________________
પ્રેમ
૩૪
પ્રેમ
મનુષ્ય છે. અને મા-બાપો ધબેડે હઉ, મારે હઉ !
હંમેશાં પ્રેમથી જ સુધરે દુનિયા. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એના માટે. જો ધાકથી સુધરતું હોય ને તો આ ગવર્નમેન્ટ ડેમોક્રેસી... સરકાર લોકશાહી ઉડાડી મેલે અને જે કોઈ ગુનો કરે, એને જેલમાં ઘાલી અને ફાંસી કરે. પ્રેમથી જ સુધરે જગત.
પ્રશ્નકર્તા : ઘણી વખત સામો માણસ આપણે પ્રેમ કરીએ છીએ તોય સમજી નથી શકતો.
દાદાશ્રી : પછી આપણે શું કરવું ત્યાં આગળ ? શીંગડું મારવું ? પ્રશ્નકર્તા : ખબર નહીં, શું કરવું પછી ?
દાદાશ્રી : ના, શીંગડું મારે છે પછી. પછી આપણે ય શીંગડું મારીએ એટલે પેલોય શીંગડું મારે પછી ચાલુ લડાઈ. જીવન ક્લેશિત થઈ જાય પછી.
પ્રશ્નકર્તા: તો એવા સંજોગોમાં આપણે કેવી રીતે સમતા રાખવી? આવું તો આપણે થઈ જાય તો ત્યાં આગળ કેવી રીતે રહેવું ? સમજણ નથી પડતી ત્યાં શું કરવું ?
દાદાશ્રી : શું થઈ જાય તો ?
પ્રશ્નકર્તા : આપણે પ્રેમ રાખીએ અને સામો માણસ ના સમજે, આપણો પ્રેમ સમજે નહીં, તો આપણે શું કરવું પછી ?
દાદાશ્રી : શું કરવાનું? શાંત રહેવાનું આપણે. શાંત રહેવાનું, બીજું શું કરીએ આપણે એને ? કંઈ મારીએ એને ?
પ્રશ્નકર્તા : પણ આપણે એ કક્ષાએ નથી પહોંચ્યા કે શાંત રહી શકીએ ?
દાદાશ્રી : તો કૂદીએ આપણે તે ઘડીએ ! બીજું શું કરવું? પોલીસવાળો ટૈડકાવે ત્યારે કેમ શાંત રહો છો ?
પ્રશ્નકર્તા : પોલીસવાળાની ઓથોરિટી છે, એની સત્તા છે.
દાદાશ્રી : તો આપણે એને ઓથોરાઈઝ (અધિકૃત) કરવા. પોલીસવાળા આગળ સીધા રહીએ અને અહીં આગળ સીધા ના રહેવાય !
બાળકો છે, પ્રેમ ભૂખ્યા ! આજના છોકરાંઓને બહાર જવાનું ગમે નહીં એવું કરી નાખો, કે ઘરમાં આપણો પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ દેખે. પછી આપણા સંસ્કાર ચાલે.
આપણે સુધારવું હોય તો શાક સુધારવું, પણ છોકરાઓને ના સુધારવા ! એ લોકોને શાંક સુધારતાં આવડે. શાક સુધારતાં ના આવડે ?
પ્રેમ, આવો વરસાવો ! અને તમે એને એક ટપલી મારો તો એ રડવા માંડશે, એનું શું કારણ ? એને વાગ્યું તેથી ! ના, એને વાગ્યાનું દુઃખ નથી. એનું અપમાન કર્યું, તેનું એને દુઃખ છે.
પ્રેમથી જ વશ થઈ જાય ! આ જગતને સુધારવાનો રસ્તો જ પ્રેમ છે. જગત જેને પ્રેમ કહે છે તે પ્રેમ નથી, તે તો આસક્તિ છે. આ બેબી પર પ્રેમ કરો, પણ તે પ્યાલો ફોડે તો પ્રેમ રહે ? ત્યારે તો ચિડાય. માટે એ આસક્તિ છે.
પ્રેમથી જ સુધરે જગત ! અને પ્રેમથી સુધરે. આ બધું સુધારવાનું હોય, તો પ્રેમથી સુધરે. આ બધાને હું સુધારું છુંને, એ પ્રેમથી સુધારું છું. આ અમે પ્રેમથી જ કહીએ છીએને ! પ્રેમથી કહીએ એટલે વસ્તુ બગડે નહીં અને સહેજ દ્વેષથી કહીએ કે એ વસ્તુ બગડી જાય. દૂધમાં દહીં પડ્યું ના હોય અને અમથી જરા હવા લાગી ગઈ, તોય એ દૂધનું દહીં થઈ જાય.
એટલે પ્રેમથી બધું બોલાય. જે પ્રેમવાળા માણસ છે ને, તે બધું બોલી શકે. એટલે અમે શું કહેવા માગીએ છીએ ? પ્રેમ સ્વરૂપ થાવ તો આ જગત તમારું જ છે. જ્યાં વેર હોય ત્યાં વેરમાંથી ધીમે ધીમે