________________
[૧૦] ‘સહજ’ને નિહાળતાં, પ્રગટે સહજતા
૧૪૩
૧૪૪
સહજતી.
અહંકારની જરૂર ના પડે એવું સહજ છે.
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ પણ શરીરની વેદના થઈ હોય તો બૂમો પાડે ?
દાદાશ્રી : જ્ઞાની પુરુષ બૂમ પાડે નહીં, શરીર બૂમ પાડે અને શરીર બુમ ના પાડે તો જ્ઞાની ન હોય. બીજાં લોકો જાણી જાય તેથી અજ્ઞાની અહંકારે કરીને દબાવે.
ભટકવા જાય ખરું?
દાદાશ્રી : ચિત્ત ભટકતું ક્યારે અટકે ? જો જ્ઞાની પાસેથી જ્ઞાન લઈને જ્ઞાનીની આજ્ઞા પાળે તો ચિત્ત ભટકતું અટકે.
પ્રશ્નકર્તા ઃ એનો અર્થ એવો થાય કે જ્યાં સુધી એ જ્ઞાની પુરુષની પાસે ના આવે ત્યાં સુધી એ ચિત્તવૃત્તિ કોઈ દહાડો પાછી જ ના આવે?
દાદાશ્રી: ‘જ્ઞાની” ના મળે ત્યાં સુધી કશું વળે નહીં. આ બધી ભાંગફોડ કરેલી નકામી છે. જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ” ના મળે ત્યાં સુધી ભૂખ્યા બેસી રહેવાય ? કંટ્રોલના ઘઉં મળે તો એ ખાવાના. જે ગુરુ મળ્યો તે ગુરુની પાસે બેસવાનું. કંઈ ભૂખ્યું બેસી રહેવાય નહીં. બાકી જ્ઞાની મળશે તો છુટકારો છે, બીજે ગમે ત્યાં જશે પણ છુટકારાનો રસ્તો નથી.
પ્રશ્નકર્તા : પતંજલિએ યોગની વ્યાખ્યામાં કીધું છે કે યોગ એટલે ચિત્તવૃત્તિઓનો નિરોધ. અને આપ એમ કહો છો કે એની મેળે પાછી આવે. પેલામાં પ્રયત્ન છે અને આમાં પ્રયત્ન નથી.
દાદાશ્રી : હા, પેલામાં તો નિરોધનો પ્રયત્ન કરવાનો અને આ તો સહજ આવ્યા કરે, પાછી આવે. પહેલાં ચિત્તવૃત્તિઓ જે બહાર ભટક ભટક કરતી હતી, બધી પાછી આવે છે. જાય ખરી પણ ગયેલી પાછી વળી જાય. એવી નથી વળતી ? આપણે હાંકવા ના જવું પડે. અને પહેલાં તો હાંકવા જઈએ તોય પાછી ના વળે.
અહંકાર રહિત જ્ઞાતી પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને દુ:ખનો અનુભવ થાય ?
દાદાશ્રી : જ્ઞાની હોમ ડિપાર્ટમેન્ટ (આત્મા)માં જ રહેતા હોય એટલે દુ:ખનો અનુભવ ના થાય. મોક્ષ સ્વરૂપ હોય, હોમમાં. એ ફોરેન (અનાત્મા)માં પેસતા જ ના હોય. ફોરેન જોડે વ્યવહાર જ ના હોય. જેનો સચળ વ્યવહાર બંધ થઇ ગયો છે. અને સંચળ છે તે, છતાંય સચળ સાહજિક ચાલ્યા કરે છે. સાહજિક જેની અવસ્થા છે બધી. ખાવું, પીવું, બેસવું, ઊઠવું બધું સહજ છે. જેમાં
પ્રશ્નકર્તા : એના અહંકારથી દબાવે ?
દાદાશ્રી : અહંકારથી બધું બંધ થઈ જાય. અહંકાર તો બહુ કામ કરે. અહંકાર જતો રહેલો એ જ્ઞાની. આમને (નીબેનને) પૂછો તો ખરા કે ઇજેક્શન આપતી વખતે અમને શું થાય છે ? ટાઢું કરવું પડે, ટાઢું. અહંકાર જતો રહેલો તેથી, નહીં તો મારો અહંકાર હતોને ત્યારે છે તે એક દીવાસળી સળગાવી ને મારો અંગૂઠો આમ ઉપર મૂકેલો. મેં કહ્યું, ‘અહીં ધર.” તે બે દીવાસળી સળગતી રહી ત્યાં સુધી રહેવા દીધું હતું. અહંકાર શું ના કરે ? અહંકાર બધું જ કરી શકે અને આ સહજતા ના કરી શકે.
વેદનામાં દેહ સહજ સ્વભાવ
જે પરપરિણામો છે કે જે ડિસ્ચાર્જરૂપે છે, તેમાં વીતરાગતા રાખવાની જરૂર છે. બીજો ઉપાય જ નથી. એ તો મહાવીર ભગવાનને પેલાં બરુ માર્યા ને ! તે ખાલી વીતરાગતા જ રાખવાની જરૂર છે અને બસ ખેંચી કાઢ્યું પેલાએ, તે ઘડીએ વીતરાગતા જ. ભલે પછી દેહનું ગમે તે થયું, દેહે બૂમ પાડી હશે, તેને લોકોએ બધું ઊંધું માન્યું. પણ જ્ઞાનીનો દેહ તો હંમેશાંય બૂમ પાડે, રડે, બધું જ કરે. જ્ઞાનીનો દેહ જો આમ સ્થિર થઈ જતો હોય, તો તે જ્ઞાની નથી.
પ્રશ્નકર્તા : બધાં લોકો તો એવું જ માને છે કે જ્ઞાનીને જરા આમ કહે તો હાલે નહીં, રસમસ ના થાય.
દાદાશ્રી : લોકોને લૌકિક જ્ઞાન છે. લૌકિકની બહાર જગત નીકળ્યું નથી. આમ બેસે અને બળી મરતો હોય, તો લોક એને જ્ઞાની કહેશે. પણ જ્ઞાની તો ખબર પડી જાય કે આ જ્ઞાની છે, હાલી જાય આમ, આ બધું હાલી જાય