________________
હમણે આજ ભાઈ આવ્યા વિલાયતથી, તે આજ તો એની જોડે ને જોડે બેસી રહેવાનું ગમે. એની જોડે જમવાનું-ફરવાનું ગમે. અને બીજે દહાડે એ આપણને કહેશે, “નોનસેન્સ જેવા થઈ ગયા છો.” એટલે થઈ રહ્યું ! અને “જ્ઞાની પુરુષને તો સાત વખત ‘નોનસેન્સ” કહે તોય કહેશે, ‘હા, ભાઈ, બેસ, તું બેસ.' કારણ કે “જ્ઞાની” પોતે જાણે છે કે આ બોલતો નથી, આ રેકર્ડ બોલી રહી છે.
આ ખરો પ્રેમ તો કેવો છે કે જેની પાછળ દ્વેષ જ ના હોય. જ્યાં પ્રેમમાં, પ્રેમની પાછળ દ્વેષ છે, એ પ્રેમને પ્રેમ કહેવાય જ કેવી રીતે ? એકધારો પ્રેમ હોવો જોઈએ.
પ્રેમ', ત્યાં જ પરમાત્મા ! પ્રશ્નકર્તા : તો સાચો પ્રેમ એટલે વધઘટ ના થાય ?
દાદાશ્રી : સાચો પ્રેમ વધઘટ ના થાય એવો જ હોય. આ તો પ્રેમ થયેલો હોય તો જો કદી ગાળો ભાંડીએ તો એની જોડે ઝઘડો થઈ જાય, અને ફૂલો ચઢાવીએ તો પાછો આપણને ચોંટી પડે.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં ઘટે-વધે એવી રીતે જ હોય.
દાદાશ્રી : આ લોકોનો પ્રેમ તો આખો દહાડો વધઘટ જ થયા કરે ને ! છોકરા-છોડીઓ બધાં પર જ વધઘટ જ થયા કરે ને ! સગાંવહાલાં, બધય વધઘટ જ થાય છે ને ? અરે, પોતાની જાત ઉપરેય વધઘટ જ થયા કરે ને ! ઘડીમાં અરીસામાં જુએ તો કહે, ‘હવે હું સારો દેખાઉં છું.” ઘડી પછી “ના, બરોબર નથી’ કહેશે. તે જાત ઉપરેય પ્રેમ વધઘટ થાય. આ જવાબદારી નહીં સમજવાથી જ આ બધું થાય છે ને ! કેટલી મોટી જવાબદારી !
પ્રશ્નકર્તા : ત્યારે આ લોકો કહે છે કે, પ્રેમ કેળવો, પ્રેમ કેળવો !
દાદાશ્રી : પણ આ પ્રેમ જ હોય ને ! એ તો લૌકિક વાતો છે. આને પ્રેમ કોણ કહે છે ? લોકોનો પ્રેમ જે વધઘટ થાય એ બધી આસક્તિ, નરી આસક્તિ ! જગતમાં આસક્તિ જ છે. પ્રેમ જગતે જોયો નથી.
અમારો શુદ્ધ પ્રેમ છે માટે લોકોને અસર થાય, લોકોને ફાયદો થાય, નહીં તો ફાયદો જ ના થાય ને ! એક ફેરો ‘જ્ઞાની પુરુષ' કે ભગવાન હોય ત્યારે પ્રેમ દેખે, પ્રેમમાં ઘટવધ ના હોય, અનાસક્ત હોય, એ જ્ઞાનીઓનો પ્રેમ એ જ પરમાત્મા છે. સાચો પ્રેમ એ જ પરમાત્મા છે, બીજી કોઈ વસ્તુ પરમાત્મા છે નહીં. સાચો પ્રેમ, ત્યાં પરમાત્માપણું પ્રગટ થાય !
સદા અધટ, “જ્ઞાતી'તો પ્રેમ ! પ્રશ્નકર્તા : તો પછી આ પ્રેમના પ્રકાર કેટલા છે, કેવા છે, એ બધું સમજાવો ને !
દાદાશ્રી : બે જ પ્રકારના પ્રેમ છે. એક વધઘટવાળો, ઘટે ત્યારે આસક્તિ કહેવાય ને વધે ત્યારે આસક્તિ કહેવાય. અને એક વધઘટ ના થાય એવો અનાસક્ત પ્રેમ, એ જ્ઞાનીઓને હોય.
જ્ઞાનીનો પ્રેમ તે શુદ્ધ પ્રેમ છે. આવો પ્રેમ ક્યાંય જોવા નહીં મળે. દુનિયામાં જ્યાં તમે જુઓ છો તે બધો જ પ્રેમ ઘાટવાળો પ્રેમ. બૈરીધણીનો, મા-બાપનો, બાપ-દીકરાનો, મા-દીકરાનો, શેઠ-નોકરનો દરેકનો પ્રેમ ઘાટવાળો હોય. ઘાટવાળો છે એ ક્યારે સમજાય કે જ્યારે એ પ્રેમ ફ્રેક્ટર થાય. જ્યાં સુધી મીઠાશ વર્તે ત્યાં સુધી કાંઈ ના લાગે, પણ કડવાટ ઊભી થાય ત્યારે ખબર પડે. અરે, આખી જિંદગી બાપની સંપૂર્ણ આમન્યામાં રહ્યો હોય ને એક જ વખત ગુસ્સામાં, સંજોગવશાત જો બાપને બેટો ‘તમે અક્કલ વગરના છો’ એમ કહે, તો આખી જિંદગી માટેનો સંબંધ તૂટી જાય. બાપ કહે, તું મારો બેટો નહીં ને હું તારો બાપ નહીં. જો સાચો પ્રેમ હોય તો તો એ કાયમ માટે તેવો ને તેવો જ રહે, પછી ગાળો ભાંડો કે ઝઘડો કરે. એ સિવાયના પ્રેમને તો સાચો પ્રેમ શી રીતે કહેવાય ? ઘાટવાળો પ્રેમ તેને જ આસક્તિ કહેવાય. એ તો વેપારી અને ગ્રાહક જેવો પ્રેમ છે, સોદાબાજી છે. જગતનો પ્રેમ તો આસક્તિ કહેવાય. પ્રેમ તો તેનું નામ કહેવાય કે, જોડે ને જોડે રહેવાનું ગમે. તેની બધી જ વાત ગમે. તેમાં એક્શન એન્ડ રીએક્શન ના હોય. પ્રેમ પ્રવાહ તો સરખો જ વહ્યા કરે. વધઘટ ના હોય, પૂરણ-ગલન ના હોય. આસક્તિ પૂરણ-ગલન સ્વભાવની હોય.