________________
પ્રેમ
પ્રેમ, શબ્દ અલૌક્કિ ભાષાતો !
પ્રશ્નકર્તા : વાસ્તવિકતામાં પ્રેમ વસ્તુ શું છે ? મારે એ વિગતવાર સમજવું છે.
દાદાશ્રી : જગતમાં આ જે પ્રેમ બોલાય છે ને, એ પ્રેમને નહીં સમજવાથી બોલે છે. પ્રેમની વ્યાખ્યા હોય કે ના હોય ? શું ડેફિનેશન છે પ્રેમની ?
પ્રશ્નકર્તા : કોઈ એટેચમેન્ટ કહે, કોઈ વાત્સલ્ય કહે. ઘણી જાતના પ્રેમ છે.
દાદાશ્રી : ના. ખરેખર જેને પ્રેમ કહેવામાં આવે છે, એની વ્યાખ્યા તો હશે જ ને ?
પ્રશ્નકર્તા : મારે તમારી આગળ કશી ફળની આશા ન હોય, એને આપણે ખરો પ્રેમ કહી શકીએ ?
દાદાશ્રી : એ પ્રેમ જ ના હોય. પ્રેમ સંસારમાં હોય નહીં. એ અલૌકિક તત્ત્વ છે. સંસારમાં જ્યારથી અલૌકિક ભાષા સમજતો થાય
ત્યારથી એ પ્રેમનું ઉપાદાન થાય.
પ્રશ્નકર્તા : આ જગતમાં પ્રેમનું તત્ત્વ જે સમજાવ્યું છે તે શું છે ? દાદાશ્રી : જગતમાં જે પ્રેમ શબ્દ છે ને, એ અલૌકિક ભાષાનો
૨
શબ્દ છે, તે લોક વ્યવહારમાં આવેલો છે. બાકી, આપણા લોકો, પ્રેમને સમજતા જ નથી.
આમાં સાચો પ્રેમ ક્યાં ?
પ્રેમ
તમારામાં પ્રેમ ખરો ?
તમારા છોકરા ઉપર તમને પ્રેમ છે કે ?
પ્રશ્નકર્તા : હોય જ ને !
દાદાશ્રી : તો પછી મારો ખરા કોઈ દહાડો ? કોઈ દહાડો માર્યાં નથી છોકરાંને ? વઢ્યાય નથી ?
પ્રશ્નકર્તા : એ તો કોઈક વાર વઢવું તો પડે જ ને !
દાદાશ્રી : ત્યારે પ્રેમ એવી ચીજ છે કે દોષ ના દેખાય. માટે દોષ દેખાય છે એ પ્રેમ નહોતો. એવું તમને લાગે છે ? મને આ બધા પર પ્રેમ છે. કોઈનોય દોષ મને દેખાયો નથી અત્યાર સુધી. તો તમારો પ્રેમ
કોની પર છે એ કહોને મને ? તમે કહો છો મારી પાસે પ્રેમની સિલક છે’ તો ક્યાં આગળ છે ?
સાચો પ્રેમ હોય અહેતુકી !
પ્રશ્નકર્તા : પછી તો ઈશ્વર માટેનો પ્રેમ એ જ પ્રેમ કહેવાય ને ?
દાદાશ્રી : ના. ઈશ્વર માટેનોય પ્રેમ નથી તમને ! પ્રેમ વસ્તુ જુદી છે. પ્રેમ કંઈ પણ હેતુ વગરનો હોવો જોઈએ, અહેતુકી હોવો જોઈએ. ઈશ્વર જોડે પ્રેમ, તો બીજા જોડે કેમ પ્રેમ નથી કરતા ? એમનું કંઈક કામ છે તમને ! ‘મધર' જોડે પ્રેમ છે, તે કંઈક કામ છે. પણ પ્રેમ અહેતુકી હોવો જોઈએ. આ મને તમારી પરેય પ્રેમ છે અને આ બધા પરેય પ્રેમ છે પણ મને હેતુ નથી આમાં કંઈ પાછળ !
તથી સ્વાર્થ પ્રેમમાં !
બાકી, આ તો જગતમાં સ્વાર્થ છે. ‘હું છું’ એવો અહંકાર છે ત્યાં