________________
[3] અસહજનો મૂળ ગુનેગાર કોણ ?
સહજતા
દાદાશ્રી : બસ. પ્રશ્નકર્તા : એટલે આ વચ્ચેની એટલે શું ?
દાદાશ્રી : ઈમોશનલ થાય છે તે પ્રકૃતિ ઈમોશનલ નથી, ‘પોતે’ મહીં ભેગો થઈ જાય એટલે ઈમોશનલ થઈ જાય.
પ્રશ્નકર્તા : પોતે એટલે તો અહમ્ ભળે છે પ્રકૃતિમાં એટલે આ... દાદાશ્રી : ભળે છે એટલે ચંચળતા ઉત્પન્ન થઈ. પ્રશ્નકર્તા : એટલે આ પોતાની ચંચળતા જવી જોઈએ ? દાદાશ્રી : હવે જુદા રહીને જુએ એટલે સાહજિક રહે.
ઈફેક્ટને આધાર, ત્યાં કોંગ્ર પ્રશ્નકર્તા : અહમ્ કેવી રીતે ભળે છે ?
દાદાશ્રી : પ્રકૃતિમાં ‘ઈફેક્ટ' તો એની મેળે થયા જ કરે છે પણ પોતે અંદર ‘કૉઝિઝ’ કરે છે, આધાર આપે છે કે મેં કર્યું, હું બોલ્યો.' ખરી રીતે ઈફેક્ટ’માં કોઈને કરવાની જરૂર જ નથી. ‘ઈફેક્ટ’ એની મેળે સહજભાવે થયા જ કરે છે, પણ આપણે તેને ટેકો આપીએ છીએ કે “કરું છું’, એ ભ્રાંતિ છે, અને એ જ ‘કૉઝિઝ' છે.
પ્રશ્નકર્તા : એ ‘કૉઝ'નું ‘કોંઝ' શું છે ?
દાદાશ્રી : અજ્ઞાનતા. ‘રૂટ કૉંઝ’ અજ્ઞાનતા છે. ‘જ્ઞાની પુરુષ' અજ્ઞાનતા દૂર કરે.
જ્ઞાતા-દ્રષ્ટા રહે, બને સહજ સહજ પ્રકૃતિ એટલે જેવું વીંટ્યું હોય એવું જ બસ ફર્યા કરે, બીજી કશી ભાંજગડ નહીં.
જ્ઞાનદશાની સહજતામાં તો, આત્મા જો આનો જ્ઞાતા-દ્રા રહે તો જ
એ સહજ થાય ને એમાં સળી કરી કે પાછું બગડ્યું. “આવું હોય તો સારું, આવું ના હોય તો સારું.’ એમ ડખલ કરવા જાય કે અસહજ થાય.
શુદ્ધાત્મા સિવાય બીજો કયો ભાગ રહ્યો ? પ્રકૃતિ રહી. તે ગુનેગારી છે. તે પ્રકૃતિ જે કરતી હોય તેમાં આપણે કહીએ, ‘તું જોશથી કર’, એમેય નહીં કહેવાનું અને ‘ના કરીશ’ એમેય નહીં કહેવાનું. આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું. તો ‘વ્યવસ્થિત’.
ખેંચ-ચીડ-રાણ, બતાવે અસહજ બેઉ રમણતા ચાલ્યા કરે, એનું નામ સહજતા. અને મહીં ખેંચ ખેંચ કરે કે આ ના જ થાય અને ખેંચ કરે એટલે આ મહીં ખેંચવું, બ્રેક મારી કે આપણાથી આ ના થાય, એટલે થઈ ગયું અસહજ બધું. ત્યાં ખેંચ ના કરે તો રાગે પડી ગયું, કામ થઈ ગયું. હવે આય કંઈ એવું નથી કે આની જરૂર છે, એવું કશું નહીં. આ તો સહજ થવા પૂરતું. કહે છે, કેમ અસહજ હતા ? ત્યારે કહે, ‘આની ચીડ હતી.' આવું થતું હશે ? તેની ચીડ પેસી ગઈ. એ ચીડ કાઢ્યા વગર સહજ ના થાય અને રાગેય કાઢ્યા વગર સહજ ના થાય.
“જોતા'તે નથી, ખરાબ-સારું દેહ દાંતિયા કરતો હોય ને તેને પેલા જુએ, આત્મા જાણે, તો બેઉ સહજ કહેવાય. એ દાંતિયા કરવા ગેરકાયદેસર નથી આ ગેરકાયદેસર હોય તો લોકો વાંધો કરે ને ? પણ તેનાથી છૂટો રહે. એને એમ ના થતું હોય કે હું કરું છું આ.
પ્રશ્નકર્તા: દેહ કરે છે, હું નથી કરતો.
દાદાશ્રી : દેહ કરે છે. ખરાબ અગર ખોટું હોતું નથી, ત્યાં સહજ આગળ. જોનારને ખરાબ-ખોટું હોતું નથી, કરનારને હોય છે. જેને બુદ્ધિ છે ત્યાં સુધી ખરાબ છે. જોનાર થયો એટલે જ્ઞાની થયો, એને ખરાબ-ખોટું હોતું નથી. એટલે આ કષાયો વિદાયગીરી લે છે.
“ચંદુ' ઉદયમાં, ‘પોતે' જાણપણામાં પ્રશ્નકર્તા: બહારના ઉદયો હોય, એમાં પોતાનો અહંકાર ભળી જાય