________________
સહજતા
[૭]
જ્ઞાતી પ્રકાશે અનોખા પ્રયોગો
અંતઃકરણ શુદ્ધિના સાધનો પ્રશ્નકર્તા : આ બુદ્ધિ જે અમને સહજ થવા દેતી નથી, તેને ચોખ્ખી કરવા માટે પાંચ આજ્ઞા સિવાય બીજું કોઈ સાધન ખરું ?
દાદાશ્રી : અહીં બધા ડૉક્ટરો ભેગા કર્યા હોય તો ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલે ? કેટલા બોલે ? એકેય ના બોલે. બુદ્ધિ એવી પેસી ગઈ ને, તે શુક્લ અંતઃકરણ ઊડી ગયું !
પ્રશ્નકર્તા : એટલે બૌદ્ધિક પરિગ્રહ વધ્યા, બુદ્ધિ વધી એટલે ?
દાદાશ્રી : હા, એટલે સહજ થવાની જરૂર છે. તેમાં સહજ એવું હોવું જોઈએ, સાથે સાથે પાછાં પ્રતિક્રમણ કરવાં કે ‘મારાથી બોલાતું નથી. કેટલા વખતથી મારે આ બોલવાની ઇચ્છા છે, તો મને આ અંતરાય દૂર કરો.” એમ કરતાં કરતાં બેસી જશે ને સારી રીતે બોલાશે. તન્મયાકાર થઈને સારી પેઠે બોલાશે. બુદ્ધિ થોડીક વધી કે શુક્લ અંતઃકરણ ઊડી જાય.
પોતે જુદો પડ્યો એટલે પોતાની જાત જુદી પાડી. અને ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' ગાવામાં તન્મયાકાર થાય એટલે મનમાં જે વિચારો આવતા હોય તેય ઊડી જાય ! અંત:કરણ ચોખ્ખું થતું જાય.
પ્રશ્નકર્તા : એટલે ભણતરથી બુદ્ધિ વધી ને ? તો એ હિસાબે તો અભણ રહેવું સારું ?
દાદાશ્રી : હવે આ શી રીતે ખબર પડે લોકોને ? કૃપાળુદેવે એટલું કહ્યું કે શુક્લ અંતઃકરણ. પણ શુક્લ અંતઃકરણ કોને કહેવું એ બધું સમજાય શી રીતે ? મોક્ષમાર્ગ આખો હાર્ટલી માર્ગ છે. અમારામાં સેન્ટ બુદ્ધિ નથી ત્યારે તો મોક્ષમાર્ગ આખો ખુલ્લો થયો ને ?
દાદા કરાવે પ્રયોગો સહજતા કાજે આપણે ત્યાં થબાકા (જોરથી તાળી) શા માટે પાડવામાં આવે છે ? સહજતા લાવવા માટે, જે અસહજપણું હતું, તે ઉડાડી મેલવા માટે છે બધું આ. સહજ પ્રયોગ છે આ. સહજતા આવે પછી કોઈ જાતનો ભો જ નહીંને ! ભો હોય નહીં ને ભડકાટેય નહીં. આમ કરાય ને આમ ના કરાય, એવું જેના મનમાં વિકલ્પ છે તેને ભો હોય. આપણને તો ભો જ નહીંને કોઈ જાતનો. ભૂતાં બધાં નીકળી જવાં જોઈએ.
રસ્તામાં કપડાં કાઢી લે તો પછી આપણને સંકોચ રહ્યા કરેને કે ના રહ્યા કરે ?
પ્રશ્નકર્તા: હવે ના રહે.
ધદાશ્રી : હવે કશો સંકોચ ના રહે, એટલા માટે આ સહજતા કરાવડાવીએ છીએ કે કોઈ પણ સ્થિતિમાં સંકોચ ના ઉત્પન્ન થાય.
વડોદરામાં ઘડિયાળી પોળમાં ઉપાશ્રય છે તે જ્ઞાન પહેલાં હું ત્યાં ગયેલો, એ ઉપાશ્રયમાં દર્શન કરવા માટે, કોઈ મહારાજ આવ્યા હશે તે. તે દહાડે લાંબો સફેદ કોટ પહેરું અને બૂટ અત્યાર જેવાં નહોતો રાખતો, જરા ચકચક્તિ રાખતો. તે દહાડે જરા વટબટ બધું ખરું ! ત્યાં આગળ દોઢ કલાક બેઠો પછી બહાર નીકળ્યો તે ચકચકિત બૂટ હતા તે ઉપડી ગયાં. પગરખાં સારાં હોય તે જ પહેલાં ઉપાડે ને ? તે ઉપડી ગયાં, તેનો ખેદ ના થયો પણ હવે બજારમાં શી રીતે જઈશ ? લાંબો કોટ ને પગમાં બૂટ નહીં. તે મહીં સંકોચ થયો. તે ત્યાં ઘડિયાળી પોળમાં નીકળતાં જ તરત રીક્ષા કરી લીધી અને ઘેર આવતો રહ્યો. પણ આવો સંકોચ થયેલો અનુભવ્યો મેં. એટલે મને એમ વિચાર આવે કે પછી કો'ક કહે, કપડાં કાઢી લો તો શું કરું ? તો સંકોચ થયા વગર રહેવાનો છે ? માટે સંકોચ