________________
[૧૦] ‘સહજ’ને નિહાળતાં, પ્રગટે સહજતા
૧૪૭
૧૪૮
સહજતી.
બહુ શક્તિવાળો છે. પ્રગટ ના થવા દે કે મારે દુઃખ હતું. એવું મહાવીરને નહીં, એ તો સહજ સ્વભાવમાં. એમના મનમાં એમ ના થાય કે આ હું જો હમણે રડીશ તો આ લોકોને આપણું જ્ઞાન ખોટું લાગશે. ભલે ખોટું લાગે, તે સહજતામાં હોય.
શરીર ઊંચુંનીચું થાય, કોઈ દઝાડે તો હાલી જાય એ બધો દેહનો સહજ સ્વભાવ. અને આત્મા પર પરિણામમાં નહીં, એ સહજ આત્મા. સહજ આત્મા એટલે સ્વપરિણામ.
વેદતામાં સ્થિર તે અહંકારી પ્રશ્નકર્તા: એવું કહેવાય છે કે ગજસુકુમારને માથે મોક્ષની પાઘડી બાંધેલી, તો તે વખતે ગજસુકુમાર આત્માની રમણતામાં હતા, એટલે એમને ઉપર પેલી પાઘડીની ખબર ના રહી.
દાદાશ્રી : પાઘડીની ખબર ના રહી હોત તો મોક્ષ ના થાત. તે પાઘડીની ખબર રહી. માથું બળ્યા કરે છે તે જોયા કર્યું. તેમાં જે સમતા ધરી કે હું શુદ્ધાત્મા છું, આ જુદું છે' એ જોયું પણ એમને જે સમતા રહી એ જ મોક્ષ છે. મહીં બળતરા થાય, બધી ખબર પડે. ના ખબર પડે એ તો બેભાનપણું છે.
કેટલાક લોકો એવા હોય છે કે આમ કરીને બળી મરે છે તે લોકો આવીને મને કહે છે કે એ જરાય હલ્યા નથી. મેં કહ્યું, અહંકારનો કાંકરો છે. જ્ઞાની પુરુષ તો હાથ બળતો હોય તો રડે-બડે બધુંય. જો રડે નહીં તો જ્ઞાની જ નહોય. એમને સહજભાવ હોય. આ તો અહંકારનો કાંકરો. કાંકરો આમ નાખો તોય કશું ના થાય. તે કોઈને ખબર નહીં પડવા દે આ લોકો. ના ચાલે આ બધું. આવો ફોગટનો ઈલાજ નહીં ચાલે. આ દાદો આવ્યો છે. હા, અત્યાર સુધી ચાલ્યું. આ જેમ છે તેમ જ કહેવું છે. અત્યાર સુધી તો ખોટું નાણું કઢાવ્યું હોય એ જ ચાલે. પણ હવે અહીં નહીં ચાલે.
જોવાનું માત્ર એક પુદ્ગલ જ પ્રશ્નકર્તા : દાદાએ કહ્યું છે, ‘તારી જ ચોપડી વાંચ્યા કર, બીજી ચોપડી
વાંચવા જેવી નથી. આ પોતાની જે પુદ્ગલ ચોપડી છે, આ મન-વચન-કાયાની એને જ વાંચ, બીજી વાંચવા જેવી નથી.’
દાદાશ્રી : આ વાંચવું સહેલું નથી, એ ‘વીર’નું કામ છે. સહેલું હોવા છતાં સહેલું નથી. અઘરું હોવા છતાં સહેલું છે. અમે નિરંતર આ જ્ઞાનમાં રહીએ, પણ મહાવીર ભગવાન જેવું ન રહેવાય. એ તો ‘વીર’ રહી શકે ! અમને તો ચાર અંશેય ખૂટતા ! એટલુંય ના ચાલે ને ત્યાં આગળ ! પણ દૃષ્ટિ ત્યાંની ત્યાં જ રહેવાની.
તીર્થકર ભગવાન પોતાના જ્ઞાનમાં જ નિરંતર રહે. જ્ઞાનમય જ પરિણામ હતાં. જ્ઞાનમાં કેવું રહેતા હશે ? જે કેવળજ્ઞાનની સત્તા પર બેઠેલા પુરુષ, એમને એવું કયું જ્ઞાન બાકી છે કે તેમાં રહેવા જેવું હોય ? ત્યારે કહે, પોતાના એક પુદ્ગલમાં જ દૃષ્ટિ રાખીને જોયા જ કરતા હોય.
ભગવાન મહાવીર જોયા જ કરતા હોય કે શું કરે છે, શું નહીં ! દેવોએ ઉપદ્રવ કર્યો માંકણનો, તે આમ પાસાં ફેરવે ને આમ પાસાં ફેરવે. એને એ પોતે જુએ. ‘મહાવીર’ આમ પાસાં ફેરવે, શરીરનો સ્વભાવ છે. (‘મહાવીર’ હો કે ગમે તે હો) ફક્ત અહંકારી લોકો ચાહે સો કરે. માંકણ તો શું પણ બાળે તો એ હાલે નહીં. કારણ કે આખી આત્મશક્તિ એમાં જ છે. હા, જે થવું હોય તે થાય, પણ હાલવું જ નથી એવું નક્કી કર્યું છે. પણ જુઓ, આત્મશક્તિ કેટલી ! અને આ તો સહજભાવી, કેવળજ્ઞાનીઓ ને બધા જ્ઞાનીઓ સહજભાવી. ૨ડે હઉ, આંખમાંથી પાણી નીકળે, બૂમ પાડે. માંકણ કરડે ને, તો પાસું ફેરવે. આમ ફેરવે ને તેમ ફેરવે. બધું જુએ. પહેલાં કર્મ ખપાવવામાં ગયું. પછી જોવામાં ગયું, નિરંતર જોયું. એક જ પુદ્ગલમાં દૃષ્ટિ રાખે. બધા જ પુદ્ગલનું જે છે એ, એક પુદ્ગલમાં છે. પોતાના પુદ્ગલનું જ જોવાનું છે કે જે વિલય થઈ જાય !
જ્ઞાત' આપવું એ પુરુષાર્થ પ્રશ્નકર્તા : જ્ઞાની અને તીર્થંકરના પુરુષાર્થ વચ્ચે શું ફરક હોય ? દાદાશ્રી : પૂર્ણ થઈ ગયા પછી કંઈ પુરુષાર્થ નથી. પછી સહજભાવ