________________
[૯] ન કરવાનું કાંઈ, કેવળ જાણવાનું
રહ્યું છે. ડખોડખલ ના કરીશ કે નથી ચલાવવું એવુંય ના બોલીશ, ચલાવવું છે એવુંય ના બોલીશ. શું કહે છે ? ડખોડખલ કરીશ નહીં.
ડખોડખલ નહીં, ત્યાં ‘ખરી પડે’
આ વિજ્ઞાન કેવું છે ? એની મેળે ખરી પડશે, કાઢવાનું નથી. કારણ કે જીવતું નથી. આ સંસારની ટેવો છેને, જેને જ્ઞાન નથી મળ્યું તેને એ જીવતી છે અને આની ટેવો મડદાલ છે. એટલે જ્યારે ત્યારે એની મેળે, જેમ ગીલોડી (ગરોળી)ને એની પૂંછડી કપાઈ ગયેલી હોય તોય હાલ્યા કરે, પણ આમ તે કાયમ હાલ્યા કરશે ? ક્યાં સુધી ? એમાં જીવન નથી, એમાં બીજા તત્ત્વો છે, એ તત્ત્વો નીકળવા માંડ્યાં, એટલે પછી બંધ પડશે. એવું અહીં છોડવાનું નથી, બિલકુલ કશું છોડવાનું નથી. એની મેળે છૂટી જાય છે.
પ્રશ્નકર્તા : આ ‘ખરી પડે' જે કહ્યુંને, એ શબ્દ મને બહુ વિચાર કરું છું કે કેટલો સહજ ભાવ છે, ‘ખરી પડે’ એમાં ?
૧૩૩
ગમ્યો. એવો
દાદાશ્રી : અને ‘ખરી પડે' ત્યાં સુધી તમારે ‘જોયા' કરવું પડે.
પ્રશ્નકર્તા : પ્રયત્નો નહીં કરવાના ?
દાદાશ્રી : નહીં, ડખોડખલ જ નહીં.
પ્રશ્નકર્તા : એટલે એનો યોગ્ય સમય આવશે ત્યારે ખરી પડશે ?
દાદાશ્રી : એની મેળે જ ખરી પડશે. ભલેને, લોક આમનું બોલવું હોય તો આમ બોલે ને તેમનું બોલવું હોય તો તેમ બોલે, પણ આપણે જો ડખો કરીએને, તો બધું ડખલ થઈ જશે.
પ્રશ્નકર્તા : પણ દાદા, તમે ઝાડના મૂળિયાંની અંદર પેલી દવા મૂકી આપી છે ને, એટલે પાન-બાન દેખાય પણ બધાં ખરતાં ને ખરતાં રહ્યાંને ! હવે તો ધીરે ધીરે અમારાં બધાં કબાટો (ભરેલો માલ) ખાલી થઈ જશે.
દાદાશ્રી : હા, એટલે કબાટ તો બધાં ખાલી જ થઈ જવાનાં ને ! તે આપણને મોક્ષે જવાની ઇચ્છા થઈ એટલે આ સંસારભાવ તૂટ્યો, એની મેળે
૧૩૪
સહજતા
જ તૂટ્યો. આપણે અહીંથી મામાની પોળ જવું છે, એ તરફ ગયા એટલે આપણે ટાવર તરફ નહીં જઈએ, એ નક્કી થઈ ગયું. એટલે આ બાજુ મોક્ષ ભણી વળ્યો એટલે પેલો ત્યાગ જ થઈ ગયો, ભાવત્યાગ જ વર્ત્યા કરે. એટલે એની મેળે ખરી પડવું જોઈએ. ‘ખરી પડવું’ શબ્દ સમજ્યા તમે ?
પ્રશ્નકર્તા : : હીં.
દાદાશ્રી : મૂર્છા ના હોયને એટલે ભરેલો માલ બધો ખરી પડે. એનો કાળ આવે એટલે ખલાસ થઈ જાય !
܀܀܀܀܀