________________
[૧૧] વિશાનથી પૂર્ણતાને પંથે
૧૫૧
૧૫ર
સહજતી.
(અસહજતા) ઓછું થતું જશે. અને મૂળ સરવાળે શું ? છેલ્વે સ્ટેશન શું ? ત્યારે કહે, વ્યવહાર આત્મા સહજ સ્થિતિમાં અને દેહ પણ સહજ સ્થિતિમાં, એ જ છેલ્વે સ્ટેશન, બન્ને પોતપોતાના સહજ સ્વભાવમાં.
હવે જો નિશ્ચય આત્મા છે એ સહજ છે, તો વ્યવહારને સહજ કરો એટલે આપણે બે એક થઈ ગયા. પછી કાયમના પરમાત્મા થયા.
પ્રશ્નકર્તા : એ સહજતાની કલ્પના કરવી મુશ્કેલ છે.
દાદાશ્રી : હા, એ કલ્પના, કલ્પના હોય નહીંને ! કલ્પનામાં એ આવે નહીંને ! કલ્પનાનું ઝાળું એનું સરકમફરન્સ (પરિઘ) એરિયા આટલું નાનું હોય, પેલો તો બહુ મોટો એરિયા.
પ્રશ્નકર્તા : દાદા, આપે બધાને થોડું થોડું, દરેકની શક્તિ પ્રમાણે આત્માનું ઐશ્વર્ય બતાવી દીધું.
દાદાશ્રી : કેવડું મોટું ઐશ્વર્ય બતાવ્યું ! જુઓને, મોઢા પર કેવો આનંદ છે, નહીં તો દિવેલ ચોપડેલું હોય !
સહજ થયેલાનું એક જ વાક્ય બહુ હિતકારી હોય લોકોને ! સહજ થયેલો જ નહીં ને ! સહજતાનો ઉપાય આપણે ત્યાં છે આ. હવે જેટલો ડાહ્યો થાય, પાંસરો થાય એટલો ખરો. પાંસરો થઈ ગયો કે સહજ થઈ ગયો.
સહજાભસ્વરૂપી ‘આ’ જ્ઞાતી . આત્મા તો સહજ જ છે, સ્વભાવથી જ સહજ છે, દેહને સહજ કરવાનો છે. એટલે એનાં પરિણામમાં ડખો નહીં કરવો. એની જે ઈફેક્ટ હોય તેમાં કોઈપણ જાતનો ડખો નહીં કરવો, એનું નામ સહજ કહેવાય. પરિણામ પ્રમાણે જ ફર્યા કરે. ડખો કરવો એ બ્રાંતિ. ડખો કરનારો માણસ મનમાં એમ માને છે કે ‘હું કંઈક કરું છું.’ ‘હું કંઈક કરું છું' એ ભ્રાંતિ.
‘આ મારાથી થાય ને આ મારાથી ના થાય, આ અમારે ત્યાગ કરવાનું છે’, ત્યાં સુધી બધું અધૂરું. ત્યાગ કરનારો અહંકારી હોય. ‘આ અમારાથી ના થાય' એ કહેનારો અહંકારી, “આ અમારાથી થાય' એ કહેનારો પણ અહંકારી.
આ બધું અહંકાર જ છે.
વ્યવહારમાં જ્યાં સુધી સંપૂર્ણ તૈયાર ના હોય, ત્યાં સુધી સંપૂર્ણ આત્મા પ્રાપ્ત થયો નથી. એટલે સહજાત્મ સ્વરૂપ વ્યવહારમાં, એટલે કોઈ કોઈને ડખલ નહીં સામસામી. આમ થાય કે આમ ના થાય એ ડખલ નહીં. કોઈ કોઈની મહીં ડખલ જ નહીં. પોતપોતાના કાર્ય કર્યું જાય. કર્તા પુરુષ જે કરે, એને જ્ઞાતા પુરુષ નિરંતર જાણ્યા જ કરે. બંનેય પોતપોતાના કાર્યોમાં રહે.
કૃપાળુદેવે કહે છે કે, ‘સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે.” તે જ વાત થઈ આપણે મહાત્માઓને. ભાન તો તમને થઈ ગયું, લક્ષ બેઠું. જે થયું તેમાં ડખો ના કરો, તો તે સહજ સ્વરૂપની સ્થિતિ છે. અમારી સહજ સ્વરૂપે થઈ ગઈ છે અને તમારે સહજ સ્વરૂપ થવાનું છે. પણ તમારે પેલું પુદ્ગલ નડેને, તે પુદ્ગલને ખપાવવાં પડશે. વૈષ્ણવને વૈષ્ણવ પુદ્ગલ હોય, જૈનને જૈન પુદ્ગલ હોય. એ બધાં ખપાવવા પડશે. એ મારી પાસે સમજી લેશો એટલે ખપી જશે.
સહજ રૂપે સ્થિતિ થવી એટલે પુદ્ગલ સારું-ખોટું તમારે એ જોવાનું નહીં. એ સારું-ખોટું ગણવા ક્યાં જાવ છો ? પૂરણ થયેલું છે એ ગલન થાય છે. તમારે તો જાણવાની જ જરૂર છે.
અજાયબ કલ્યાણકારી ‘આ’ વિજ્ઞાન ! એટલે આ પૂર્ણ પ્રગટ તમારું થયું છે, એટલે બધી જ ક્રિયા થઈ શકે એમ છે. સંસારની સર્વસ્વ ક્રિયા થઈ શકે અને આત્માની સર્વસ્વ ક્રિયા, બંને પોતપોતાની ક્રિયામાં રહે વીતરાગતા, સંપૂર્ણ વીતરાગતામાં રહીને ! એવું આ અક્રમ વિજ્ઞાન છે !
જો અજાયબી, કેવી અજાયબી ! આખા દસ લાખ વર્ષમાં આ મોટામાં મોટી અજાયબી છે ! ઘણાં લોકોનું કલ્યાણ કરી નાખ્યું !