________________
સંપાદકીય
ચહ્યું હોય એવા મોહના પ્રસંગે ઉત્કૃષ્ટ વૈરાગ્યનો કેવો અદ્ભૂત વિચાર!
વીસમે વરસે બાબો જખ્યો. મિત્રોને હોટલમાં પાર્ટી આપી, બે વરસ પછી પાછી હોટલમાં પાર્ટી આપી. બધાએ પૂછ્યું, “શેની પાર્ટી?' પૂજ્યશ્રીએ કહ્યું, ‘મહેમાન આવ્યા તે ગયા!' પાછી બેબી જન્મી તે વખતે પણ પાર્ટી આપી. છ મહિના પછી બીજી પાર્ટી આપી. શેની? ‘મહેમાન આવ્યા, તે ગયા!’
અધ્યાત્મ તરફ વળ્યું જીવન ! બાવીસમે વર્ષે શ્રીમદ્ રાજચંદ્રનું પુસ્તક વાંચવામાં આવ્યું. ત્યારથી આત્માની ખોજ ચાલુ થઈ, તે પૂરી થઈ ૧૯૫૮માં. હજારોને ત્યારબાદ જ્ઞાન આપી મોક્ષનાં દ્વારે પહોંચાડ્યા! જીવન સાદું, સરળ, કોઈપણ જાતના બાહ્ય આડંબર રહિત. કોઈના ગુરુ થયા નહીં. લઘુતમ પદમાં જ સદા રહ્યા. કોઈ વાડો નહિ, સંપ્રદાય નહિ. કેવળ આત્મધર્મની જ પ્રાપ્તિ કરાવાનો અભૂતપૂર્વ સિદ્ધાંત!
૧૯૮૮માં સ્થળ દેહવિલય. સૂક્ષ્યદેહે વિશ્વમાં વ્યાપી જગત કલ્યાણનું અવિરત કાર્ય વધુ વેગે ધપાવી રહ્યા છે!
પૈસાના વ્યવહારતો દાદાશ્રીતો સિધ્ધાંત ‘વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે' એ સિદ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયા. જીવનમાં ક્યારેય એમણે કોઈની પાસેથી પૈસો. લીધો નથી. ઊલટું ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા !
આ મન-વચન-કાયા પારકાંના સુખને માટે વાપરો તો પોતાને સંસારમાં કોઈ દહાડો સુખની કમી નહીં પડે. અને પોતાની જાતનું-સેલ્ફનું રીયલાઈઝેશન કરે, તેને સનાતન સુખની પ્રાપ્તિ થાય. મનુષ્યજીવનનો ધ્યેય આટલો જ છે. આ ધ્યેયના રસ્તે જો ચાલવા માંડે તો મનુષ્યપણામાં જીવનમુક્ત દશાને પામે. એથી ઉપર પછી આ જીવનમાં કંઈ જ પ્રાપ્તિ બાકી રહેતી નથી !
આંબો પોતાની કેટલી કેરી ખાઈ જતો હશે ? એના ફળ, લાકડાંપાંદડાં બધું પારકાં માટે જ વપરાય છે ને ! તેનું ફળ એ ઊર્ધ્વગતિને પામ્યા કરે છે. ધર્મની શરૂઆત જ ઓબ્લાઈઝીંગ નેચરથી થાય છે. બીજાને કંઈ પણ આપો ત્યારથી જ પોતાને આનંદ શરૂ થાય છે.
પરમ પૂજ્ય દાદાશ્રી એક જ વાક્યમાં કહે છે કે મા-બાપની જે છોકરાઓ સેવા કરે, તેને કોઈ દહાડોય પૈસાની ખોટ આવે નહીં. એની જરૂરિયાત બધી મળી આવે અને આત્મસાક્ષાત્કારી ગુરુની સેવા કરે એ મોક્ષ જાય !
દાદાશ્રીએ પોતાની આખી જિંદગીનો એ જ ધ્યેય રાખ્યો હતો કે મને ભેગો થયો તેને સુખ થવું જ જોઈએ. પોતાના સુખને માટે વિચાર સુદ્ધાં નહીં કરેલા. પણ સામાને શી અડચણ છે, એની અડચણ શી રીતે દૂર થાય એ ભાવનામાં જ નિરંતર રહેલા. અને ત્યારે જ એમને કારુણ્યતા પ્રગટેલી. અદ્દભૂત અધ્યાત્મ વિજ્ઞાન પ્રગટ થયેલું.
પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રી તમામ દ્રષ્ટિકોણથી જીવનનો ધ્યેય કેવી રીતે સિદ્ધ કરવો, જે સેવા-પરોપકાર સહિત હોય, તેની સમજ સરળ-સચોટ દ્રષ્ટાંતો દ્વારા ફીટ કરાવે છે, જે જીવનમાં ધ્યેયરૂપે વણી લઈએ તો મનુષ્યપણાની સાર્થકતા થઈ કહેવાશે !
- ડૉ. નીરુબહેન અમીન
આત્મજ્ઞાન પ્રાપ્તિની વર્તમાને પ્રત્યક્ષ લીંક - પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતા હતા. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. તેઓશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂ. ડૉ. નીરુબેન અમીન ગામેગામ-દેશવિદેશ ફરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યાં છે, જેનો લાભ હજારો મુમુક્ષુઓ લઈને ધન્યતા અનુભવે છે.