________________
સહેજતા
[૧૦] ‘સહજ’ને નિહાળતાં, પ્રગટે સહજતા
૧૩૭ લે છે, નહીં તો વિકૃત થઈ જઈએ. અમે સહજમાં જ હોઈએ. બહાર ગમે એટલાં ફોટા લેવા આવે તો ફોટાવાળાય સમજી જાય કે દાદા સહજમાં જ છે. તે તરત જ ચાંપ દબાવે.
ફોટો મૂર્તિતો, પોતે અમૂર્તમાં પ્રશ્નકર્તા : ફોટો લેતી વખતે, આપને મહીં શું રહે ? કારણ કે આ તો મારો ફોટો લે છે, પછી આમને આમ અક્કડ રહે, તો આપને અંદરમાં કેવું પરિણામ હોય ? આપને કેવો ઉપયોગ રહે તે વખતે ?
દાદાશ્રી : કશું લેવાદેવા નહીં. કશું જ નહીં બન્યું એવું. પેલાને એ ના લાગે, કે મારો ફોટો ખરાબ દેખાય એવું કર્યું, એટલે હું એની સામું જોઉં જરા એટલું જ ને હાથ જરા જોડું. મહેનત નકામી ના જાય ને ! મારે સહજ. અને એ કહેશે, એમ બેસો, ત્યારે એમ બેસું. આમેય કરું. તુંય સહજ થઈશ એટલે તારા ફોટા લેવાશે. સહજ થવું જોઈએ. ફોટોગ્રાફર ખોળતો હોય છે, સહજ કોણ છે, આ બધા સો માણસ બેઠાં હોય એમાં. એ ખોળતો જ હોય. ફોટોગ્રાફરને એ પરીક્ષા સારી હોય. ફોટોગ્રાફર સમજી જાય કે આટલા બધામાં એમનો ફોટો લેવા જેવો છે, હું હમણે તમારી જોડે નીચે બેસું ને પછી ફોટોગ્રાફરને કહીએ કે ખોળી કાઢે કે કોનો ફોટો લેવા જેવો છે ? ત્યારે કહે, આમનો લેવા જેવો. સ્થિરતા જુએ. ફોટોગ્રાફર હંમેશા સ્થિરતા જુએ. કેટલી સ્થિરતા ને સહજતા છે, એ જુએ. સહજતા તમે સમજ્યા ? તમેય છે તે અમથા આમ અક્કડ થઈ જાવ, નહીં થાવ ?
પ્રશ્નકર્તા થઈ જાય. પાછું મને કોઈ જુએ છે કે નહીં, એમ બધે જોયા
૧૩૮ ને, એના ફોટા બહુ પડે, પુષ્કળ પડે.
પ્રશ્નકર્તા: એવો નિયમ છે ? દાદાશ્રી : નિયમ જ ને બધા. બધાં નિયમથી જ ચાલે ને જગત !
પ્રશ્નકર્તા : આ પાછું એવુંય કહે, કે આ મારો ફોટો કેવો સહજ છે ! આ નેચરલ ફોટો છે મારો !
દાદાશ્રી : એક માણસ તો કહે છે, આમ દોઢ ડોલર ફી લેતો'તો, ત્યાં ને ત્યાં તરત ફોટોગ્રાફ આપે, તૈયાર કરીને. તે કહે છે, મારે આમનો ફોટો લેવો છે. લઈને તરત ફોટો આપ્યો ને પૈસા ના લીધા ! જેને દાદાનો ફોટો લેવો હોય એની ગરજે લે કે ! ત્યાર પછી ફોટા સરસ આવ્યા હોય !
હવે તો નીરુબેન હઉ ફોટોગ્રાફર થઈ ગયાં છે ને, કેમેરા-બેમેરા લઈને ! પ્રશ્નકર્તા : ત્યારે તમે કહો છો, ફોટોગ્રાફર થઈ ગયા, એટલે પછી....
દાદાશ્રી : એ તો કહું, એ તો બધી રમૂજની વાતો બધી. એ તો રમૂજ ના જોઈએ થોડી ઘણી ?
પ્રશ્નકર્તા: જોઈએ.
દાદાશ્રી : આ ભઈ જોડે કેટલી રમૂજ કરું છું ! નથી કરતો ? તમને ખબર પડી જાય ને કે આ રમૂજ કરે છે ? ગેલ તો કરવું જ પડે ને ? રમૂજ તો હોય ને ! રમૂજ વગર દુનિયામાં ગમે શી રીતે ? તારી જોડે નથી કરતો ?
આમણે દાદાનો ૩૬ કલાકનો વિડિયો કર્યો, ત્યારે એમને ફોટાની કેટલી ઇચ્છા હશે ! ૩૬ કલાકનો વિડિયો એટલે કેટલા કલાક ચાલે ફિલ્મ ? જોઈએ છીએને, આપણે સિનેમા ? એવું બાર દહાડા જોઈએ ત્યારે એ પૂરું થાય ! આખા અમેરિકામાં મારી જોડે ફર્યો, બધે જ વિડિયો લઈને ! ૩૬ કલાકની વિડિયો એટલે બોલતાં-ચાલતાં બધું જ ! કહે છે, રોજ જોયા જ કરીએ છીએ. એ જ જોઈએ છીએ, મારે બીજું શું જોવાનું ?
બાર કલાકની બધી આમ સરસ થોડી થોડી લઈને અહીં અમેરિકાથી
દાદાશ્રી : એને જોવામાં વાંધો નથી પણ તે રેગ્યુલર જોતો નથી. એ જોવાનો સહજભાવ તૂટી જાય છે.
પ્રશ્નકર્તા : પાછો કહે, મારો ફોટો લે છે. દાદાશ્રી : હા, એટલે જે માણસને ફોટામાં લેતા હોય ત્યારે સહજ થાય