________________
[૫] ત્રિકરણ આમ, થાય સહજ
સહજતા.
દાદાશ્રી : એવું કશું નહીં. મન તો ચાલુ રહે. મન તો ઝમ્યા જ કરે, એની મેળે. ફિલ્મ ચાલુ જ રહ્યા કરે, એની મેળે !
પ્રશ્નકર્તા ઃ મન જેમ કુદરતી રીતે જ ઝમ્યા કરે છે તો વાણી બોલવી હોય ત્યારે પણ એવું છે ?
દાદાશ્રી : વાણી કુદરતી રીતે જ ઝમ્યા કરે છે. પ્રશ્નકર્તા : અને કોઈ પણ પ્રકારનું વર્તન ? દાદાશ્રી : વર્તનેય કુદરતી રીતે જ ઝમ્યા કરે છે.
કિર્તન્મયતા ત્યાં તિરોગીતા શરીર-મન-વાણીની જેટલી નિરોગીતા એટલી આત્માની સહજતા.
પ્રશ્નકર્તા : આ શરીર-મન-વાણીની નિરોગીતા એટલે કઈ રીતે નિરોગીતા ?
દાદાશ્રી : વ્યવહાર આત્મા સહજ હોય તે ઘડીએ વાણી નીકળે ત્યારે નિરોગી નીકળે. આ બાજુ નિરોગી વાણી હોય તો આત્મા સહજ હોય એમનો. આ અમે બધું બોલીએને તે બધું નિરોગી કહેવાય. એટલે આત્મા મહીં સહજ જ હોય અને એ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કહેવાય. આવા સહજાત્મા સ્વરૂપની ભક્તિ કરવી. બે જુદાં, પોતે ડખલ ના કરે મહ. ડખલને લઈને સહજતા ઊડી ગઈ.
પ્રશ્નકર્તા : પણ નિરોગી વાણી એટલે રાગ-દ્વેષ વિનાની વાણી, દાદા ? દાદાશ્રી : હા, બિલકુલ રાગ-દ્વેષ વિનાની. પ્રશ્નકર્તા તો મનને કઈ રીતે નિરોગી બનાવવું, દાદા ?
દાદાશ્રી : મન તો પોતાનું નહીં એટલે મન તો એની મેળે ડિસ્ચાર્જ થયા કરે. મહીં ભળે તો છે તે રોગ થાય. ભળે જ નહીં તો શી રીતે રોગી થાય ? છો ને ગમે તે આડું હોય કે ઊંધું હોય, તોય મહીં આડા-ઊંધાની કિંમત
નથી. સારું-ખોટું સમાજને આધીન છે. ભગવાનને ત્યાં કંઈ છે જ નહીં. ભગવાન તો કહે છે કે આ બધું દશ્ય છે, સારું-ખોટું કરવાનું છે નહીં. દશ્યને જોવાનું છે. શેયને છે તો જ્ઞાનથી જાણવાનું છે.
પ્રશ્નકર્તા : દાદા, પણ લૌકિક દૃષ્ટિએ, સારા-ખાટાના વિચારો આવી જાય છે અને એના લીધે કોઈકવાર કોઈના પ્રત્યે દ્વેષ ઊભો થઈ જાય છે.
દાદાશ્રી : ના, એ તો મનમાં થાય છે તે, એ તો તમે જાણી જાવ છો ને ! એ ભરેલો માલ છે તે નીકળે છે. તેને તમારે જોયા કરવાનો. મહીં પૂછીને ભરેલો ના હોય. નીકળી ગયો એ તો ફરી નહીં આવે હવે અને ફરી થોડોક હશે તો આવીને પણ પછી નહીં આવે. જેટલો પાઈપમાં ભરેલો છે એટલો માલ આવશે.
પ્રીકૉશત લેવા કે નહીં ? પ્રશ્નકર્તા: સહજ ભાવે વિચાર કરીએ, જો વરસાદ પડે તો આમ કરીએ એવું થાય, તો શું એ વિકલ્પ કહેવાય ? વિચારીને કર્યા પછી જે બને તે સાચું. પણ આ વિચારવું એ શું ડખો કર્યો કહેવાય કે વિકલ્પ કર્યો કહેવાય ?
- દાદાશ્રી : જેણે ‘જ્ઞાન’ લીધું ના હોય, તેને એ બધું વિકલ્પ જ કહેવાય. જેણે “જ્ઞાન” લીધું હોય ને, તે સમજી ગયો હોય. તેને વિકલ્પ ના રહે પછી. શુદ્ધાત્મા તરીકે ‘આપણને’ જરાય વિચાર કરવાનો હોતો જ નથી. એની મેળે જે આવે, તે વિચાર જાણવાનો હોય છે.
પ્રશ્નકર્તા ઃ એનો અર્થ એવો થયો કે કંઈ ‘પ્રિકૉશન” લેવાનાં જ નહીં ?
દાદાશ્રી : ‘પ્રિકૉશન’ તો હોતાં હશે ? એની મેળે થાય, એનું નામ ‘પ્રિકૉશન.” આમાં ‘પ્રિકૉશન” લેનાર હવે કોણ રહ્યો ?
ધોળે દહાડે તમે ઠોકરો ખાવ છો ! તેમાં ‘પ્રિકૉશન’ લેનાર તમે કોણ ? શું માણસ ‘પ્રિકશન’ લઈ શકે, એનામાં સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ જ નથી ત્યાં ?
જગત આખું ‘પ્રિકૉશન” લે છે, છતાં શું ‘એક્સિડન્ટ નથી થતાં ?” જ્યાં