પણ આ પાંચ પરમેષ્ટિ એ કાર્ય ભગવાન કહેવાય અને આ વાસુદેવ અને શિવ એ કારણ ભગવાન કહેવાય. કાર્ય ભગવાન થવાના કારણો સેવી રહ્યા છે !
તરમાંથી તારાયણ ! પ્રશ્નકર્તા : “ૐ નમો ભગવતે વાસુદેવાય'નું જરા વિશેષ રીતે સ્પષ્ટીકરણ કરો.
દાદાશ્રી : આ વાસુદેવ છે તે ઋષભદેવ ભગવાનથી માંડીને અત્યાર સુધીમાં નવ વાસુદેવ થયા. તે વાસુદેવ એટલે નરમાંથી નારાયણ થાય એ પદને વાસુદેવ કહે છે. તપ-ત્યાગ કશું જ નહીં. એમનાં તો મારઝઘડાં-તોફાન અને સામા છે તે પ્રતિવાસુદેવ જન્મે. અહીં વાસુદેવનો જન્મ થાય, એટલે એક બાજુ પ્રતિવાસુદેવ જન્મ. એ પ્રતિનારાયણ ! તે બેના થાય ઝઘડાં. અને તેમાં પાછાં નવ બળદેવેય હોય. વાસુદેવનાં બ્રધર, ઓરમાઈ બ્રધર. કૃષ્ણ છે એ વાસુદેવ કહેવાય અને બળદેવ જે છે એ બળરામ કહેવાય. પછી રામચંદ્રજી વાસુદેવ ના કહેવાય. રામચંદ્રજી