________________
પ્રેમ
૩૭
દાદાશ્રી : રાગ એ પૌદ્ગલિક વસ્તુ છે અને પ્રેમ એ સાચી વસ્તુ છે. હવે પ્રેમ કેવો હોવો જોઈએ ? કે વધે નહીં, ઘટે નહીં, એનું નામ પ્રેમ કહેવાય. અને વધ-ઘટે એ રાગ કહેવાય. એટલે રાગમાં અને પ્રેમમાં
ફેર એવો છે કે પેલું એકદમ વધી જાય તો એને રાગ કહેવાય, એટલે ફસાયો પછી. જો પ્રેમ વધી જાય તો રાગમાં પરિણામ પામે. પ્રેમ ઊતરી
જાય તો દ્વેષમાં પરિણામ પામે. એટલે એનું નામ પ્રેમ કહેવાય જ નહીં ને ! એ તો આકર્ષણ ને વિકર્ષણ છે. એટલે આપણા લોકો જેને પ્રેમ કહે છે, તેને ભગવાન આકર્ષણ કહે છે.
રાગ ‘કોઝિઝ’, અનુરાગ ‘ઈફેક્ટ’ !
પ્રશ્નકર્તા : પણ દાદા, રાગ થાય છે એમાંથી અનુરાગ થઈ જાય છે અને પછી એમાંથી આસક્તિ થાય છે.
દાદાશ્રી : એવું છે, રાગ એ કોઝિઝ છે અને અનુરાગ ને આસક્તિ એ ‘ઈફેક્ટ’ છે. એ ‘ઈફેક્ટ’ બંધ કરવાની નથી, કોઝિઝ બંધ કરવાનાં છે. કારણ કે આ આસક્તિ કેવી છે ? એક બહેન કહે છે, ‘તમે મને જ્ઞાન આપ્યું અને મારા પુત્રનેય જ્ઞાન આપ્યું છે. છતાંય પણ મને એની પર એટલો બધો રાગ છે કે આ જ્ઞાન આપ્યું છતાંય રાગ જતો નથી.’ ત્યારે મેં કહ્યું, ‘એ રાગ નથી, બેન. એ આસક્તિ છે.' ત્યારે એ કહે છે, ‘પણ એવી આસક્તિ ના રહેવી જોઈએ ને ? આસક્તિ ‘તમને’ ‘શુદ્ધાત્મા’ને
નથી.
દૃષ્ટિફેરથી આસક્તિ !
પ્રશ્નકર્તા : માણસને જગત પ્રત્યે શા માટે આસક્તિ હોય છે ? દાદાશ્રી : આખું જગત આસક્તિમાં જ છે. જ્યાં સુધી ‘સેલ્ફ’માં રહેવાની શક્તિ ઉત્પન્ન ના થાય, ‘સેલ્ફ'ની રમણતા ઉત્પન્ન ના થાય, ત્યાં સુધી આસક્તિમાં જ બધું પડેલું છે. સાધુ-સંન્યાસીઓ-આચાર્યો, બધા આસક્તિમાં જ પડ્યા છે. આ સંસારની, બૈરી-છોકરાંની આસક્તિ છૂટે તો પુસ્તકની આસક્તિ ચોંટે, નહીં તો ‘હમ’ ‘હમ’ની આસક્તિ ! એ બધી આસક્તિઓ જ છે, જ્યાં જાય ત્યાં.
૩૮
પ્રેમ
આસક્તિ એટલે વિકૃત પ્રેમ !
જે પ્રેમ વધઘટ થાય એ આસક્તિ કહેવાય. અમારો પ્રેમ વધઘટ ના થાય. તમારે વધઘટ થાય તેથી તે આસક્તિ કહેવાય. વખતે ઋણાનુબંધી આગળ પ્રેમ વધઘટ થાય તો ‘આપણે’ તેને ‘જાણીએ.’ હવે પ્રેમ વધઘટ
ના થવો જોઈએ. નહીં તો પ્રેમ એકદમ વધી ગયો તોય આસક્તિ કહેવાય અને ઘટી ગયો તોય આસક્તિ કહેવાય અને આસક્તિમાં હંમેશાં રાગદ્વેષ થયા કરે. જે આસક્તિ છે એને જ પ્રેમ ગણે છે, એ લોકભાષા ને ! પાછાં બીજાં યે એવું જ કહે, એને જ પ્રેમ કહે. આખી લોકભાષા જ એ થઈ.
પ્રશ્નકર્તા : આમાં પ્રેમ અને આસક્તિનો ભેદ જરા સમજાવો ને ! દાદાશ્રી : જે વિકૃત પ્રેમ, એનું નામ જ આસક્તિ. આ જગત એટલે વિકૃત છે, એમાં જે પ્રેમ આપણે કહીએ છીએ એ વિકૃત પ્રેમ કહેવાય છે અને એને આસક્તિ જ કહેવાય.
એટલે આસક્તિમાં જ જગત બધું પડેલું છે. હેય... મહીં બેઠા છેને, તે અનાસક્ત છે અને તે અકામી છે પાછા અને આ બધા કામનાવાળા. આસક્તિ ત્યાં કામના. લોક કહે છે કે, ‘હું નિષ્કામ થયો છું.' પણ આસક્તિમાં રહે છે એ નિષ્કામ કહેવાય નહીં. આસક્તિ જોડે કામના હોય જ. ઘણાં લોક કહે છેને, કે ‘હું નિષ્કામ ભક્તિ કરું છું.’ મેં કહ્યું, ‘કરજે ને, તું અને તારી વહુ બેઉ કરજો (!) પણ આસક્તિ ગઈ નથી, ત્યાં સુધી તું શી રીતે આ નિષ્કામ ભક્તિ કરીશ ?'
આસક્તિ તો એટલે સુધી ચોંટે, તે સારા પ્યાલા-રકાબી હોયને તો તેમાંય ચોંટી જાય. અલ્યા, અહીં ક્યાં જીવતું છે ? એક વેપારીને ત્યાં હું ગયો હતો, તે દહાડામાં પાંચ વખત લાકડું જોઈ આવે ત્યારે એને સંતોષ થાય. હેય ! એવું આમ સુંવાળું રેશમ જેવું ગોળ !! અને આમ હાથ અડાડ અડાડ કરે ત્યારે તો એને સંતોષ થાય. તો આ લાકડાં ઉપર કેટલી આસક્તિ છે ! કંઈ સ્ત્રી જોડે જ આસક્તિ થાય એવું કશું નથી. વિકૃત પ્રેમ જ્યાં ચોંટ્યો ત્યાં આસક્તિ !