________________
પ્રેમ
આવે છે ને, એ જોવા નહીં મળે. અરે, એક માણસ મને કહે છે કે ‘આટલો બધો મારો પ્રેમ છે તોય તે તરછોડ મારે છે !' મેં કહ્યું, ‘ન્હોય એ પ્રેમ. પ્રેમને તરછોડ કોઈ મારે જ નહીં.’
ધણી ખોળે અક્કલ, બૈરી જુએ વેતા !
ત્યારે જે પ્રેમમાં પોતાની જાત જ હોમી દે, જાતને ‘સેફસાઈડ’ રાખે નહીં ને જાતને હોમી દે, એ પ્રેમ ખરો. એ તો અત્યારે મુશ્કેલ છે વાત. પ્રશ્નકર્તા : એવા પ્રેમને શું કહેવાય ? અનન્ય પ્રેમ કહેવાય ? દાદાશ્રી : આને પ્રેમ કહેવાય સંસારમાં. આ આસક્તિમાં ના ગણાય અને એનું ફળેય બહુ ઊંચું મળે. પણ એવું પોતાની જાતને હોમવી, એ બને નહીં ને ! આ તો પોતાની જાતને ‘સેફસાઈડ’ રાખીને કામ કર્યા કરે છે. ને ‘સેફ સાઈડ’ ના કરે એવી સ્ત્રીઓ કેટલી ને એવા પુરુષો કેટલા ?
આ તો સિનેમામાં જતી વખતે આસક્તિનાં તાનમાં ને તાનમાં. ને આવતી વખતે ‘અક્કલ વગરની છે’ કહેશે. ત્યારે પેલી કહેશે, ‘તમારામાં ક્યાં વેતા છે ?’ એમ વાતો કરતાં કરતાં ઘેર આવે. પેલી વેતા જોતી હોય !
પ્રશ્નકર્તા : આ તો આમ આ બધાનો અનુભવ છે. કોઈ બોલે નહીં,
પણ દરેક જણ જાણે કે ‘દાદા' કહે છે એ વાત સાચી છે.
પ્રેમથી જ જીતાય !
પ્રશ્નકર્તા : સંસારમાં રહ્યા પછી કેટલીક જવાબદારીઓ બજાવવી પડે છે અને જવાબદારીઓ અદા કરવી એ એક ધર્મ છે. એ ધર્મ બજાવતાં, કારણે કે અકારણે કટુવચન બોલવાં પડે છે, તો એ પાપ કે દોષ ગણાય ? આ સંસારી ધર્મો બજાવતી વખતે કડવાં વચન બોલવાં પડે, તો એ પાપ કે દોષ છે ?
દાદાશ્રી : એવું છે ને, કડવું વચન બોલીએ તે ઘડીએ આપણું મોઢું કેવું થઈ જાય ? ગુલાબનાં ફૂલ જેવું, નહીં ? આપણું મોઢું બગડે તો જાણવું કે પાપ લાગ્યું. આપણું મોઢું બગડે એવી વાણી નીકળી ત્યાં જ જાણવું
૩૦
પ્રેમ
કે પાપ લાગ્યું. કડવાં વચન ના બોલાય. ધીમે રહીને, આસ્તે રહીને બોલો. થોડાં વાક્યો બોલો, પણ આસ્તે રહીને સમજીને કહો, પ્રેમ રાખો, એક દહાડો જીતી શકશો. કડવાથી જીતી નહીં શકો. પણ એ સામો થશે ને અવળાં પરિણામ બાંધશે. એ છોકરો અવળાં પરિણામ બાંધે. ‘અત્યારે તો નાની ઉંમરનો છું, તે મને આવું ટૈડકાવે છે. મોટી ઉંમરનો થઈશ એટલે આપીશ.’ એવાં પરિણામ મહીં બાંધે. માટે આવું ના કરો. એને સમજાવો. એક દહાડો પ્રેમ જીતશે. બે દહાડામાં જ એનું ફળ નહીં આવે. દસ દહાડે, પંદર દહાડે, મહિના સુધી પ્રેમ રાખ્યા કરો. જુઓ, આ પ્રેમનું શું ફળ આવે છે એ તો જુઓ ! તમને ગમી આ વાત ? કડવું વચન બોલીએ તો આપણું મોઢું ના બગડી જાય ?
પ્રશ્નકર્તા : આપણે અનેક વાર સમજાવીએ છતાં એ ના સમજે તો શું કરવું ?
દાદાશ્રી : સમજાવવાની જરૂર જ નથી. પ્રેમ રાખો. છતાં આપણે એને સમજણ પાડીએ ધીમે રહીને. આપણા પડોશીને ય એવું કડવું વચન બોલીએ છીએ આપણે ?
પ્રશ્નકર્તા : પણ એવી ધીરજ હોવી જોઈએ ને ?
દાદાશ્રી : હમણે ડુંગર ઉપરથી ઢેખાળો પડે ને એ તમારા માથે પડે તો તમે ઉપર જોઈ લો ને પછી કોની ઉપર ક્રોધ કરો ? તે ઘડીએ શાંત રહો ને ? કોઈ દેખાય નહીં એટલે આપણે જાણીએ કે આ કોઈએ નથી નાખ્યો. માટે એની મેળે પડ્યો છે. એટલે એનો આપણે ગુનો નથી ગણતા. ત્યારે પેલોય એની મેળે જ પડે છે. એ તો, નાખનાર તો, વ્યક્તિ દેખાય છે એટલું જ છે. બાકી, એની મેળે જ પડે છે. તમારા જ હિસાબ ચૂકતે થાય છે બધા. આ દુનિયામાં બધા હિસાબ ચૂક્ત થઈ રહ્યા છે. નવા હિસાબ બંધાઈ રહ્યા છે ને જૂના હિસાબ ચૂક્ત થઈ રહ્યા છે. સમજ પડીને ? માટે સીધું બોલજો છોકરાં જોડે, સારી ભાષા બોલજો. પ્રેમથી ઉછેરવો છોડવાને !
પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતું હોય તો તેને ટકોર કરવી